Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
૧૨૭
“एस खलु मुसावायस्स वेरमणे हिए" शेषं प्राग्वत । “द(दो)च्चे भंते ! महव्वए उवडिओमि સળાગો મુસીવીયાગો વેરમr” iારા
વ્યાખ્યા : હવે પહેલા મહાવ્રત) પછીના બીજા મહાવ્રતમાં હે ભગવંત ! સમ્યજ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક મૃષાવાદની વિરતિ કરવાની કહી છે, હે ભગવંત ! તે મૃષાવાદનું સર્વથા પચ્ચકખાણ (ત્યાગ) કરું છું. તે આ પ્રમાણે - ક્રોધથી, લોભથી, ભયથી અથવા હાસ્યથી (ક્રોધ અને લોભ કહ્યો માટે ઉપલક્ષણથી તેની વચ્ચેના માનથી અને માયાથી પણ, એમ કોઈ હેતુથી) હું સ્વયં મૃષા બોલીશ નહિ, બીજાને મૃષા (અસત્ય) બોલાવીશ નહિ. અને મૃષા બોલનારાઓને સારા માનીશ નહિ. - (તે પછીનો અર્થ પ્રથમ મહાવ્રત પ્રમાણે જાણવો.).
આ મૃષાવાદ ચાર પ્રકારનો કહ્યો છે. (૧) દ્રવ્યથી-જીવ-અજીવ (ધર્માસ્તિકાય) આદિ સર્વ દ્રવ્યોમાં વિપરીત બોલવથી, (૨) ક્ષેત્રથી - લોક-અલોકના વિષયમાં વિપરીત બોલવાથી. (૩) કાળથી અને (૪) ભાવથી (વગેરે તે પછીના અર્થો પ્રથમ મહાવ્રતમાં કહ્યા પ્રમાણે જાણવા.)
એ મૃષાવાદ હું બોલ્યો અથવા બીજા પાસે મૃષાવાદ બોલાવ્યું, કે બોલનારા બીજાઓને મેં મારા માન્યા” વગેરે સઘળા અર્થો પ્રથમ મહાવ્રત પ્રમાણે. જ્યાં પ્રાણાતિપાત છે ત્યાં મૃષાવાદ માનીને તે અર્થ સમજવો.
હવે ત્રીજા મહાવ્રતમાં પ્રથમ મહાવ્રતથી જે ભિન્નતા છે તે જ કહે છે કે
"अहावरे तच्चे भंते ! महव्वए अदिनादाणाओ वेरमणं, सव्वं भंते अदिन्नादाणं पञ्चक्खामि, से गामे वा नगरे वा रणणे (अरन्ने) वा अप्पं वा बहुं वा अणुं वा थूलं वा चित्तमंतं वा अचित्तमंतं वा,णेव सयं अदिन्नं (ण्णं) गिण्हिज्जा नेवन्नेहिं अदिन्नं (ण्णं) गिण्हाविज्जा अदिन्नं (ण्णं) गिण्हंतेवि अन्ने न समणुजाणामि जाव०" शेषं पूर्ववत्
से अदिनादाणे चउव्विंहे पण्णत्ते, तं जहा = दव्वओ खित्तओ कालओ भावओ, दव्वओ णं अदिन्नाणे गहणधारणिज्जेसु दव्वेसु खित्तओ णं अदिन्नादाणे गामे वा नगरे वा रण्णे (अरन्ने) वा कालओ०" इत्यादि पूर्ववत्
"अदिन्नादाणं गहिअं वा गाहाविअं वा घिप्पंतं वा परेहिं समणुन्नायं” शेषं पूर्ववत् । “सव्वं अदिन्नादाणंजावज्जीवाए अणिस्सिओऽहं नेव सयं अदिण्णं गिण्हिज्जा नेवन्नेहिं अदिण्णं गिण्हाविज्जा अदिण्णं गिण्हंतेवि अने न समणुजाणिज्जा" शेषं पूर्ववत् “एस खलु अदिन्नादाणस्स वेरमणे हिए०" शेषं पूर्ववत् “तच्चे भंते ! महव्वए उवट्ठिओमि सव्वाओ अदिन्नादाणाओ वेरमणं" ।।३।।
વ્યાખ્યા : “હવે પછીના ત્રીજા મહાવ્રતમાં હે ભગવંત ! શ્રી જિનેશ્વરોએ માલિકે આપ્યા વિનાનું કંઈ પણ લેવાનો (અદત્તાદાનનો) નિષેધ (એટલે વિરતિ) કહેલો છે, હે ભગવંત ! તે માલિકે આપ્યા વિનાનું કંઈપણ લેવાનો હું સર્વથા ત્યાગ કરું