________________
શ્રમણ ધર્મ
૧૨૩
પકાવવાની ક્રિયાના ત્યાગી સાધુઓ જેનું પાલન કરે છે. (૧૦) fમક્ષાવૃત્તિસ્ય = ભિક્ષાવૃત્તિથી જેમાં જીવવાનું છે. (૧૧) ક્ષિણ્વિસ્થ = સંયમ અને પ્રાણોના રક્ષણ માટે જેમાં માત્ર કુક્ષિપ્રમાણ જ ભોજન લેવાનું હોય છે, પણ જેમાં સંચય કરવાનો નથી. (૧૨) નિરનારનસ્ય (મર ચિ વ) = જેમાં (અતિ ઠંડીના પ્રસંગે પણ) અગ્નિનું શરણ કે સ્મરણ (ઇચ્છા) પણ કરવાનો નિષેધ છે. (૧૩) સંગક્ષત્રિતસ્ય = સર્વ કર્મમલનું જેનાથી પ્રક્ષાલન (નાશ) થાય છે. (૧૪) ત્યજીવસ્ય = રાગાદિ દોષોનો (અથવા દોષ એટલે દ્વેષનો) જેમાં ત્યાગ છે, એ કારણે જ (૧૫) Tળાદિસ્ય = જે ગુણોને ગ્રહણ કરાવે છે. (૧૬) નિર્વિવરસ્ય = જેમાં ઇન્દ્રિયોનો કે મનનો વિકાર (બાહ્ય ઇચ્છાઓનો ઉન્માદો નથી. (૧૭) નિવૃત્તિ×ક્ષાસ્ય = સર્વ પાપવ્યાપારોનો ત્યાગ એ જેનું લક્ષણ (ચિન્હ) છે (અથવા જે ધર્મ બાહ્ય સર્વ યોગોની નિવૃત્તિ કરાવે છે.) (૧૮) પંચમહથ્રિતયુસ્ય = જે ધર્મ પાંચ મહાવ્રતો રૂપ છે. (૧૯) સન્નિધિસઝયસ્ય = જેમાં લાડુ” વગેરે આહાર, પાણી, ખજૂરાદિ મેવો કે ફળફળાદિ ખાદિમ, અને હરડે આદિ ઔષધ વગેરે સ્વાદિમ કંઈ પણ રાત્રિએ રાખવારૂપ સન્નિધિનો સંચય (સંગ્રહ) કરાતો નથી. (૨૦) વિસંવાદિનઃ = જેનું નિરૂપણ (કે પ્રવૃત્તિ) દૃષ્ટ-ઇષ્ટથી વિરુદ્ધ નથી. (અર્થાતુ) જગતના પ્રત્યક્ષભાવોનું આત્માના ઇષ્ટસુખ મોક્ષને આપે તેવા ઉપાયોનું યથાર્થ અને યથેષ્ટ નિરૂપણ જેમાં કરેલું છે. (૨૧) સંસારપાર મન: = જે ધર્મ સંસારથી પાર ઉતારનારો છે. (૨૨) નિર્વાણ મિનપર્યવસાન = નિર્વાણ એટલે સર્વ દુઃખોના અભાવરૂ૫ મોક્ષ, તેની પ્રાપ્તિ એ જેનું અંતિમ ફલ છે.
ઉપરોક્ત ૨૨ વિશેષણવાળા ચારિત્રધર્મની આરાધના કરતાં અજ્ઞાનતાદિ કારણે હિંસા કરી હોય, (એમ દરેક પદમાં કહેલી ષષ્ઠી વિભક્તિનો સંબંધ જોડવો.) હવે તેની આરાધના કરતાં શું કર્યું હોય ? તે કહે છે કે (૧) પૂર્વમજ્ઞાનતી = (તે ધર્મ પામ્યા) પહેલાં અજ્ઞાનતાથી, (૨) શ્રવતિય = (ગુર્નાદિકના મુખે) નહિ સાંભળવાથી, (૩) અવધ્યા = (સાંભળવા છતાં યથાર્થરૂપે) નહિ સમજવાથી (૪) મનપાન = (સાંભળવા અને સમજવા છતાં) સમ્યગુપણે નહિ સ્વીકારવાથી, ૩મીમેન વી = સ્વીકારવા છતાં પ્રમાદ વગેરેથી (એમ ચાર નિમિત્તોથી જે જે પ્રાણાતિપાત કર્યો હોય, એમ સંબંધ જોડવો).
હવે કયા હેતુથી પ્રાણાતિપાત કર્યો હોય ? તે પ્રમાદ વગેરે હેતુઓ (સાધનો) કહે છે - (૧) પ્રમાન = મદ્ય વગેરે પાંચ પ્રકારના અથવા આળસ વગેરે પ્રમાદ કરવા દ્વારા, (૨) રાષપ્રતિવદ્ધતયા = રાગ-દ્વેષની આકુળતાથી (વશ થઈને).