________________
શ્રમણ ધર્મ
૧પ૯
ટીકાનો સંક્ષેપભાવાર્થ : આચાર્ય, ગ્લાન, પ્રાથૂર્ણક, વૃદ્ધ વગેરેની વિશ્રામણા અર્થાત્ થાક દૂર કરવો, શરીર દાબવું વગેરે સેવા કરતાં અને તે કાર્ય ન કરવાનું હોય તો સ્વાધ્યાય કરતાં રાત્રિનો પ્રથમ પ્રહર પસાર કરી (આગળ સ્વરૂપ કહેવાશે તે રીતે) શયન કરવું તે સાપેક્ષ યતિધર્મ છે. સંથારો પણ ગુરુનો આદેશ મેળવી વિધિપૂર્વક કરવો.
યતિદિનચર્યામાં કહ્યું છે કે ઉપરોક્ત કહેલા કાર્યો કરીને સંથારા પોરિસી ભણાવે. સંથારા પોરિસીની વિધિ પ્રતીત છે. સામાન્યત: સંથારો પ્રત્યેક સાધુને પહોળાઈમાં ત્રણ હાથ પ્રમાણ કરવો. આ માપ પ્રમાણયુક્ત વસતિને આશ્રયને જાણવું. વસતિને આશ્રયીને નાનો પણ કરવાનો હોય છે. આચાર્યને પવન વિનાની, વધુ પવનવાળી અને મધ્યમ પવનવાળી એમ ત્રણ પૈકી ઇષ્ટભૂમિમાં સંથારો કરવાની છૂટ છે, બાકીના સાધુઓને ત્રણ પૈકી કોઈ એક જ પ્રકારની ભૂમિએ સંથારો કરવાનો વિધિ છે. વસતિ મોટી હોય તો સાધુઓએ વેરેલાં પુષ્પોની જેમ, નાની હોય તો માંડલી બદ્ધ અને પ્રમાણોપેત હોય તો શ્રેણીબદ્ધ સંથારો કરવો. વિશેષ ઓઘનિર્યુક્તિથી જાણી લેવું. રાત્રે પાત્રા-ઉપાધિ સાથે જ રાખવાની હોય છે તથા ઓશનિયુક્તિમાં કહ્યું છે કે સ્ત્ર પોરિસીનું કાર્ય સમુદાયથી (સાથે) કરવું, “આસજ્જ અને નિસીહિ શબ્દો ન કહેવા, ખાંસી આવતાં (ખોંખારાનો) શબ્દ કરવો, ભૂમિની પ્રાર્થના હાથે ફેરવીને ન કરવી અને વૈરાત્રિક (વરત્તિ) કાળ જયણાપૂર્વક લેવો. આ રીતે સંથારો પાથરીને શિષ્યો ગુરુની પાસે આવીને સંથારા પોરિંસીના આદેશ માંગી સંથારા પોરિસી ભણાવે. ત્યારબાદ ભુજા (હાથ)નું ઓશીકું કરીને ડાબા પડખે શયન કરે, તેમાં કુકડીની જેમ પગ ઊંચે લાંબા કરે. ઊંચે પગ લાંબા ન રાખી શકે તો સંથારાને પ્રમાર્જિને બે પગ તેમાં મૂકે, પુન: પગ ટુંકા કરે ત્યારે સાથળના સાંધાઓ વગેરેને પ્રમાર્જીને ટુંકા કરે. અને પાસું બદલતાં કાયાને પ્રમાર્જે – એ શયન કરવાનો વિધિ જાણવો.
રાત્રે વચ્ચે લઘુનીતિની શંકા પડે તો ભય જેવું ન હોય તો એકલો, નહીંતર બે સાધુ લઘુનીતિ માટે વસતિની બહાર નીકળી શંકા ટાળી, પુન: આવી ‘ઇરિયાવહિ.' પ્રતિક્રમણ કરે, પછી ઓછામાં ઓછી ત્રણ ગાથાનો સ્વાધ્યાય કરી, તેમ અશક્ય હોય તો ગાથાનો સ્વાધ્યાય કર્યા વિના પુનઃ સુવે.
ઉત્સર્ગથી તો સાધુ કંઈ પણ ઓલ્યા વિના જ સુવે, તેમ ન કરી શકે તો એક કપડો : ઓઢીને સુવે, તેમ પણ ન કરી શકે તો બે કપડાં અને તેમ પણ કરવા અસમર્થ હોય તો ત્રણ કપડા ઓઢીને શયન કરે, તેમ કરવા છતાં શીતઋતુમાં ઠંડી વધારે હોય ત્યારે