Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
ગાથાર્થ :
અર્ધરાત્રિક કાળ લીધા પછી ગુરુએ જાગવું અને સ્થવિરોએ શયન કરવું, નિદ્રા છોડતી વખતે પાસું ફેરવવું, પગ ટુંકા કરવા, વગેરે જયણાપૂર્વક કરવું અને ઉગ્રવિહાર કરવાના, નવું જ્ઞાન મેળવવાના, વગેર સુંદર મનોરથો કરવા.”
ટીકાર્થનો સંક્ષેપભાવાર્થ :
૧૬૧
અદ્ધરત્તી કાળગ્રહણ કર્યા પછી ગુરુએ (આચાર્ય) જાગવું અને (બીજા પ્રહરે જાગેલા) સ્થવિરોએ શયન કરવું. એ બંનેનો સાપેક્ષ યતિધર્મ છે. અર્થાત્ ગુરુએ જાગવું અને સ્થવિરોએ શયન કરવું તે રાત્રિના ત્રીજા પ્રહરનું કર્ત્તવ્ય છે.
સ્થવિરો અદ્ધરત્તી કાલગ્રહણ કરીને આચાર્યને જગાડે, તે પછી તેઓને વંદન કરીને ‘કાલશુદ્ધ (સૂઝે)' કહે અને ગુરુ તત્તિ કહે, તે પછી સ્થવિરો સુવે. પછી આચાર્ય બીજા સાધુને જગાડીને, આકાશમાં ગ્રહાદિની ગતિના નિરીક્ષણ દ્વારા કાળનો નિર્ણય કરાવે કરે. અને પોતે વૈરાત્રિકકાળનો સમય થાય ત્યાં સુધી સૂત્રઅર્થને ચિંતવે. જો અદ્ધરાત્રિક કાળ અશુદ્ધ હોય તો જાગેલા સાધુઓ પહેલાં લીધેલા શુદ્ધ પ્રાદોષિકકાળનું પ્રવેદન કરીને સ્વાધ્યાય કરે, એમ આગળ વૈરાત્રિક(વેરત્તિ)કાળ અશુદ્ધ હોય તો તેની પહેલાં લીધેલા અદ્ધત્તિ કાળનું પ્રવેદન (પવેયણું) કરીને સ્વાધ્યાય કરે, પરંતુ પ્રાભાતિક (પાભાઈ) કાળ અશુદ્ધ હોય તો તેનું જ નિવેદન કરીને પણ સ્વાધ્યાય કરે, એટલો પ્રાભાતિક માટે અપવાદ સમજવો.
હવે જાગવાનો વિધિ જણાવે છે કે - ઉર્તનાદિ યતનાપૂર્વક ક૨વું, (ઉર્જાના = એક પડખેથી બીજે પડખું ફરવું. પરિવર્તના = પુન: મૂળ પડખે ફરવું. આકુંચન = પગ સંકોચવા) ઇત્યાદિ કરતાં શરીર અને સંથારાને પ્રમાર્જવારૂપ યતના કરવી.
તથા યતિદિનચર્યામાં કહ્યું છે કે ત્રીજા પ્રહરે જાગેલા સાધુઓ સંયમના પાલનમાં અપ્રમાદ, નવું સૂત્રાદિનું અધ્યયન, નિરતિચાર ચારિત્ર પાળવું. વગેરે ઉત્તમ મનોરથો કરે. તથા ઉપાશ્રયના બારણાની ચિંતા (ચોકી) કરે, તે વખતે ગુરુ પણ તત્ત્વનું ચિંતન કરે. ||૧૦૧॥
ચોથા પ્રહરના કર્ત્તવ્યને કહે છે કે
मूलम् - " प्राप्ते चतुर्थयामे तु, विश्रामणकृतिर्गुरोः ।
વિરાધૈર્નારા, તંત્ર વૈરાત્રિવ્રજ્ઞ: ૫૦૨"