Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
૧૩૩
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ ઇચ્છા પ્રમાણે સ્વીકારી અનુગ્રહ કરો.' એમ અશનાદિને આપવા માટે કહેવું તેને છન્દના કહેવાય.
(૯) નિમંત્રણા : અશનાદિ લાવ્યા પહેલાં જ સાધુઓને વિનંતિ કરે કે - “હું આપને માટે અશનાદિ લાવું ?' આ રીતે નિમંત્રણા કરે. - (૧૦) ઉપસંપદા : જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ માટે પોતાના ગુરુને છોડીને તેઓની અનુમતિથી અન્ય ગચ્છીય ગુરુની નિશ્રામાં રહેવું તેને “ઉપસંપદા' કહેવાય છે. તેના (૧) ગૃહસ્થ ઉપસંપદા અને (૨) સાધુ ઉપસંપદા એમ બે પ્રકારો છે. પ્રથમ સાધુ ઉપસંપદાનું વર્ણન કરતાં આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે
જ્ઞાનવિષયક, દર્શનવિષયક અને ચારિત્રવિષયક એમ ઉપસંપદા ત્રણ પ્રકારની છે. તેમાં જ્ઞાન-દર્શનની ઉપસંપદા ત્રણ-ત્રણ પ્રકારની છે. અને ચારિત્રની ઉપસંપદા બે પ્રકારની છે.
દર્શન-જ્ઞાનની ઉપસંપદાના ત્રણ પ્રકારો આ પ્રમાણે છે. સૂત્રની-અર્થનીતદુભયની એમ ત્રણની વર્તના-સંધના-ગ્રહણ કરવા માટે લેવાતી “જ્ઞાન ઉપસંપદા કુલ નવ પ્રકારની છે. તેમાં પૂર્વે ભણેલા અસ્થિર સૂત્રનું, અર્થનું કે તદુભયનું ગુણન (પાઠ કરવો) તેને વર્તના કહેવાય છે. પૂર્વે ભણેલા છે તે સૂત્રાદિમાંનો જે જે ભાગ વિસ્મૃત થયો હોય તેને પુન: મેળવવો તેને સંધના કહી છે. સૂત્રાદિ પ્રથમવાર જ લેવું તેને ગ્રહણ કહેવાય છે. દર્શન ઉપસંપદાના પણ એ જ (૩*૩=) નવ ભેદો છે. માત્ર તેમાં ભેદ એ છે કે જૈનમતની પ્રભાવના કરે તેવા “સન્મતિતર્ક વગેરે શાસ્ત્રોની વર્તનાદિ ત્રણ માટે આશ્રય લેવાય તે દર્શન ઉપસંપદા.
ગુરુઆજ્ઞાથી અને ‘અમુકને ઉપસંપદા આપવી' એવી ભલામણ જેને કરેલી હોય તે આચાર્ય પાસે, એમ ઉપસંપદા લેવામાં બે પદની ચતુર્ભગી થાય. ગુરુ આજ્ઞાપૂર્વક આજ્ઞા કરેલા આચાર્યની પાસે જવું તે પ્રથમ ભાંગો, ગુરુ આજ્ઞાપૂર્વક પણ જેની આજ્ઞા ન કરી હોય તેવા અન્ય આચાર્યની પાસે જવું તે બીજો ભાંગો. આજ્ઞા વિના આજ્ઞા કરેલા આચાર્ય પાસે જવું (જેમકે હમણાં તારે એ આચાર્ય પાસે ન જવું) એ ત્રીજો ભાંગો, આજ્ઞા વિના આજ્ઞા નહિ કરાયેલા આચાર્ય પાસે જવું. (જેમ કે અત્યારે ન જવું તથા અમુક આચાર્ય પાસે ન જવું) એ ચોથો ભાંગો. આ ચાર ભાંગામાં પહેલો શુદ્ધ છે, બાકીના ત્રણ ભાંગા અશુદ્ધ છે. કારણકે પ્રથમ સ્વગુરુની પાસે સુત્રાર્થ-ઉભયનું ગ્રહણ કર્યા પછી, તેથી અધિક ભણવાની શક્તિવાળો તે બુદ્ધિમાન સાધુ ગુરુ આજ્ઞાથી ગુરુને જે ઇષ્ટ હોય (જેની પાસે ભણવા મોકલે.)