________________
૧૩૮
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ જોઈને શરીરને જ જીવ માનવાથી “જીવ રૂપી છે' એવો અભિપ્રાય. (૭) વાયુથી ચલાયમાન પુદ્ગલોને જોઈને તેમાં પણ જીવની માન્યતા કરવાથી જગતમાં દેખાય છે તે ‘સર્વ વસ્તુઓ જીવો છે') એવો અભિપ્રાય.
સાત અવગ્રહ = (વસતિને આશ્રયીને સાત પ્રકારની પ્રતિમાઓUપ્રતિજ્ઞાઓ.) તે આ પ્રમાણે – (૧) “અમુક પ્રકારનો ઉપાશ્રય જ મેળવવો, બીજો નહિ' એમ પ્રથમથી અભિગ્રહ કરીને તેવાની જ યાચના કરીને મેળવે તે પહેલી પ્રતિમા, (૨) “હું બીજાઓને માટે ઉપાશ્રય યાચીશ અથવા બીજાઓએ યાચેલામાં રહીશ.' એવો અભિગ્રહ તે બીજી પ્રતિમા. (પહેલી પ્રતિમા સર્વ સાધુઓને ઉદ્દેશીને અને બીજી ગચ્છવાસી એક માંડલીવાળા કે ભિન્ન માંડલીવાળા નિરતિચાર ચારિત્રવાળા (ઉત્કટ વિહારી) સાધુઓને ઉદ્દેશીને છે, તેમ બેમાં ભિન્નતા સમજવી. કારણ કે તેઓને એક બીજાને માટે એ રીતે યાચના કરવાનો વિધિ છે.) (૩) બીજાને માટે વસતિની યાચના કરીશ, પણ હું બીજાએ યાચેલી વસતિમાં રહીશ નહિ. એવો અભિગ્રહ. આ ત્રીજી પ્રતિમા યથાલંદક (જિનકલ્પી જેવી કઠોર સાધના કરનારા) સાધુઓને હોય છે. કારણ કે તેઓ બાકી રહેલા સૂત્ર-અર્થ, વસતિમાં રહેતા આચાર્ય પાસે ભણવાની અભિલાષાવાળા હોવાથી આચાર્યને માટે આવી રીતે વસતિની યાચના કરે. (૪) “બીજાઓને માટે વસતિ વાંચીશ નહિ, પણ બીજાએ યાચેલી વસતિમાં રહીશ.' એવો અભિગ્રહ. આ ચોથી પ્રતિમા ગચ્છમાં રહીને જિનકલ્પનો અભ્યાસ (તલના) કરનારા સાધુઓને હોય. (૫) “હું મારા માટે વસતિની યાચના કરીશ, બીજાને માટે નહિ.' એવો અભિગ્રહ - જિનકલ્પીઓને હોય છે. (૯) ‘જેની વસતિ ગ્રહણ કરીશ તેનું જ સાદડી, ઘાસ વગેરે પણ સંથારા માટે મળશે તો લઈશ, બીજાનું નહિ, અન્યથા ઉત્કટુકાસને કે બેઠાં બેઠાં રાત્રી પૂર્ણ કરીશ- આવો અભિગ્રહ જિનકલ્પિક મહામુનિઓને હોય છે. (૭) આ સાતમી પ્રતિમા પણ છઠ્ઠીના જેવી જ છે, માત્ર “સંથારા માટે શિલા, ઘાસ વગેરે જે જેવું પાથરેલું હશે તેવું જ લઈશ, અન્યથા નહિ - આવો અભિગ્રહ જિનકલ્પિક સાધુઓને હોય છે.
સાત સપ્તકિ આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધની બીજી ચૂલારૂપે જે સાત અધ્યયનનો છે, તે ઉદ્દેશા વિનાનાં હોવાથી “એકસર' કહેવાય છે. તે સંખ્યામાં સાત હોવાથી પ્રત્યેકને સપ્તકિયાં (સપ્તકેક) કહેવાય છે. તેના નામો પગામસિક્કાના અર્થમાં કહ્યા છે તે પ્રમાણે જાણી લેવા.
સાત મહાધ્યયનો : સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના સાત અધ્યયનો, પહેલા શ્રુતસ્કંધની અપેક્ષાએ મોટાં હોવાથી “મહાધ્યયનો' કહેવાય છે. તેના નામો પૂર્વે (પગામસિજ્જાના અર્થમાં) કહ્યા છે.