Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
ગાથાર્થ : ચોથો પ્રહ૨ શરૂ થાય ત્યારે સ્થવિર, બાળ, વૃદ્ધ વગેરે સઘળાઓએ જાગીને ગુરુની વિશ્રામણા કરવી અને ચોથા પ્રહ૨માં વૈરાત્રિક (વેરત્તિ) કાળગ્રહણ કરવું.
૧૬૨
ટીકાનો સંક્ષેપ ભાવાર્થ : ઉપરોક્ત ગાથાર્થમાં જણાવેલા બંને કાર્યો સાપેક્ષ યતિધર્મ છે. ચોથા પ્રહરમાં ગુરુ પુન: સુવે તે મૂળ શ્લોકમાં કહ્યું ન હોવા છતાં પણ સમજી લેવું. ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે કે ત્રીજો પ્રહર પૂર્ણ થતાં તે કાળનો પ્રતિચારક સાધુ આચાર્યને ‘સમય આવ્યો' એમ જણાવીને વૈરાત્રિકકાળને ગ્રહણ કરે, આચાર્ય પણ કાળનું પ્રતિક્રમણ કરીને પુન: સુવે, ત્યારે જે સુતેલા હોય તે (સ્થવિર-બાળવૃદ્ધ વગેરે) સઘળા મુનિઓ જાગીને પ્રાભાતિક (પાભાઈ) કાલગ્રહણ કરવાની વેળા થાય ત્યાં સુધી વૈરાત્રિક સ્વાધ્યાય કરે. (સજ્ઝાય પઠાવે) તે પછી એક સાધુ ઉપાધ્યાયને અથવા બીજા વડીલની અનુમતિ મેળવીને પ્રાભાતિક (પાભાઈ) કાળગ્રહણ કરે. ૧૦૨॥
ચોથા પ્રહ૨નું શેષ કર્ત્તવ્ય જણાવતાં કહે છે કે
मूलम् : ततः स्वाध्यायकरणं, यावत्प्राभातिकक्षणम् । નૃત્યેવં વિનચર્યાવા-શ્ર્વરનું શુભવો ત:।।૦રૂ।
ગાથાર્થ : તે વૈરાત્રિક કાળગ્રહણ કર્યા પછી પ્રાભાતિક કાળગ્રહણનો સમય થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો. એ પ્રમાણે દિનચર્યાને કુશળ યોગોથી કરવી.
ટીકાનો સંક્ષેપ ભાવાર્થ : વૈરાત્રિક કાળગ્રહણ કર્યા પછી સ્વાધ્યાય કરવો તે સાપેક્ષ યતિધર્મ છે. તે સ્વાધ્યાય પ્રાભાતિક કાળગ્રહણનો સમય થાય ત્યાં સુધી કરવો. આ સ્વાધ્યાય ચોથા પ્રહરે જાગ્યા પછી કુસુમિણ દુસુમિણનો કાઉસગ્ગ વગેરે વિધિ કરીને પછી કરવો.
આ રીતે દિવસ અને રાત્રિનું કહેલું કર્ત્તવ્ય તે તે પ્રકારે કહેવું તે સાપેક્ષ યતિધર્મ છે.
આમ અહીં સુધી દિનચર્યાનું વર્ણન ક૨વા દ્વારા તેના અંગભૂત (૧) પ્રતિલેખના (૨) પિંડ (૩) ઉપધિ અને (૪) અનાયતનના ત્યાગ રૂપ ઓઘસામાચારીમાં કહેલા ચાર દ્વા૨ોનું વર્ણન કર્યું. બાકી રહેલા અતિચાર-આલોચના અને પ્રાયશ્ચિત્તરૂપ ત્રણ દ્વારો તે તે સ્થાને કહીશું. આ પ્રમાણે ઓઘસામાઁચારીનો ક્રમ જણાવ્યો.
હવે દશધા અને પદિવભાગ એ બે સામાચારીનું સ્વરૂપ જણાવતાં કહે છે કે