________________
શ્રમણ ધર્મ
૧૫૧
ચૂલિકાને ‘વર્ગચૂલિકા' જાણવી. (૧૬) વિવા વૃત્તિનાઃ = વિવાહપ્રજ્ઞપ્તિ કે જે પાંચમું અંગ શ્રી ભગવતીસૂત્ર કહેવાય છે, તેની ચૂલિકાઓ તે વિવાહ ચૂલિકાઓ. (૧૭) અનોપપાતઃ = અરૂણ નામના દેવને તથા તેના સિદ્ધાંતને (આચારને) જણાવનારો તથા તેના ઉત્પાતમાં (આગમનમાં) હેતુભૂત ગ્રંથને ‘અરૂણોપપાત’ કહેલો છે. જ્યારે સાધુ ઉપયોગપૂર્વક તેનું આવર્તન (પાઠ) કરે ત્યારે પોતાનું આસન ચલાયમાન થતાં તે ગ્રંથ પોતાના આચારોને જણાવનારો હોવાથી સંભ્રમિત થઈને અરૂણદેવ અધિજ્ઞાનથી તેના આવર્ઝનનું કારણ જાણીને અતિહર્ષિત થઈ જ્યાં સાધુ હોય ત્યાં જઈ ભક્તિથી પુષ્પવૃષ્ટિ કરવી વગેરે શાસનની પ્રભાવના કરે છે, તેમજ સંવેગની શુદ્ધિવાળો તે દેવ તે ગ્રંથને ઉપયોગપૂર્વક સાંભળે છે, અને સાધુને વરદાન માંગવાનું કહે છે, સાધુ નિ:સ્પૃહતા બતાવે ત્યારે અધિક સંવેગવાળો થઈ તે દેવ પ્રદક્ષિણા દઈને નમસ્કાર કરીને પાછો જાય છે. એ જ પ્રમાણે- (૧૮) વહોરવાત: (૧૯) રુડોવવાત:, (‘૨૦) પરોવવાત: (૨૧) વેધરોપવાત: (૨૨) વૈશ્રમળોષપાત:. (૨૩) દેવેન્દ્રોપવાત: ઃ એ છ ગ્રંથોનું પણ સ્વરૂપ જાણવું. માત્ર તે તે દેવોનાં તે તે નામ સમજવાં અને પાઠ કરવાથી તેઓનું આગમન વગેરે જાણવું. (૨૪) ઉત્થાનશ્રુતમ્ = ઉત્થાનશ્રુત નામનું અધ્યયન, તે જ્યારે સંઘનું કોઈ વિશિષ્ટ કાર્ય આવી પડે ત્યારે કોઈ કુળ, ગામ, રાજધાની, વગેરેના ઉપદ્રવથી બચવા માટે, તે કુળાદિને ઉપદ્રવ કરવા માટે તેનો સંકલ્પ કરીને આવેશયુક્ત સાધુ અપ્રસન્નમનથી વિષમ-અશુભ આસને ઉત્થાનશ્રુતનું પરાવર્તન (પાઠ) એક-બે અથવા ત્રણવાર કરે તો સંકલ્પિત કુળ, ગામ કે રાજધાની વગેરે ભયભીત થઈને વિલાપ કરતાં શીઘ્રતયા નાસવા માંડે, આવું કાર્ય સંઘ વગેરેની રક્ષા માટે કોઈ તથાવિધ યોગ્ય સાધુને કરવાનું હોય છે. પુન: એ ઉપદ્રવને શાંત કરવા માટે જેનું પરાવર્તન કરે તે (૨૫) સમુત્થાનવ્રુતમ્ = ‘સમુત્થાનશ્રુત’ નામનું અધ્યયન જાણવું, એના પરાવર્તનથી પુન: સર્વલોકો નિર્ભય-સ્વસ્થ-શાંત થાય. (૨૩) નાપર્વાષ્ઠિાઃ = નાગકુમાર દેવોના આચારને જણાવનારું અધ્યયનવિશેષ. જ્યારે સાધુ ઉપયોગપૂર્વક તેનું પરાવર્તન કરે ત્યારે તે દેવનો સંકલ્પ ન કરવા છતાં તે નાગકુમાર દેવો સ્વસ્થાને રહ્યા રહ્યા તેને જાણે, વંદન કરે અને સંઘ વગેરેના કાર્ય માટેનું વરદાન આપે. (૨૭) નિરયાવóિાઃ = શ્રેણિબદ્ધ અને પ્રકીર્ણક નકાવાસનું, તથા ત્યાં ભવિષ્યમાં ઉત્પન્ન થનારા તિર્યંચો - મનુષ્યો વગેરે તે તે ન૨કાધિકારી જીવોનું વર્ણન જેમાં છે તે ‘નિરયાવલિકાઓ’ કહેવાય છે. (૨૮) ત્વિા: = સૌધર્મ વગેરે કલ્પોનું જેમાં વર્ણન છે તે. (૨૯) જ્વાવતસિા = સૌધર્મ અને ઇશાન દેવલોકમાં કલ્પપ્રધાન જે જે વિમાનો છે તે ‘કલ્પાવતંસક’ કહેવાય છે, તેમાં ઉત્પન્ન થતા દેવ-દેવીઓ જે જે વિશિષ્ટતપથી ઉપજે છે અને જે જે વિશેષઋદ્ધિને પામે છે, તે તે ભાવોનું
=