________________
૧૭૫
શ્રમણ ધર્મ
"पढमंमि सव्वजीवा, बीए चरमे अ सव्वदव्वाइं ।
सेसा महव्वया खलु, तदेक्कदेसेण दव्वाणं ।।७९१ ।। ભાવાનુવાદ : પ્રથમ મહાવ્રતમાં ‘સૂક્ષ્મ-બાદર-ત્ર-સ્થાવર' ઇત્યાદિ સર્વ જીવોની હિંસાનો ત્યાગ કરાય છે. બીજા મહાવ્રતમાં સવ્વલ્વેલું શબ્દથી સર્વદ્રવ્યોમાં મૃષાવાદનો ત્યાગ કરાય છે. પાંચમા મહાવ્રતમાં પણ વિત્તવમસેસુ બેસુ = શબ્દથી સર્વદ્રવ્યોના પરિગ્રહનો ત્યાગ કરાય છે. માટે તે સર્વવિષયક છે. શેષ મહાવ્રતો દ્રવ્યોના અમુક એકદેશના ત્યાગવાળાં છે. જેમકે ત્રીજામાં ગ્રહણ-ધારણીય (લઈ શકાય, રાખી શકાય તેવાં) દ્રવ્યોના અદત્તાદાનનો ત્યાગ અને ચોથામાં રૂપ અને રૂપવાળા પદાર્થોના વિષયમાં અબ્રહ્મનો ત્યાગ છે અને છઠું તો મહાવ્રત નથી, રાત્રિએ અભોજનરૂપ હોવાથી તેને “રાત્રિભોજન વિરમણવ્રત” કહેવાય છે. એ પ્રમાણે નામ માત્રથી વ્રતોને કહ્યાં. ૧૧ ll
હવે તે દરેકનું લક્ષણ જણાવવાની ઇચ્છાથી પહેલા અહિંસાવ્રતનું લક્ષણ જણાવે છે. मूलम् - "प्रमादयोगतोऽशेष - जीवाऽसुव्यपरोपणात् ।
| નિવૃત્તિઃ સર્વથા યાવિવં સા પ્રથમં વ્રતમ્ ા૨૨૨ાા” ગાથાર્થ : પ્રમાદના યોગે સર્વ કોઈ જીવના પ્રાણનો નાશ કરવાનો સર્વથા માવજીવ સુધી ત્યાગ કરવો તે પહેલું વ્રત છે.
ટીકાનો સંક્ષેપ ભાવાર્થ : અજ્ઞાન, સંશય, (બુદ્ધિની વિપરીતતા રૂ૫) વિપર્યાસ, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, યોગદુષ્મણિધાન અને ધર્મમાં અનાદર એ આઠ પ્રકારનાં પ્રમાદના યોગથી = પ્રમાદથી અશેષ = સૂક્ષ્મ, બાદર ત્રસ કે સ્થાવર સર્વ જીવોના, પાંચ ઇન્દ્રિયો - ત્રણ બળ – શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દસ પ્રાણો પૈકી યથાસંભવ પ્રાણોનો વિનાશ કરવો તે હિંસા અને તેનાથી અટકવું તે અહિંસા કહેવાય. તે અહિંસા દેશથી પણ થઈ શકે છે, માટે કહે છે કે – સર્વથા = સર્વ પ્રકારે અર્થાત્ મન-વચન-કાયાથી કરવાનો કરાવવાનો અને અનુમોદવાનો એમ ત્રિવિધ-ત્રિવિધ ભાંગાથી ત્યાગ કરવો, તે ત્યાગ અમુક મર્યાદિત કાલ સુધીનો પણ થઈ શકે, માટે કહ્યું કે - “યાવજીવ’ - જીવનપર્યત એ હિંસા નહિ કરવી. (અહિંસાનું પાલન કરવું) તેને પ્રથમ “અહિંસા' મહાવ્રત કહ્યું છે.
રાગદ્વેષાદિકષાયોથી દુર્ગતિગમનરૂપ ભાવહિંસાથી આત્માને બચાવવારૂપ સ્વઅહિંસા એ જ પરમાર્થથી અહિંસા છે અને એ સાધવા માટે જ પરની અહિંસા બતાવી છે. સત્ય, ચૌર્યાદિ શેષ મહાવ્રતો આ પ્રથમ મહાવ્રતના સાધનભૂત છે.