Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
૧૩૭
શ્રમણ ધર્મ
વિશેષાર્થ : છ પ્રકારની અપ્રશસ્ત ભાષા : (૧) અસૂયા-અવજ્ઞાથી (અનાદરપૂર્વક) હે ગણિ ! હે વાચક ! હે જ્યેષ્ઠાર્ય ! વગેરે બોલવું તે હીલિતા. (૨) નિંદાપૂર્વક બોલવું તે ખિસિતા. (૩) ગાળ દેવાપૂર્વક કઠોર વચન બોલવું તે પરુષા. (૪) (દિવસે કેમ ઊંધો છો ? વગેરે શિખામણ આપતા ગુર્વાદિને ‘નથી ઊંઘતો' એમ) અસત્ય બોલવું તે અલીકા. (૫) ગૃહસ્થની જેમ ‘પિતા-પુત્ર, કાકા, ભાણેજ' વગેરે બોલવું તે ગાર્હસ્થી. (૬) શાંત થયેલા કલહ વગેરે પુન: શરૂ થાય તેવું બોલવું તે ઉપશમિતકલહ પ્રવર્ત્તની.
(૭) સત્ત ય મવાળાડું, સત્તત્તવનું ચેવ નાવિડ્માં । परिवतो गुत्तो. रक्खामि महव्वए पंच ।। १४ । पिंडेसणपाणेसण, उग्गहसत्तिक्कया महज्झयणा उवसंपन्नो जुत्तो, रक्खामि महव्वए पंच ।। १५ । ।
ગાથાર્થ : (પૂર્વે કહેલા) સાત પ્રકારના ભયસ્થાનોને અને સાત પ્રકારના વિભંગજ્ઞાનને ત્યાગ કરતો મન-વચન-કાયાથી ગુપ્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૧૪) (પૂર્વે જણાવેલ) સાત પિંડૈષણાને, સાત પાનૈષણાને તથા વસતિ અંગેની સાત પ્રકારના પ્રતિજ્ઞા (અવગ્રહ) ઓને, (પૂર્વે કહેલા) આચારાંગના સાત અધ્યયનોને તથા (પૂર્વે કહેલા) સૂયગડાંગના બીજા શ્રુતસ્કન્ધના સાત મહા અધ્યયનોને સ્વીકારતો, વિનયાદિ સંયમયોગોથી યુક્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું.
વિશેષાર્થ : સાત પ્રકારના વિભંગજ્ઞાન : (૧) પૂર્વાદિ કોઈ એક જ દિશામાં લોક (સર્વ જગત્) છે એવો બોધ તે (પ્રથમ એક દિશિ લોકાભિગમ વિભંગજ્ઞાન). (૨) છ દિશાને સ્થાને ઉર્ધ્વ, અધો પૈકી કોઈ એક અને ચાર તિÁ દિશાઓ, એમ પાંચ દિશાઓમાં લોક છે તેવો બોધ તે બીજું પંચદિશિ લોકાભિગમ વિભંગજ્ઞાન. (૩) જીવ પ્રાણાતિપાત વગેરે ક્રિયાઓ કરે છે તે તો પ્રત્યક્ષ દેખાય છે પણ તેમાં હેતુભૂત કર્મ તો દેખાતું નથી માટે જીવ કર્મથી આવૃત્ત નથી, પણ (‘ક્રિયા જ જીવનું આવરણ છે.’) એવો બોધ. (૪) ભવનપતિ આદિ દેવોનું વૈક્રિય શ૨ી૨ બાહ્ય-અત્યંતર પુદ્ગલોના ગ્રહણપૂર્વક કરાતું જોવાય છે, તેથી જીવ મુદગ્ર = સ્વશ૨ી૨ાવગાહક્ષેત્રની બહારના કે અંદરના ક્ષેત્રમાં રહેલા પુદ્ગલોથી રચેલા શરીરવાળો છે એવો અભિપ્રાય. (૫) વૈમાનિક દેવોનું વૈક્રિય શરીર બાહ્ય-અત્યંતર ક્ષેત્રમાં રહેલા પુદ્ગલોના ગ્રહણ વિના રચાતું જોવાય છે, માટે જીવ ‘અમુદગ્ર’ બાહ્ય અત્યંતર ક્ષેત્રમાં રહેલા પુગલોના ગ્રહણ વિનાના શરીરવાળો છે એવો વિકલ્પ. (૬) વૈક્રિય શરીરધારી દેવોના રૂપને