Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
૧૮૧
:
ટીકાનો સંક્ષેપભાવાર્થ : સર્વ એટલે સચિત્ત-અચિત્ત વગેરે સર્વ પદાર્થોમાં અથવા સર્વદ્રવ્યો, સર્વક્ષેત્ર, સર્વકાળ અને સર્વભાવોમાં, પરિગ્રહ (મૂર્ચ્છના પરિણામ)નો ત્રિવિધ-ત્રિવિધથી ત્યાગ કરવો, તેને હિતેચ્છુ એવા શ્રીતીર્થંકર ૫૨માત્માઓએ આકિંચન્ય (અપરિગ્રહવ્રત) કહ્યું છે.
જેને કિંચન (એટલે કંઈપણ) દ્રવ્ય ન હોય તે ‘અકિંચન’ અને અકિંચનપણું તે આકિંચન્ય અર્થાત્ અપરિગ્રહવ્રત કહેવાય. આ શબ્દાર્થ કહ્યો. ભાવાર્થ આ રીતે છે - મૂર્છાને જ પરિગ્રહ કહેવો તે યુક્તિયુક્ત છે. કારણ કે પાસે ધન ન હોવા છતાં રાજગૃહીના ભિખારીને ધનની મૂર્છાના કારણે સંક્લેશ થયો હતો. એ રીતે મૂર્છાવાળાને દુર્ગતિના કારણભૂત સંક્લેશનો સંભવ છે. બીજી બાજુ તૃષ્ણારૂપ કાળી નાગણી જેઓના મનને ઉપદ્રવ કરી શકતી નથી, તેવા મહાત્માઓને પ્રશમસુખનો આનંદ અનુભવવાથી વિશિષ્ટ દ્રવ્યાદ્િરૂપ સામગ્રી (સંપત્તિ) હોવા છતાં ચિત્તમાં સંક્લેશ થતો નથી. તે જ કારણે ધર્મ માટે ધર્મોકરણને રાખવા છતાં મુનિઓને પોતાના શરીરમાં અને ઉપકરણ (વસ્ત્રાદિમાં) નિર્મમત્વ હોવાથી અપરિગ્રહી કહ્યા છે. આમ ધર્મોકરણ રાખવા છતાં મૂર્છાનો અભાવ હોવાથી જેમ સાધુઓને અપરિગ્રહવ્રત અખંડ રહે, છે તેમ સાધ્વીઓને પણ પરિગ્રહ દોષ (થી બચવું અશક્ય) નથી, માટે ધર્મોપકરણ તરીકે તે વસ્ત્રાદિ રાખવા માત્રથી ‘તેઓનો મોક્ષ ન થાય' એમ કહેવું તે તથ્યહીન જ છે.
આ પાંચ મહાવ્રતોને વિશિષ્ટ ગુણોથી જે વાસિત કરે તે તેની ભાવનાઓ છે, તે ગ્રંથકારશ્રી જણાવે છે
मूलम् - 'एतानि भावनाभिश्च प्रत्येकं पञ्चभिः
મત્તિ માવિતાન્યેવ, વથો મુળમાજ્ઞિ તુ ।।૬।।”
ગાથાર્થ : એ પાંચ વ્રતો પ્રત્યેક, તેની પાંચ-પાંચ ભાવનાથી સમ્યગ્ ભાવિત (વાસિત) થાય તો જ કહ્યા તેવા (વિશિષ્ટ) ગુણવાળાં બને છે.
ટીકાનો સંક્ષેપભાવાર્થ : એ પાંચે મહાવ્રતોનું જે લક્ષણ કહ્યું તેવા લક્ષણવાળાં ત્યારે બને કે જ્યારે તે વ્રતો તેની ભાવનાઓથી સમ્યગ્ ભાવિત થયાં હોય. પ્રત્યેક વ્રતની પાંચ-પાંચ ભાવનાઓ છે. તેનાથી ભાવિતાત્માના મહાવ્રતો યથાર્થ ગુણવાળા બને છે.
પ્રથમ મહાવ્રતની ભાવનાઓ : યોગશાસ્ત્રના પ્રકાશ-૧ની ગાથા-૨૬માં કહ્યું છે કે
मनोगुप्त्येषणादानेर्याभिः समितिभिः सदा । दृष्टान्नपानग्रहणेनाऽहिंसां भावयेत् सुधीः ।