________________
૧૭૪
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ મૂ- સેવપુર્વોર્વન્દ્ર , વ્રતોઝાર: પ્રક્ષિUT:
વિશ્વસ્તર માધ્યાન, મલ્ટીવેશન વિધિ: પારા' ગાથાર્થ : દેવ-ગુરુને વંદન કરાવવું, વ્રતો ઉચ્ચરાવવાં, ત્રણ પ્રદક્ષિણા દેવરાવવી, દિગબંધ કરવો, તપ કરાવવો, વ્યાખ્યાન કરવું અને માંડલીમાં પ્રવેશ કરાવવો એ ઉપસ્થાપનાનો વિધિ જાણવો.
ટીકાનો સંક્ષેપભાવાર્થ : આઠ સ્તુતિથી (નંદિનું) ભગવાનનું દેવવંદન અને ગુરુને દ્વાદશાવર્ત વંદન કરાવવું. અહિંસાથી રાત્રિભોજન વિરમણ સુધીનાં છ વ્રતો ઉચ્ચરાવવાં, સમવસરણ (નંદી)ને પ્રદક્ષિણા અપાવવી, સાધુ હોય તો આચાર્યઉપાધ્યાયના ભેદે બે પ્રકારનો અને સાધ્વી હોય તો તેની પ્રવર્તિની સહિત ત્રણ પ્રકારનો દિગુબંધ (નામ સ્થાપનાવિધિ) કરવો. આયંબિલ વગેરે (શક્તિ અનુસાર) તપ કરાવવો, પાંચ મહાવ્રતોના પાલન માટે શેઠની (ચાર) પુત્રવધુઓના (રોહિણીના) દૃષ્ટાંતથી ઉપદેશ કરવો અને સાત માંડલીમાં પ્રવેશ કરાવવો, એ ઉપસ્થાપનાનો વિધિ સંક્ષેપથી સમજવો.
વિસ્તૃત અર્થ પ્રાચીન સામાચારીમાંથી જાણી લેવો. સાત માંડલીમાં પ્રવેશ કરાવવા સાત આયંબિલ કરાવવાં. તે સાત માંડલીઓ આ પ્રમાણે છે.
"सुत्ते अत्थे भोअणे, काले आवस्सए अ सज्झाए । સંથારવેવ તહી, સયા મંત્રી નફો I ૬રરા” (પ્રવ. સારોદ્ધાર) ભાવાર્થ : સૂત્રમાં, અર્થમાં, ભોજનમાં, કાલગ્રહણ કરવામાં, પ્રતિક્રમણમાં, સ્વાધ્યાય પઠાવવામાં અને સંથારામાં એમ નિચ્ચે સાત કાર્યમાં સાધુને માંડલી હોય છે.
આ દરેક માંડલીમાં એક-એક આયંબિલ કરીને પ્રવેશ થઈ શકે છે. આયંબિલ વિના પ્રવેશ થઈ શકતો નથી. તે સંબંધી વિધિ અન્યગ્રંથોથી જાણી લેવી. /૧૦૯ll
આ ઉપસ્થાપના વ્રતારોપણરૂપ છે. તેથી હવે વ્રતોનું વર્ણન કરે છે. मूलम्- अहिंसा सत्यमस्तेयं, ब्रह्माऽऽकिञ्चन्यमेव च ।
મહાવ્રતાનિ પ ા, વ્રત રાત્રીવમોનનમ્ પાર૨૦મા” . ગાથાર્થ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એ પાંચ મહાવ્રતો છે. તથા રાત્રિભોજનનો ત્યાગ એ છઠું વ્રત છે. *
ટીકાનો સંક્ષેપભાવાર્થ : અન્ય અપેક્ષાએ આ વ્રતોનો વિષય મહાન (વિશિષ્ટ હોવાથી) એ પાંચેય મહાવ્રત કહેવાય છે. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે