________________
૧૭૨
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
(૪) ઉપનય : એકેન્દ્રિયવાળા પૃથ્વીકાય વગેરે તેવા છે. (૫) નિગમન : માટે તે (એકેન્દ્રિયવાળા પૃથ્વીકાયાદિ) જીવ છે. આ રીતે પૃથ્વીકાયાદિમાં જીવની સિદ્ધિ પંચાવયવયુક્ત અનુમાન વાક્યથી કરી. ટુંકમાં તથાવિધ કર્મવિપાકથી કાન વગેરે ઇન્દ્રિયોનું આવરણ થવાથી તે ઇન્દ્રિયના અભાવે પણ બહેરા-અંધ વગેરે અજીવ નથી, તેમ એકેન્દ્રિય પણ અજીવ નથી એમ ભાવાર્થ સમજાવવો.
આ રીતે બેઇન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના જીવોમાં જીવંત્વ સિદ્ધ કરવું. કોઈ એમ કહે કે બહેરા-અંધ વગેરેની બાહ્ય ઇન્દ્રિય દેખાય છે તેથી તેને જીવ માનવો ઊચિત છે પરંતુ એકેન્દ્રિયમાં તો બાહ્ય ઇન્દ્રિય દેખાતી નથી માટે જીવ કેવી રીતે મનાય ? તેથી તમારું દૃષ્ટાંત ખોટું છે. તેના પ્રતીકાર માટે કહી શકાય કે ચતુરિન્દ્રિય વગેરે જીવોને કર્મવિપાકથી કાન વગેરે નથી જ, તો પણ તે ચાર ત્રણ કે બે ઇન્દ્રિયવાળા પણ સર્વ જીવો છે અને સર્વ દર્શનવાળાઓ જીવ માને પણ છે. વિવાદ તો માત્ર એકેન્દ્રિયમાં જીવત્વ માનવામાં જ છે. તેને બીજી રીતે પણ સમજાવવો કે - પૃથ્વી, પરવાળાં, લવણ, પત્થર વગેરે પાર્થિવ પદાર્થો પણ સજીવ જ છે. કારણ કે તેને છેદવા છતાં માંસના અંકુરની જેમ તેવા જ અંકુરાઓ પુનઃ ઉગતા પ્રગટ દેખાય છે. અનુમાન પ્રમાણનો પ્રયોગ આ રીતે કરાય ‘જેમ જીવતા પંચેન્દ્રિયના શરીરમાંથી કપાયેલું માંસ પુન: પૂરાય છે, તેમ પૃથ્વી, ૫૨વાળાં વગેરે પણ કાપવા (ખોદવા) છતાં પુન: પૂર્ણ થાય છે. (ઉગે છે) માટે તેઓનું જીવપણું સિદ્ધ છે (૧). પાણીમાં (જલમાં) જીવત્વ આ રીતે સિદ્ધ છે. જેમકે પૃથ્વીનું (કુવાદિનું) પાણી સચિત્ત (જીવવાળું) છે. કારણ કે ભૂમિ ખોદતાં દેડકાની જેમ તે સ્વાભાવિક પ્રગટે છે, જેમ ભૂમિ ખોદતાં દેડકાંની ઉત્પત્તિ સ્વાભાવિક છે. તેમ પૃથ્વી ખોદતાં પાણીની સંભાવના પણ સ્વાભાવિક છે અથવા “વરસાદનું પાણી સજીવ-જીવ છે” કારણ કે જેમ સ્વાભાવિકતયા આકાશમાં ઉત્પન્ન થયેલાં માછલાઓ વરસાદમાં પડતાં દેખાય છે અને તે સજીવ છે, તે જ રીતે સ્વાભાવિકતયા ઉત્પન્ન થયેલા આકાશના પાણીનો પણ વરસાદ પડતો દેખાતો હોવાથી તે પણ સજીવ છે. અથવા ગર્ભની કલલ (રસ) અવસ્થાની જેમ તેમાં સ્વાભાવિક દ્રવત્વ (પ્રવાહીપણું) છે. અર્થાત્ ગર્ભગત કલલ(રસ) સજીવ છે. તેમ પાણી પણ સજીવ છે. આ રીતે. પાણીમાં (જલમાં) જીવત્વની સિદ્ધ થાય છે. (૨)
અગ્નિમાં જીવત્વની સિદ્ધિ : ‘અગ્નિ જીવ છે. કે કારણ પુરુષની જેમ તે આહાર લેતો દેખાય છે, અથવા તેમાં વૃદ્ધિ અને વિકાર દેખાય છે.' (આમ અનુમાન પ્રયોગ કરવો.) જેમ પુરુષ આહાર કરતો અને વૃદ્ધિ પામતો દેખાય