________________
૧૪૮
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
(શ્રુત) અમોને આપ્યું અથવા સૂત્રાર્થ ઉભયતયા રચ્યું. તે શ્રુતના નામો આ પ્રમાણે છે. (૧) રાષ્ટિમ્ = દશવૈકાલિક શ્રીશäભવસૂરિજીએ પોતાના પુત્રશિષ્ય મનકને માટે પૂર્વમાંથી ઉદ્ધરેલું, દશ અધ્યયનો હોવાથી અને મધ્યાહ્ન પછી સૂર્યાસ્ત પહેલાં” એમ વિકાળ વેળાએ રચેલું હોવાથી દશવૈકાલિક. શ્રીસંઘની વિનંતિથી ભાવિજીવોનાં ઉપકારાર્થે તેનો ઉપસંહાર ન કરતાં વિદ્યમાન રાખ્યું તે. (૨)
ત્પામ્િ = કથ્ય અને અકથ્ય ભાવોનો વિવેક જેમાં બતાવેલ છે તે કલ્પાકલ્પ કે કથ્થાકથ્ય ? (૩) સુન્ધશ્રુતં (૪) મહત્વશ્રુતં = જેમાં અનુક્રમે અલ્પતાથી અને વિસ્તારથી આચારોનું વર્ણન છે, તે લઘુકલ્પસૂત્ર અને બૃહત્કલ્પસૂત્ર. (૫) મોપતિમ્ = ઉપપાત એટલે દેવ-નારકપણે ઉત્પન્ન થવું કે આત્માનું સિદ્ધસ્થાને જવું. તે ઉપપાતને ઉદ્દેશીને રચાયેલું તે ઔપપાતિક. તે આચારાંગસૂત્રનું ઉપાંગ છે. (૯) રાનશ્રીયમ્ = પ્રદેશી રાજાના પ્રશ્નોના ઉત્તરોના સંગ્રહરૂપે રચાયેલું, બીજા સૂત્રકૃતાંગ સૂત્રનું ઉપાંગ છે, (૭) નીવામિ = જીવાદિનું વર્ણન છે તે ત્રીજા શ્રીસ્થાનાંગસૂત્રનું ઉપાંગ છે. (૮) પ્રજ્ઞાપના અને (૯) મહાપ્રજ્ઞાપના = જેમાં જીવાદિનું નિરૂપણ સામાન્યથી અને વિસ્તારથી છે, તે અનુક્રમે પ્રજ્ઞાપના અને મહાપ્રજ્ઞાપના સૂત્ર ચોથા શ્રી સમવાયાંગસૂત્રના ઉપાંગો છે. (૧૦) નન્દી = નંદીસૂત્ર કે જેમાં પાંચ જ્ઞાનનું સ્વરૂ૫ વર્ણવેલું છે. (૧૧) મનુયોગદાળ = અનુયોગ(વ્યાખ્યાન)નાં ઉપક્રમ-નિક્ષેપ-અનુગમ અને નય” એ ચાર કારોનું સ્વરૂપ જણાવનાર અનુયોગદ્વાર સૂત્ર. (૧૨) રેવેન્દ્રસ્તવ: = દેવોના ઇન્દ્રના ભવનું, આયુષ્યનું વગેરેનું વર્ણન છે તે દેવેન્દ્રસ્તવ (૧૩) ત—વૈવારિક્રમ્ = સો વર્ષના આયુષ્યવાળા પુરુષને પ્રતિદિન ભોગ્ય તંદુલ (ભાત)ની સંખ્યાનો જેમાં વિચાર કરેલો છે તે તંદુલવૈચારિક ગ્રંથ. (૧૪) વન્દ્રાવેણ્યમ્ = (ચન્દ્ર એ રાધા નામની યાંત્રિક પુતળીની આંખની કીકી, તેનો મર્યાદાપૂર્વક વેધ તે “રાધાવેધ' જાણવો. તેની ઉપમા દ્વારા મરણ સમયની આરાધનાને જણાવનારો “ચન્દ્રાવેધ્યક” નામનો એક ગ્રંથ. (૧૫) પ્રમાવાઈપ્રમાલિમ્ = પ્રમાદ અને અપ્રમાદનું સ્વરૂપ, બંનેનો ભેદ, ફળ અને તેથી થનારો સુખ-દુ:ખનો અનુભવ વગેરેને જણાવનારો “પ્રમાદાપ્રમાદ” નામનો એક ગ્રંથ. (૧૬) પૌષિમ_ત્રમ્ = પ્રતિદિનની *પોરિસીના સમયનું જેમાં નિરૂપણ છે તે ગ્રંથ. (૧૭) મ03જીપ્રવેશ: = જેમાં ચંદ્રનો અને સૂર્યના દક્ષિણ-ઉત્તર દિશાનાં માંડલામાં પ્રવેશ વર્ણવેલો છે તેથી તે ગ્રંથને પણ “મંડલપ્રવેશ' ગ્રંથ કહ્યો છે. (૧૮) વિદ્ય = ગણીને એટલે કે
સર્વ વસ્તુની સ્વ સ્વ પ્રમાણ છાયા થાય ત્યારે પૌરૂષી (પુરુષ પ્રમાણ છાયાવાળો સમય) થાય, આવું પ્રમાણ ઉત્તરાયન અને દક્ષિણાયનમાં એક એક દિવસે જ આવે તે પછી ૮/૧૧ આંગળ દક્ષિણાયનમાં પ્રતિદિન વધે અને ઉત્તરાયનમાં પ્રતિદિન ઘટે, એમ સૂર્યના પ્રત્યેક માંડલ પોરિસીનો સમય જુદો જુદો હોય છે તે આ ગ્રંથમાં જણાવેલ છે.