Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
૧૨૯
(વિરતિ) કરવાનું કહ્યું છે. હે ભગવંત ! તે સર્વ મૈથુનનો હું ત્યાગ કરું છું. તેમાં દેવ-દેવીના વૈક્રિય શરીર સંબંધી, મનુષ્ય સ્ત્રી કે પુરૂષના શરીર સંબંધી અને તિર્યંચજીવોના શરીર સંબંધી, એમ કોઈપણ મૈથુનને હું સ્વયં સેવું નહિ, બીજા દ્વારા સેવરાવું નહિ, કે બીજા સ્વયં સેવનારાઓને પણ હું સારા માનું નહિ, (એ મર્યાદા મારે) જાવજીવ સુધી છે” વગેરે પૂર્વવત્.
“તે મૈથુન ચાર પ્રકારનું છે. દ્રવ્યથી-ક્ષેત્રથી-કાલથી અને ભાવથી.” “તેમાં દ્રવ્યથી મૈથુન રૂપોમાં અર્થાત્ નિર્જીવ પ્રતિમાઓમાં અથવા જેને આભૂષણાદિ ન હોય તેવાં રૂપો-ચિત્રોમાં આસક્તિ, તથા “રૂપ સહગતમાં” એટલે સજીવ સ્ત્રીપુરુષનાં શરીરોમાં, અથવા આભૂષણ-અલંકારાદિ શોભાવાળાં (ચિત્રાદિ) રૂપોમાં, ક્ષેત્રથી મૈથુન ઉર્ધ્વલોક, અધોલોક કે તિńલોકમાં (ત્રણે લોકમાં) કાળથી અને ભાવથી પૂર્વવત્ જાણવું.
“તે મૈથુન સેવ્યું હોય, સેવરાવ્યું હોય કે બીજા સ્વયં સેવનારાઓને સારા માન્યા હોય, તેને નિંદુ છું.” વગેરે પૂર્વવત્.
“જીવું ત્યાં સુધી આશંસા વિનાનો હું તે સર્વ મૈથુનને સ્વયં સેવીશ નહિ, બીજા દ્વારા સેવરાવીશ નહિ, બીજા સેવનારાઓને સારા માનીશ નહિ.” વગેરે પૂર્વવત્. “નિશ્ચે આ મૈથુનનો ત્યાગ હિતકર છે.” વગેરે પૂર્વવત્.
“હે ભગવંત ! આ ચોથા મહાવ્રત માટે ઉપસ્થિત થયો છું. એ કા૨ણે સર્વથા મૈથુનના ત્યાગને હું સ્વીકારું છું.”
44
હવે પાંચમા મહાવ્રતમાં આવતી વિશેષતા તથા તેનો અર્થ: “અન્નાવરે પંચમે મંતે ! महव्वए परिग्गहाओ वेरमणं, सव्वं भंते! परिग्गहं पच्चक्खामि, से अप्पं वा बहुं वा अणुं वा थूलं वा चित्तमंतं वा अचित्तमंतं वा णेव सयं परिग्गहं परिगिण्हिज्जा, नेवन्नेहिं परिग्गहं परिगिण्हाविज्जा, परिग्गहं परिगिण्हंतेवि अन्ने न समणुजाणामि” शेषं पूर्ववत् । " से परिग्गहे चउ०” शेषं पूर्ववत् । “दव्वओ णं परिग्गहे संचित्ताचित्तमीसेसु दव्वेसु, खित्तओ णं परिग्गहे सव्वलोए, कालओ णं परिग्गहे दिआ वा राओ वा, भावओ णं परिग्गहे अपग्घे वा महग्घे वा रागेण वा दोसेण वा” शेषं पूर्ववत् । “परिग्गहो गहिओ वा गाहाविओ वा घिप्पंतो वा परेहिं समणुन्नाओ" शेषं पूर्ववत् । “सव्वं परिग्गहं जावज्जीवाए अणिस्सिओहं नेव सयं परिग्गहं परिगिण्हिज्जा, नेवन्नेहिं परिग्गहं परिगिण्हाविज्जा, परिग्गहं परिगिण्हंतेवि अन्ने न समणुजाणिज्जा ० ।” शेषं पूर्ववत् । “एस खलु परिग्गहस्स वेरमणे हिए० " शेषं पूर्ववत् । पंचमे भंते उवट्ठिओमि सव्वाओ परिग्गहाओ वेरमणं ।।५।।
વ્યાખ્યા : “હવે તે પછીના પાંચમાં મહાવ્રતોમાં શ્રીજિનેશ્વરોએ પરિગ્રહથી