Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
૧૪૨
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ જેમ કોઈ કપટીએ પણ બહારથી સાધુવેષ પહેર્યો હોય તેને સાધુ કહેવો, કે કોઈ લાંચ રૂશ્વત લેનાર ન્યાયાધીશને ન્યાયાધીશ કહેવો તે રૂપસત્ય. (૩) એક-બીજી વસ્તુને આશ્રયને બોલાય જેમકે અનામિકા, (પૂજનની આંગળી) કનિષ્ઠાથી મોટી અને મધ્યમાથી નાની હોવા છતાં એને એકને આશ્રયિને નાની અથવા મોટી કહેવી તે પ્રતીત્યસત્ય. (૭) પર્વત બળે છે, ઘડો ઝમે છે” વગેરે બોલવું તેમાં વસ્તુત: પર્વત નહિ ઘાસ વગેરે બળે છે, ઘડો નહિ પણ પાણી ગળે (ઝમે) છે, તો પણ તેમ બોલવાનો વ્યવહાર હોવાથી તે વ્યવહાર સત્ય છે. (૮) જે પદાર્થમાં જે ધર્મની વિશેષતા હોય તેને મુખ્ય ગણીને બોલવું તે. જેમકે ભમરામાં પાંચ વર્ણો હોવા છતાં કાળો વર્ણ વિશેષ હોવાથી ભમરાને “કાળો કહેવો તે ભાવસત્ય. (૯) કોઈ પદાર્થને બીજા પદાર્થ સાથેના યોગથી-સંબંધથી તેને તેવો કહેવો, જેમકે દંડના યોગથી સાધુને “દડી' કહેવો તે યોગસત્ય. (૧૦) ઉપમાનો આરોપ કરવો, જેમકે મોટા સરોવરને સમુદ્ર, પુન્યવાન મનુષ્યને દેવ, શૂરવીરને સિંહ કહેવો ઇત્યાદિ ઉપમા સત્ય.
દસ સમાધિસ્થાનો : (૧) પુરુષ સ્ત્રીની કે સ્ત્રીએ પુરુષની વિકારજનક વાતોનો ત્યાગ કરવો અથવા પુરુષે માત્ર સ્ત્રીઓની સભામાં કથા નહિ કરવી તે 'પહેલું સમાધિસ્થાન. (૨) સ્ત્રીનું આસન પુરુષે અને પુરુષનું આસન સ્ત્રીએ વર્જવું તે બીજું. (૩) રાગદૃષ્ટિએ સ્ત્રીનાં રોગજનક અંગો – ઇન્દ્રિયો વગેરે પુરુષે કે પુરુષનાં અંગો સ્ત્રીએ નહિ જોવાં તે ત્રીજું. (૪) સ્ત્રી-પશુ-નપુંસક આદિથી યુક્ત (સંસક્ત) વસતિ (ઉપાશ્રય)માં સાધુએ આશ્રય નહિ કરવો તે ચોથું. (૫) અતિમાત્ર (પ્રમાણાધિક) આહારનો ત્યાગ કરવો તે પાંચમું. () સ્નિગ્ધ-માદક આહારનો ત્યાગ કરવો તે છઠું. (૭) પૂર્વે ગૃહસ્થાવસ્થામાં ભોગવેલા ભોગોનું સ્મરણ નહિ કરવું તે સાતમું. (૮) શાતા વેદનીયજન્ય સુખમાં અથવા શાતાને ઉપજાવનાર શુભ રસ-સ્પર્શ આદિ વિષયોના સુખમાં રાગ-મદ નહિ કરવો તે આઠમું. (૯) પોતાની પ્રશંસા-કીર્તિ આદિનો મદ નહિ કરવો તે નવમું. (૧૦) શુભ શબ્દાદિ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ નહિ કરવી તે દસમું.
દસ દશાઓ : દસ અધિકારને જણાવનારાં દસ શાસ્ત્રો તે દસ દશાઓ કહી છે. તે આ પ્રમાણે (૧) કર્મવિપાકદશા, (૨) ઉપાસકદશા, (૩) અન્નકૃતદશા, (૪) અણુત્તરોપપાતિકદશા, (૫) પ્રશ્નવ્યાકરણદશા, (૬) દશાશ્રુતસ્કંધદશા, (૭) બંધદશા, (૮) દ્વિગૃદ્ધિદશા (૯) દીર્ઘદશા, (૧૦) સંક્ષેપદશા. એમ દસ શાસ્ત્રો જાણવાં. (૧૧) માસીય ર સā, તિ[vi &ાર વિવવંતો .
उवसंपन्नो जुत्तो, रक्खामि महव्वए पंच ।।२२।।