Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
૧૭૧
બંનેની ઉપસ્થાપના સાથે કરવી. પરંતુ પિતાનો ક્ષયોપશમ ઓછો હોય અને પુત્ર યોગ્ય થઈ ગયો હોય તો પિતાને “તમારો પુત્ર નાનો થઈ જશે' ઇત્યાદિ સમજાવી, પિતા સંમત થાય તો પુત્રને પ્રથમ ઉપસ્થાપના કરી શકાય. તેમાં વિશેષ પંચવસ્તુ ગાથા ક૨૨-૯૨૩માંથી જાણી લેવું.
સ્થવિર (પિતા) ન સમજે તો ત્રણવાર પ-૫ દિવસનો વિલંબ કરવાપૂર્વક સમજાવવા, એ દરમ્યાન સ્થવિર તૈયાર થઈ જાય તો બંનેને સાથે ઉપસ્થાપવા અને તે પછી સ્થવિર તૈયાર પણ ન થાય અને અનુમતિ પણ ન આપે તો ક્ષુલ્લકની ઉપસ્થાપના કરવી. પ્રશ્ન: જે સ્થવિર સમજાવ્યો પણ ન સમજે તેનામાં સમભાવ છે લક્ષણ જેનું એવું સામાયિક ચારિત્ર જ કેવી રીતે હોઈ શકે ?
ઉત્તર : સામાયિક ચારિત્રવાળો પ્રજ્ઞાપનીય (સમજાવ્યો સમજે તેવો) હોય જ તે મત નિશ્ચયનયનો છે. વ્યવહારનયે તો અશુદ્ધ ચારિત્રના સદ્ભાવમાં તેવો સંભવ છે, કારણ કે સામાયિક હોવા છતાં તેને અતિચારના કારણભૂત સંજ્વલન કષાયનો ઉદય ન હોય તેવો મત વ્યવહારનયનો નથી. વ્યવહારનયે તો દુરાગ્રહીને અને પ્રતિપાતિ (અધ્યવસાય ચાલ્યા જવાવાળા) સામાયિકવાળાને પણ ચારિત્ર માન્યું છે. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે એક જ ભવમાં સમ્યકત્વસામાયિક, શ્રુતસામાયિક અને દેશવિરતિ સામાયિકના (પ્રાપ્તિ અને પતનરૂપ) આકર્ષો ઉત્કૃષ્ટથી સહસ્ત્રપૃથકત્વ (બે થી નવ હજાર સુધી) અને સર્વવિરતિચારિત્રના આકર્ષો શતપૃથત્વ (બસોથી નવસો) સુધી થાય. તે પછી આવેલાં તે તે સમ્યક્તાદિ જાય નહિ અને ગયાં હોય તે આવે. '
આમ રાજા-મંત્રી, પિતા-પુત્ર, માતા-પુત્રી, શેઠ-નોકર વગેરે સાથે દીક્ષિત થયેલા ને જ્યાં પરસ્પર મોટું અંતર પડતું હોય તો ત્યાં લોકવિરોધથી અનુમાન કરીને વર્તન કરવું. વિશેષ પંચવસ્તુથી જાણવું.
છકાય જીવોનું જ્ઞાન શિષ્યને કરાવવાનું હોય છે. તેનો વિધિ આ પ્રમાણે છે – ષકાયાદિના જ્ઞાન વિના ઉપસ્થાપના કરવાથી આજ્ઞાભંગાદિ દોષો હોવાથી શિષ્યને પ્રથમ હેતુ-દષ્ટાંતપૂર્વક અનુમાન પ્રમાણની શૈલીથી પકાયાદિનું જ્ઞાન કરાવવું. વાક્યશૈલી આ પ્રમાણે છે. (૧) પ્રતિજ્ઞા : એક ઇન્દ્રિયવાળા પૃથ્વીકાયાદિનું પણ જીવો છે. (૨) હેતુ : શેષ ઇન્દ્રિયોના અભાવે પણ તેઓને સ્પર્શન ઇન્દ્રિય છે. (૩) દૃષ્ટાંત જે જે રસના વગેરે શેષ ઇન્દ્રિયોના અભાવમાં પણ સ્પર્શન ઇન્દ્રિયવાળા હોય તે તે પૃથ્વીકાય, અપકાય વગેરે જીવ કહેવાય છે. જેમ હણાયેલી પણ ઘાણરસના-આંખ-કાન ઇન્દ્રિયવાળો અંધ - બહેરો વગેરે પણ જીવ છે તેમ.”