________________
૧૭૦
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
मूलम् - "अप्राप्तोऽनुक्तकायादि - रज्ञातार्थोऽपरीक्षितः ।
અનુપસ્થાપનીયોડાં, ગુરુ પાપમUT T૨૦૮ના ગાથાર્થ : જે ઉપસ્થાપના માટે કહેલા દીક્ષા પર્યાયને પામ્યો ન હોય, જેને પૃથ્વીકાયાદિ છકાય જીવોનું, મહાવ્રતોનું અને તેના અતિચાર વગેરેનું જ્ઞાન આપ્યું ન હોય કે આપવા છતાં તે તે અર્થને જે સમજ્યો ન હોય અથવા સમજવા છતાં જેની પરીક્ષા ન કરી હોય, તેવા શિષ્યની ઉપસ્થાપના પાપભીરુ ગુરુએ નહિ કરવી.
ટીકાનો સંક્ષેપભાવાર્થ ઃ ઉપસ્થાપનાને (મહાવ્રતોને ઉચ્ચરાવવા માટે) અયોગ્ય સાધુનું વર્ણન કરતાં કહે છે કે - જેનો દીક્ષા પર્યાય ઓછો હોય, દીક્ષા પર્યાય પૂર્ણ થવા છતાં જેને શકય જીવોનું સ્વરૂપ, મહાવ્રતો, વ્રતોના અતિચાર, ચરણ અને કરણ સિત્તરી વગેરેનું જ્ઞાન ન અપાયું હોય અથવા અપાયા છતાં જે સમજ્યો ન હોય અને સમજ્યો હોય તો તેનામાં વ્રતોનું પાલન કરવાનો પરિણામ પ્રગટ્યો છે કે નહિ, એ માટે પરીક્ષા ન કરાયો હોય, તે પણ ઉપસ્થાપનાને અયોગ્ય સમજવો, કારણ કે પકાયાદિના જ્ઞાન અને વ્રતપાલનની પરિણાતિ પ્રગટ્યા વિના ચારિત્ર પાળી શકાય જ નહિ. અયોગ્ય શિષ્યને પાપભીરુ ગુરુએ મહાવ્રતો ઉચ્ચરાવવાં નહિ, કારણ કે આવા અયોગ્ય શિષ્યમાં ઉપસ્થાપના કરવાથી આજ્ઞાભંગ, અનવસ્થા, વ્રતાદિની વિરાધના અને મિથ્યાત્વાદિ દોષો લાગે છે.
આ ઉપસ્થાપનાની જઘન્યા, મધ્યમ અને ઉત્કૃષ્ટા એમ ત્રણ ભૂમિકાઓ છે. જઘન્યા ભૂમિકા સાત રાત્રિ-દિવસની, મધ્યમા ચાર મહિનાની અને ઉત્કૃષ્ટ છે મહિનાની. તેમાં પૂર્વે બીજા ક્ષેત્રમાં (અન્ય ગચ્છમાં) દીક્ષિત થયેલો હોય તેવા જુના દીક્ષિતને તો (ષકાયાદિના જ્ઞાનથી યુક્ત હોય એ કારણે) ઇન્દ્રિઓનો વિજય કરવા માટે જઘન્યા ભૂમિ અને બુદ્ધિથી હીન-અશ્રદ્ધાળુ એવા શિષ્યને માટે ઉત્કૃષ્ટા ભૂમિ સમજવી. મધ્યમા પણ બોધિ વિનાના અશ્રદ્ધાળુ માટે જ સમજવી. પણ પૂર્વે કહેલી જઘન્યાની અપેક્ષાએ તે મોટી અને ઉત્કૃષ્ટાની અપેક્ષાએ ઓછી (ટુંકી) હોય એમ ભેદ સમજવો. પરિણતબુદ્ધિવાળા નૂતનદીક્ષિતને પણ ઇન્દ્રિયજય કરવા માટે મધ્યમા ભૂમિ જ સમજવી.
સ્વયોગ્યભૂમિને પ્રાપ્ત ન થયેલાની ઉપસ્થાપના કરવાથી કે પ્રાપ્ત થયેલાની નહિ કરવાથી ગુરુને મોટો દોષ લાગે છે. ભૂમિને પ્રાપ્ત-અપ્રાપ્તિ એવા પિતા-પુત્ર વગેરેનો કલ્પ ભાષ્યમાં કહેલો ક્રમ, પંચવસ્તુક ગ્રંથથી જાણી લેવો. સામાન્યથી પિતા અને પુત્ર સાથે દીક્ષા લીધી હોય અને બંને ઉપસ્થાપનાને યોગ્ય હોય તો, તે