Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
આ આલોચના નિંદા, ગર્હા અને પ્રતિક્રમણનું ફલ અનુક્રમે (૧) શલ્યોનો ઉદ્ધાર (૨) પશ્ચાત્તાપ, (૩) અપુરસ્કાર (અનાદર-તિરસ્કાર) અને (૪) વ્રતોનાં છિદ્રોને ઢાંકવાં (વ્રતોને અખંડ બનાવવાં), વગેરે ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યા પ્રમાણે જાણવું.
૧૧૮
ઉપર દૈવસિક પ્રતિક્રમણ (સૂત્ર) કહ્યું, રાઈ પ્રતિક્રમણ પણ એમ જ સમજવું, માત્ર ‘દૈવસિક’ ના સ્થાને ‘રાઈઅં’ શબ્દ કહીને રાત્રિના અતિચારો કહેવા.
પ્રશ્ન : જો રાઈ પ્રતિક્રમણમાં પણ આ પ્રતિક્રમણ સૂત્ર જ કહેવાનું છે, તો તેમાં ‘ફચ્છામિ પડિમિનું શોઞરપરિમાણ' વગેરે ગોચરીના અતિચારોનું પ્રતિક્રમણ નિરર્થક છે, કારણ કે રાત્રે ગોચરીના દોષોનો સંભવ નથી.
ઉત્તર : એવો એકાંત નથી; સ્વપ્ન વગેરેથી પણ ગોચરીના અતિચારોની રાત્રે પણ સંભાવના છે. અથવા સૂત્ર અક્ષત રાખવા માટે એ પાઠ બોલવાનો છે, જો એમ ન હોય તો યોગવહન કરનારા સાધુઓને પરઠવવા યોગ્ય આહાર વાપરવાનો અધિકાર નથી, તેમ છતાં તેઓએ પચ્ચક્ખાણમાં ‘રજ્ઞાળિયા રે' એ આગાર શા માટે ઉચ્ચા૨વો જોઈએ ? છતાં (પાઠ અખંડ રાખવા) તેઓ બોલે છે, તેમ આ પાઠ બોલવામાં પણ દોષ નથી.
પાક્ષિકસૂત્ર અર્થ સહિત : હવે પાક્ષિકસૂત્રના અર્થ કહીશું. તેમાં પ્રારંભિક મંગલ માટે અરિહંતાદિને પ્રણામ કરતાં કહે છે કે
" तित्थंकरे अतित्थे, अतित्थसिद्धे य तित्थसिद्धे य ।
સિદ્ધે નિળે ય રિસિ, મહિિસ (૪) નાાં ૪ વંવામિ ।।।।"
વ્યાખ્યા : વમિ = વાંદું છું. (આ ક્રિયાપદ દરેક સાથે જોડવું.) કોને વાંદું છું ? તીર્થાન્ = વીતરાગ એવા તીર્થંકરોને, ('અ' થી ત્રણેકાળના તીર્થંકરોનો સંગ્રહ ક૨વો.) તીર્થાત્ = તીર્થભૂત ગણધરોને અથવા સંઘને અથવા દ્વાદશાંગીરૂપ આગમને, ઞતીર્થસિદ્ધાન્ તીર્થસિદ્ધાન્ સિદ્ધાંÆ = અતીર્થસિદ્ધોને, તીર્થસિદ્ધોને અને સિદ્ધોને (એટલે શેષ જિનસિદ્ધ-અજિનસિદ્ધ આદિ ભિન્ન-ભિન્ન પ્રકારે થયેલા સર્વસિદ્ધોને) આ બે સિદ્ધોનું સ્વરૂપ ‘સિદ્ધાણં બુદ્ધાણં' ના અર્થથી સમજી લેવું. બિનાન્ = સામાન્ય કેવલીઓને, ઋષી—મૂળ અને ઉત્તરગુણોથી યુક્ત સાધુઓને, મહર્ષોંન્ = એ સાધુઓમાં પણ જેઓ ‘અણિમા’ આદિ લબ્ધિવાળા હોય તેવા મહામુનિઓને, જ્ઞાનં = ‘મતિજ્ઞાન’ વગેરે પાંચ પ્રકારના જ્ઞાનને, એમ તીર્થંકરાદિ સર્વને વાંકું છું. વળી...
" जे य इमं गुणरयणसायरमविराहिऊण तिण्णसंसारा ।
ते मंगलं करित्ता, अहमवि आराहणाभिहो ॥२॥"