________________
શ્રમણ ધર્મ
૧૭૯
:
કહેવાય. આ ભાષા સત્યા, અસત્યા કે મિશ્ર પણ નથી, પરંતુ ત્રણેથી ભિન્ન વ્યવહારમાં ઉપયોગી છે, એથી અસત્યા-અમૃષા કહી છે. (૨) આજ્ઞાપની : બીજાને કામમાં જોડવા માટે ‘તું આ કાર્ય કર’ વગેરે આજ્ઞાવચન બોલવું તે. (૩) યાચની : કોઈ બીજાની સામે ‘તું અમુક આપ' વગેરે યાચના માટે બોલવું તે. (૪) પૃચ્છની : અમુક વસ્તુને જાણતો ન હોય કે અમુકને અંગે સંદેહ હોય તેવા પ્રસંગની જાણ માટે ‘આ આમ કેમ છે ?’ વગેરે પ્રશ્ન રૂપે બોલવું તે. (૫) પ્રજ્ઞાપની : શિષ્ય વગેરેને ઉપદેશ આપવા બોલવું તે. જેમ કે ‘જીવદયાના પાલનથી આયુષ્ય લાંબુ ભોગવાય છે.’ વગેરે ઉપદેશવચનને પ્રજ્ઞાપની ભાષા કહેવાય છે. (૩) પ્રત્યાખ્યાની ઃ કોઈક વ્યક્તિ કોઈ વસ્તુ માગે કે પૂછે ઇત્યાદિ પ્રસંગે નિષેધ ક૨વા બોલવું તે. (૭) ઇચ્છાનુલોમા : બીજાની ઇચ્છાને અનુસરતું બોલવું તે. જેમ કે - કોઈ વ્યક્તિ અમુક કામ ક૨વાની ઇચ્છા પ્રગટ કરે ત્યારે, તેને ‘તમે એ કામ કરો ! મારી પણ એ ઇચ્છા છે.’ વગેરે કહેવું તે. (૮) અનભિગ્રહીતા : પદાર્થનો જેનાથી નિર્ણય (પ્રશ્નનું સમાધાન)ન થાય તેવું બોલવું તે. જેમકે ઘણાં કાર્યો કરવાના હોય ત્યારે, તેને કોઈ પૂછે કે ‘કયું કામ કરું ?’ ત્યારે ‘તમને ઠીક લાગે તે કરો' આવું નિર્ણય વિનાનું બોલવું તે. (૯) અભિગ્રહીતા: જેનાથી નિશ્ચિત સમાધાન કે પ્રેરણા મળે તેવું બોલવું તે. જેમકે ‘આ કામ હમણાં કરવાનું છે’ અને ‘અમુક કાર્ય હમણાં કરવાનું નથી' આવું સ્પષ્ટ જણાવવું તે. (૧૦) સંશયકરણી: અનેક અર્થનું જ્ઞાપક એવું જે વચન, કે જે બોલવાથી સાંભળનારને સંશય થાય, તેવું બોલવું તે. જેમ કે ‘સૈન્ધવ લાવ’ એમ કહેવાથી શ્રોતાને ‘લવણ, પુરુષ કે ઘોડો' શું માગે છે ? તે નિશ્ચિત ન થાય. પરંતુ સંશય થાય, કારણ કે સૈવ શબ્દના એ દરેક અર્થો થાય છે. (૧૧) વ્યાકૃતા : સ્પષ્ટ અર્થવાળી ભાષા કે જે બોલવાથી શ્રોતાને સ્પષ્ટ (નિશ્ચિત) જ્ઞાન થાય. (૧૨) અવ્યાકૃતા = અતિગંભીર શબ્દાર્થવાળી ભાષા કે સ્પષ્ટ છતાં અસ્પષ્ટ અક્ષરોવાળી શ્રોતાને ન સમજાય તેવી ભાષા. આમ ચારે ભાષાના બેતાલીસ ઉત્તરભેદો કહ્યા. તે સર્વેને સારી રીતે જાણવા જોઈએ. આ ચાર પૈકી પ્રથમ અને ચોથી ભાષા બોલવા યોગ્ય છે. ૧૧૨
આ પ્રમાણે બીજા મહાવ્રતનું વર્ણન પુરું થયું. હવે ત્રીજા મહાવ્રતનું વર્ણન કરે છે. सकलस्याऽप्यदत्तस्य, ग्रहणाद्विनिवर्त्तनम् ।
मूलम्
सर्वथा जीवनं यावत्, तदस्तेयव्रतं मतम् ।।११३ ।।
ગાથાર્થ : સર્વ પ્રકા૨ના અદત્તને જીવનપર્યંત સર્વ પ્રકારે લેતાં અટકવું, તેને શ્રી જિનેશ્વ૨૫૨માત્માઓએ ત્રીજું અસ્તેયવ્રત કહ્યું છે.