________________
૧૩૯
શ્રમણ ધર્મ
(૮) અટ્ટુ (૫) મવાળોડું, અદૃ ય મ્મારૂં તેત્તિ વયં ચ । परिवज्तो गुत्तो, रक्खामि महव्वए पंच ।।१६।। अट्ठ य पवयणमाया, दिट्ठा अट्ठविहणिट्ठिअहिं । उवसंपन्नो जुत्तो, रक्खामि महव्वए पंच ।। १७ ।। ગાથાર્થ : (પગામસિજ્જામાં કહ્યા તે) આઠ મદસ્થાનોને, આઠ કર્મોને તથા તેના બંધને ત્યાગ કરતો, મન-વચન-કાયાથી ગુપ્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૧૬). આઠ પ્રવચનમાતા કે જે આઠ પ્રકારના અર્થો (જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો) જેઓના ક્ષય થયા છે તે શ્રીજિનેશ્વરોને ‘દૃષ્ટા’ પ્રાપ્ત થઈ છે, તે પ્રત્યેકને સ્વીકારતો, વિનયાદિ સંયમયોગોથી યુક્ત એવો હું પાંચ મહાવ્રતોનો સ્વીકાર કરું હું છું. (૧૭)
(૯) “નવ પાવનિયાારૂં, સંસારથી ય નવવિજ્ઞાનીવા । परिवज्वंतो गुत्तो, रक्खामि महव्वए पंच ।। १८ ।। नवबंभचेरगुत्तो, दुनवविहं बंभचेंरंपरिसुद्धं । उवसंपन्नो जुत्तो, रक्खामि महव्वए पंच ।। १९ ।। ગાથાર્થ : પાપના કારણભૂત નવ નિયાણાનો તથા પૃથ્વી-અપ-તેજો-વાયુવનસ્પતિ-બ્રેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એમ નવ પ્રકારના સંસા૨વર્તી જીવોનો (તેની હિંસાદિ વિરાધનાનો) ત્યાગ કરતો, મન-વચન-કાયાથી ગુપ્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૧૮) બ્રહ્મચર્યની નવ વાડોથી સુરક્ષિત હું, અઢાર પ્રકારના નિર્દોષ બ્રહ્મચર્યને સ્વીકારતો, વિનયાદિ સંયમયોગોથી યુક્ત હું પાંચ મહાવ્રતોનો સ્વીકાર કરું છું. (૧૯).
વિશેષાર્થ : નવપ્રકારના નિયાણા : (૧) કોઈ (તપસ્વી) સાધુ વિચારે કે દેવલોકના સુખો તો અપ્રગટ-અપ્રત્યક્ષ છે, માટે તેનાથી સર્યુ, પણ (હું ભવિષ્યમાં રાજા થાઉં) આવું તપ-નિયમાદિના ફળ તરીકે માગે, (૨) રાજાને તો ભયાદિ ઘણા હોય, તેથી તેનાથી સર્યું, પણ મારા તપાદિથી (હું ધનપતિ-શેઠ થાઉં), (૩) પુરુષને તો ઘણી દુ:ખદાયી પ્રવૃત્તિઓ હોય, તેથી તપાદિના પ્રભાવે (સ્ત્રી થાઉં), (૪) સ્ત્રીને તો પરાધીન-ગુલામ રહેવું પડે, તેના કરતાં અન્ય જન્મમાં (પુરૂષ થાઉં), (૫) મનુષ્યના ભોગો તો મૂત્રાદિ અશુચિથી ભરેલા છે, તેના કરતાં દેવ-દેવીઓના અશુચિરહિત ભોગો ભોગવી શકું તેવો (પરપ્રવિચારી દેવ થાઉં.) (૬) તેમાં તો બીજા દેવ-દેવીની પરાધીનતા છે, તેના કરતાં સ્વ દેવ-દેવીઓનાં જ ઉભયરૂપો વિકુર્તીને બંને વેદોનાં સુખ ભોગવું તેવો, (સ્વપ્રવિચારી દેવ થાઉં), (૭) મનુષ્યના