________________
શ્રમણ ધર્મ
૧૫૩
ગણિપીટક શ્રુત” અમોને આપ્યું છે. અહીં દ્વાદશમ્ = એટલે બાર અંગોનો સમૂહ તથા નિપીટ# =આચાર્યની પેટી = આગમવચનરૂપ રત્નોની પેટી. તેનાં નામો આ પ્રમાણે છે. (૧) મોવીર: = જ્ઞાનાદિ ગુણસાધક આચારોને જણાવનારો ગ્રંથ. (૨) સૂત્રકૃતમ્ = સૂયગડાંગ = માત્ર સૂચન કરે તેવા સૂત્રોનો સંગ્રહ, સ્વ-પર દર્શનનું સ્વરૂપ વગેરે સકલ પદાર્થોને જણાવનારો ગ્રંથ. (૩) ચા = સ્થાનાંગસૂત્ર, એકથી દસ પર્વતના આત્મા વગેરે પદાર્થોનાં સ્થાનોને (સ્વરૂપને) જણાવનારો ગ્રંથ. (૪) સમવાય: = સમવાયાંગસૂત્ર, જેમાં જીવાજીવાદિ પદાર્થોનું સમ્મતિયા વિસ્તારથી વર્ણન છે તે ગ્રંથ. (૫) વિવાહપ્રજ્ઞ: = ‘ભગવતી સૂત્ર' જેમાં શ્રીગૌતમ મહારાજાએ શ્રીવીરપરમાત્માને પૂછેલા પ્રશ્નોના ઉત્તરોરૂપે અનેકવિધ વિષયોનું ગંભીર વર્ણન કરેલું છે તે ગ્રંથ. (૬) જ્ઞાતાધર્મથી: = દૃષ્ટાંતો (જ્ઞાત) દ્વારા ધર્મકથાને જાણવનારો ગ્રંથ. (૭) ૩પસિશ: = ઉપાસક = શ્રમણોપાસક (શ્રાવક), તેની ક્રિયા વગેરેનું જેમાં વર્ણન છે તે ગ્રંથ ઉપાશકદશા. (૮) મન્ત : = કર્મોનો અથવા કર્મના ફળરૂપ સંસારનો અંત જેઓએ કર્યો છે, તે શ્રી તીર્થકરો વગેરે અન્નકૃતોનું પહેલા વર્ગનાં દસ અધ્યયનોમાં વર્ણન હોવાથી તે ગ્રંથનું નામ અંતકતદશા કહેલું છે. (૯) અનુત્તરપતિશી: = સર્વાર્થસિદ્ધ વગેરે પાંચ વિમાનોમાં ઉત્પન્ન થનારા (અનુત્તરવાસી) દેવતાઓનું વર્ણન જેમાં છે, તે ગ્રંથ દસ અધ્યયનવાળો હોવાથી તેનું નામ અનુત્તરોપપાતિકદશા છે. (૧૦) પ્રશ્નાર = પ્રશ્ન અને વ્યાકરણ (એટલે - સમાધાન વચનો) રૂપે રચેલો ગ્રંથ તે પ્રશ્નવ્યાકરણ. (૧૧) વિપાશ્રુતં = શુભાશુભ કર્મોના વિપાકો (ફળ)ને જણાવનારો ગ્રંથ. (૧૨) દૃષ્ટિવાવઃ = સર્વદર્શનોની ભિન્ન-ભિન્ન દૃષ્ટિઓ (અર્થાત્ સર્વનયોરૂપી ભિન્ન-ભિન્ન દૃષ્ટિઓ - અપેક્ષાઓ) જેમાં કહેલી છે તે ગ્રંથ. આ રીતે બાર અંગે જાણવાં. સર્વસ્પિન્નધ્યેતશ્મિન દ્વારા નિપિટ માવતિ = ભગવત્ એવું આ ગણિપિટક અર્થાત્ બાર અંગોરૂપ સર્વદ્વાદશાંગી, તેમાં... વગેરે પૂર્વવત્ |
(આ પ્રમાણે સામાન્યથી શાસ્ત્રોના માત્ર નામ કહ્યા, તેનાં ભેદો, વિષયો, અધ્યયનો, ઉદ્દેશા વગેરેનું વર્ણન ગ્રંથવિસ્તારના ભયથી કરેલ નથી, તે અન્યગ્રંથોથી જાણી લેવું.)
હવે આ શ્રુતને આપનારા તથા પાલન કરનારાઓને નમસ્કાર કરવા માટે તથા પોતાના પ્રમાદનું “મિચ્છામિ દુક્કડ' આપવા માટે કહે છે કે
"नमो तेंसिं खमासमणाणं जेहिं इमं वाइयं दुवालसंगं गणिपिडगं भगवंतं सम्मं काएण (णं) फासंति पालंति पूरंति सोहंति तीरंति किटृति सम्मं आणाए आराहंति, अहं च ना(णा) રામિ તરસ મિચ્છામિ દુક્કડું !”