________________
શ્રમણ ધર્મ
૧૭૯
સમજવું. એ બેનો વિવેક બૃહત્કલ્પ, વ્યવહાર વગેરે ગ્રંથોમાં છે, તે તેમાંથી જાણવો. અહીં તો માત્ર ઉત્સર્ગ-અપવાદનો સમ્યગ્ ભેદ સમજાવનારી સામાચા૨ી તે પવિભાગ સમાચારી. તે નિમત્તની આલોચના અને પ્રાયશ્ચિત્ત વગેરે કહેવાનું છે, તે ઉપસ્થાપના અધિકારની પછી કહીશું. ||૧૦૫
સામાચારીનો અધિકાર પૂર્ણ કરીને હવે ઉપસ્થાપના કહે છે - એ ત્રણ પ્રકારની સામાચારીને આરાધનારા આત્મામાં ઉપસ્થાપનાની એટલે છેદોપસ્થાપના નામના બીજા ચારિત્રની યોગ્યતા પ્રગટે છે. તે જણાવતાં કહે છે કે
मूलम् - एवमाराधयन् सामाचारीं सर्वात्मना यतिः । भवेदुपस्थापनार्हः, सा च कार्या यथाविधि ।। १०६।।
ગાથાર્થ : એ પ્રમાણે સામાચારીનું અખંડ આરાધન કરતો સાધુ ઉપસ્થાપના માટે યોગ્ય બને, ત્યારે તે ઉપસ્થાપના વિધિપૂર્વક કરવી.
ટીકાનો સંક્ષેપભાવાર્થ : ઉપરોક્ત સામાચા૨ીનું સર્વ પ્રયત્નથી અખંડ પાલન કરતો યતિ (જેનું સ્વરૂપ આગળ કહ્યું છે તેવો સાધુ) જેના દ્વારા વ્રતોનું આરોપણ કરાય તે ઉપસ્થાપનાને (પાંચ ચારિત્ર પૈકી બીજા ચારિત્રને) યોગ્ય બને છે. તે ઉપસ્થાપના ગુરુએ આગમમાં કહેલી વિધિ અનુસારે કરવી.
તેમાં પ્રથમ ઉપસ્થાપના માટે શિષ્યની યોગ્યતાનું સ્વરૂપ જણાવે છે કેमूलम् - ज्ञातशस्त्रपरिज्ञादि - स्त्यागादिगुणसंयुतः ।
પ્રિયધર્મા વઘમીરુ-રુપસ્થાોડવમુક્તે ।।૨૦।।"
ગાથાર્થ : ‘શસ્ત્રપરિજ્ઞા અધ્યયન' આદિ શાસ્ત્રોને અર્થપૂર્વક જેણે જાણ્યાં છે, ત્યાગ-શ્રદ્ધા-સંવેગ વગેરે ગુણોથી જે યુક્ત છે, ચારિત્રધર્મ જેને પ્રિય છે અને હિંસાદિ પાપોનો જેને ભય પ્રગટ્યો છે, તેને ઉપસ્થાપના માટે યોગ્ય કહેલો છે.
ટીકાનો સંક્ષેપભાવાર્થ : આચારાંગસૂત્રનું પ્રથમ અધ્યયન શસ્ત્રપરિજ્ઞા તથા આદિ શબ્દથી દશવૈકાલિક વગેરે આગમના અર્થ જાણ્યા હોય તે જયણામાં કુશલ બની શકે. કારણ કે જ્ઞાન વિના દયા પાળી શકાતી નથી, માટે તે યોગ્ય છે તથા પરિગ્રહપરિહારરૂપ ત્યાગ, શ્રદ્ધા, સંવેગ વગેરે ગુણોથી યુક્ત હોય તેને યોગ્ય સમજવો, ગુણોથી રહિત હોય તે અંગારમર્દકાચાર્ય વગેરેની જેમ હિંસાદિ પ્રવૃત્તિથી અટકે નહિ. વળી ચારિત્રધર્મ જેને પ્રિય હોય તથા હિંસાદિ પાપોના ભય વાળો હોય, કારણકે તે જ પાપથી અટકે. ઉક્ત ગુણવાળો ઉપસ્થાપનાને યોગ્ય જાણવો.
ઉપસ્થાપના માટે અયોગ્ય કેવો હોય તે જણાવે છે