Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
૧૪૯
આચાર્યને ઉપયોગી વિદ્યા જેમાં વર્ણવેલ છે તે ગ્રંથનું નામ પણ ‘ગણિવિદ્યા.’ અર્થાત્ દીક્ષા આપવી વગેરે કાર્યોમાં ઉપયોગી શુભ તિથિ, કરણ, નક્ષત્ર વગેરે જ્યોતિષનું અને લક્ષણાદિ નિમિત્તોનું જ્ઞાન કરાવનાર ગ્રંથ વિશેષ. (૧૯) વિદ્યાવરિિનશ્ચય: = વિદ્યા (= સમ્યગ્ જ્ઞાન) અને ચરણ (=ચારિત્ર)ના વિશેષ નિશ્ચયને જણાવના૨ ગ્રંથ. (૨૦) ધ્યાનવિમત્તિઃ = આર્ત્તધ્યાનાદિ ચાર ધ્યાનોનો વિભાગ જેમાં વર્ણવેલો છે તે ગ્રંથ. (૨૧) મરવિત્તિ: આવીચિ આદિ ૧૭ પ્રકારનાં મરણોનું જેમાં પ્રતિપાદન છે તે ગ્રંથ. (૨૨) આત્મવિશુદ્ધિઃ = જીવને ‘આલોચના-પ્રતિક્રમણ’ વગેરે પ્રાયશ્ચિત્તો દ્વારા કર્મોનો નાશ કરવારૂપે વિશુદ્ધિ ક૨વાનો જેમાં ઉપાય બતાવ્યો છે તે ગ્રંથ. (૨૩) સંòવનાશ્રુતમ્ = દ્રવ્ય અને ભાવ એમ ઉભય સંલેખનાનું પ્રતિપાદન કરનારા ગ્રંથનું નામ સંલેખનાશ્રુત. શરીર અને ધાતુઓને ક્ષીણ કરવા માટે તપ આદિનો સ્વીકાર તે દ્રવ્ય સંલેખના તથા ક્રોધાદિ કષાયોને જીતવા માટે ક્ષમાદિનો અભ્યાસ તે ભાવ સંલેખના સમજવી. (૨૪) વીતરાīશ્રુતમ્ = સરાગ અવસ્થાના ત્યાગ સહિત આત્માના વીતરાગસ્વરૂપને જણાવનારો ગ્રંથ. (૨૫) વિહારl: ‘સ્થવિરકલ્પ’ વગેરે સાધુતાના વિવિધ આચારોનું વર્ણન છે તે ગ્રંથ. (૨૬) ચરવિધિઃ = ચરણસિત્તરિને જણાવનારો ગ્રંથ. (૨૭) આતુરપ્રત્યાઘ્યાનમ્ = આતુર
= જેમાં
ક્રિયા ક૨વામાં અશક્ત બનેલો ગ્લાન), તેનું પચ્ચક્ખાણ જે ગ્રંથમાં છે તે ‘આઉર પચ્ચક્ખાણ’ ગ્રંથ. ગીતાર્થ ગુરૂ વડે ગ્લાનને પ્રતિદિન આહારાદિ દ્રવ્યોના ત્યાગ કરાવતા ક્રમે કરી ભોજનની ઇચ્છાથી નિવૃત્તિ અને અન્તે ચારે આહારને ત્યાગ કરાવવાના વિધિને જણાવતો ગ્રંથ. (૨૮) મહાપ્રત્યાઘ્યાનમ્ = મોટા પ્રત્યાખ્યાનનું વર્ણન જેમાં છે તે ગ્રંથ. એમાં સ્થવિકલ્પ અને જિનકલ્પનું પૂર્ણ પાલન કરીને અંતે સ્થવિકલ્પિક મુનિ બાર વર્ષ સુધી સંલેખના કરીને અને જિનકલ્પિક સાધુ વિહાર કરવા છતાં યથાયોગ્ય સંલેખના કરીને છેલ્લે ‘ભવરિમ’ નામનું મહાપચ્ચક્ખાણ કરે, તેનું વિસ્તારથી વર્ણન જેમાં છે તે ગ્રન્થ. (અહીં જે ઉત્કાલિક શ્રુતના અઠ્ઠાવીસ નામો કહ્યાં તે ઉપલક્ષણરૂપે જાણવાં. અર્થાત્ એટલું જ ઉત્કાલિક શ્રુત છે એમ નહિ સમજવું.) સર્વસ્મિપિ તસ્મિન્ ગાવાઘે તાહિ = આ ઉપરોક્ત સર્વ પ્રકરના અંગબાહ્ય ઉત્કાલિક શ્રુતમાં કે જે સૂત્ર-અર્થ-ગ્રન્થ, નિર્યુક્તિ અને સંગ્રહણીથી સહિત છે... વગેરે આવશ્યકશ્રુતની જેમ (પૂર્વવત્) જાણી લેવું.
હવે કાલિકશ્રુતની સ્તુતિ કરે છે.
=
“नमो तेसिं खमासमणाणं जेहिं इमं वाइयं अंगबाहिरं कालियं भगवंतं, तं जहा उत्तरज्झयणाई दसाओ कप्पो ववहारो इसिभासियाई निसीहं महानिसीहं जंबूद्दीवपण्णत्ती चंदपण्णत्ती सूरपण्णत्ती दीवसागरपण्णत्ती खुड्डियाविमाणपविभत्ती महल्लियाविमाणपविभत्ती अंगचूलियाए वग्गचूलियाए