Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
,,
भुंजंतेवि अन्ने न समणुजाणिज्जा." शेष पूर्ववत् । “एस खलु राईभोयणस्स वेरमणे हि ० ' शेषं पूर्ववत् । “छट्ठे भंते ! वए उवट्ठिओमि सव्वाओ राईभोयणाओ वेरमणं" ।। ६६ ।।
વ્યાખ્યા : “હવે તે પછીના છઠ્ઠાવ્રતમાં શ્રીજિનેશ્વરોએ રાત્રિભોજનનો વિરામ=ત્યાગ કહેલો છે, હે ભગવંત ! હું ‘રાત્રે ગ્રહણ કરેલુ રાત્રે વાપરવું’ વગેરે (પૂર્વે કહેલા ચાર ભાંગાવાળા) સર્વ રાત્રિભોજનનો ત્યાગ કરું છું. (તેની મર્યાદા આ પ્રમાણે-) અશન, પાણી, ખાદિમ કે સ્વાદિમ, એ ચારે પ્રકારના આહારનું હું સ્વયં રાત્રે ભોજન કરીશ નહિ, બીજાઓને રાત્રિએ ભોજન કરાવીશ નહિ અને બીજા સ્વયં રાત્રિભોજન કરનારાઓને સારા માનીશ નહિ, તે આ પ્રમાણે.” ઇત્યાદિ પૂર્વવત્ “તે રાત્રિભોજન ચાર પ્રકારનું કહ્યું છે. તે આ પ્રમાણે” વગેરે પૂર્વવત્ “તેમાં દ્રવ્યથી-રાત્રિભોજન અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ, એ ચાર પ્રકારના આહાર પૈકી કોઈ વસ્તુ ખાવી તે દ્રવ્યથી રાત્રિભોજન, ક્ષેત્રથી મનુષ્યલોકમાં (કારણ કે રાત્રિ ત્યાં જ હોય છે. મનુષ્યલોક સિવાય રાત્રિ-દિવસનો વ્યવહાર બીજે નથી), કાળથી - દિવસે કે રાત્રે. ભાવથી - કડવું, તીખું, તુરું, ખાટું, મીઠું કે ખારું, કોઈપણ ઇષ્ટ-અનિષ્ટ સ્વાદ પ્રત્યે રાગ કે દ્વેષ કરવાપૂર્વક ભોજન કરવું તે ‘ભાવથી' રાત્રિભોજન કહેવાય.” ઇત્યાદિ પૂર્વવત્
“એ રાત્રિભોજન સ્વયં કર્યું (ખાધું), બીજાને કરાવ્યું અથવા બીજાઓએ કરેલા રાત્રિભોજનને સારું માન્યું, તેને નિંદું છું.” વગેરે પૂર્વવત્
,,
“જાવજ્જીવ સુધી આશંસા વિનાનો હું સર્વ રાત્રિભોજનને સ્વયં કરીશ નહિ, બીજાઓને રાત્રિભોજન કરાવીશ નહિ, અને બીજા રાત્રિભોજન કરનારાઓને સારા માનીશ નહિ” ઇત્યાદિ “આ રાત્રિભોજનની વિરતિ નિયમા હિતકારી છે.” વગેરે પૂર્વવત્ “હે ભગવંત ! હું આ છટ્ઠાવ્રતમાં (પાલનમાં) ઉપસ્થિત (તૈયા૨) થયો છું, એ કારણે સર્વ(પ્રકારના) રાત્રિભોજનનો હું વિરામ (ત્યાગ) કરું છું.” (૩)
૧૩૧
હવે એ સર્વ (છ એ) વ્રતોની એક સાથે ઉચ્ચારણા કરે છે કે -
“इच्चेइयाई पंचमहव्वाइं राईभोयणवेरमणछट्ठाई
ઞત્તદિગઢ્ઢવાણ (ક્રાÇ) વસંપ્રિત્તા નં વિદામિ ।।"
વ્યાખ્યા : એ ઉપર જણાવ્યા તે પાંચ મહાવ્રતો કે જેની સાથે રાત્રિભોજન વિરમણ વ્રત છઠું છે, તે વ્રતોનો હું મારા આત્માના હિત માટે સમ્યક્ સ્વીકા૨ કરીને વિચરું (પાલન કરું) છું.
હવે ક્રમશ: તે મહાવ્રતોના અતિચારોને કહે છે