Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
૧૬૮
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
તેની તૈયારી ન હોય તો પાછો મોકલવો. આ રીતે અનેક વિકલ્પો આવશ્યક નિર્યુક્તિથી જાણી લેવા. (૨) હવે તપ ઉપસંપદાનો વિધિ જણાવે છે.
ચારિત્રની વિશિષ્ટ આરાધના માટે કોઈ સાધુ તપ કરવા માટે ઉપસંપદા સ્વીકારે તે પણ ઇત્વરકથિક અને યાવન્કથિક એમ બે પ્રકારની છે. એમાં તપની યાવ«થત એટલે અનશન સ્વીકારનારો જાણવો અને ઇત્વરકથિક અષ્ટમાદિ વિકૃષ્ટ તપ કરનારો તથા ષષ્ઠ ભક્તાદિ અવિકૃષ્ટ તપ કરનારો એમ બે પ્રકારનો હોય. તેમાં વિધિ એવો છે કે અવિકૃષ્ટ તપ કરનાર પારણે અશક્ત થતો હોય તો સમજાવે અને તપના સ્થાને સ્વાધ્યાયાદિની પ્રેરણા આચાર્ય કરે. વિકૃષ્ટ તપવાળો પારણે અશક્ત થતો હોય તો પણ સ્વીકારવો. માસક્ષમણ અથવા અનશન હોય તેને તો અવશ્ય સ્વીકારવો. જ્યારે કોઈ તપ ઉપસંપદા સ્વીકારવા આવે ત્યારે આચાર્ય ગચ્છને પૂછી લેવું. કારણકે તપસ્વી પારણે અશક્ત થાય તો તેની યોગ્ય વૈયાવચ્ચ થઈ શકે તેમ છે કે નહિ તે પણ જાણવું જરૂરી છે. ગચ્છની અનુકુળતા ન હોય તો તેને પાછો મોકલે. વિશેષ, આવશ્યક નિર્યુક્તિથી જાણી લેવું. આ રીતે સાધુ ઉપસંપદાનું વર્ણન પૂરું થયું. “
હવે ગૃહસ્થની ઉપસંપદા માટે કહે છે. તેમાં સાધુઓની મર્યાદા છે કે - “વિહારના માર્ગ' વગેરે કોઈપણ સ્થળે સાધુને થોડો ટાઇમ વૃક્ષની નીચે રોકાવું પડે તો પણ તેના માલિકની) અનુજ્ઞા મેળવીને રહેવું અને તેનાથી ત્રીજા વ્રતની રક્ષા થાય છે. આ ગૃહસ્થની ઉપસંપદા કહી. આ પ્રમાણે સામાચારીનું વર્ણન પૂરું થાય છે.
દસ પ્રકારની ચક્રવાલ સામાચારી પણ આવશ્યક નિર્યુક્તિમાં જણાવી છે. પ્રવચન સારોદ્વારમાં તે આ રીતે જણાવેલ છે. (૧) સવાર-સાંજ વસ્ત્રાદિનું પ્રતિલેખન, (૨) વસતિની પ્રાર્થના, (૩) ભિક્ષા માટે ફરવું, (૪) આવીને ઇર્યાપથિકી પ્રતિક્રમણાદિ કરવું, (૫) ભિક્ષા આલોચવી, (૯) આહાર વાપરવો, (૭) પાત્ર ધોવાં, (૮) વડી નીતિ માટે બહાર ભૂમિએ જવું, (૯) ૨૭ અંડિલ પડિલેહવાં, (૧૦) પ્રતિક્રમણ કરવું.
આ સામાચારીનું પાલન કરનારા અનંતા ભવોનું અનંત કર્મ ખપાવે છે. ત્રીજી પદવિભાગ સામાચારી કલ્પ, વ્યવહાર નામનાં છેદ સૂત્રોરૂપ છે. એનો વિસ્તાર ઘણો હોવાથી માત્ર અહીં તેનું ટુંકાણમાં જ સ્વરૂપ કહીએ છીએ.
ઉત્સર્ગ અને અપવાદરૂપ બે પદોનો માર્ગોનો) વિભાગ તે પદવિભાગ, એમ