Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
૧૧૭
આદિ પાંચ ઇન્દ્રિયોથી, પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયો પાંચ, વિકલેન્દ્રિય ત્રણ અને સંજ્ઞી-અસંજ્ઞી પંચેન્દ્રિય બે, એમ દસ પ્રકારના જીવોની, ક્ષમા, મૃદુતા, આર્જવ, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શોચ, આકિંચન્ય (અપરિગ્રહ) અને બ્રહ્મચર્ય એ દસ પ્રકારના યતિધર્મની રક્ષા કરવાથી (૩૪૩૪૪૪૫x૧૦x૧૦૩) ૧૮000 શીલ (આત્મધર્મ)ની રક્ષા થાય. આમ શીલાંગના અઢાર હજાર પ્રકારો છે.
તેની ભાવના આ પ્રમાણે કરવી – આહારસંજ્ઞાથી મુક્ત, શ્રોત્રેન્દ્રિયથી સંવૃત્ત (શબ્દરૂપ વિષયના પરિહારવાળો), ક્ષમાવાનું, પૃથ્વીકાયના આરંભને, મનથી ન કરે, તે એક પ્રકાર. એ પ્રમાણે મૃદુતા ધર્મવાળાનો બીજો પ્રકાર, એમ દસ ધર્મના દશ પ્રકારો પૃથ્વીકાયની અપેક્ષાએ થાય. તેવી રીતે બાકીના નવ પ્રકારના જીવોના પણ દસ-દસ ગણતાં એક ઇન્દ્રિયના ૧૦૦ થાય. તેવી રીતે પાંચ ઇન્દ્રિયોને આશ્રયીને પાંચસો થાય, તે એક જ આહારસંજ્ઞાના થાય, એમાં બાકીની ત્રણ સંજ્ઞાના પંદરસો મેળવતાં કુલ બે હજાર થાય. તે એક મનોયોગના થયા, તે પ્રમાણે ત્રણે યોગનાં ગણતાં છ હજાર થાય. અને તે પણ સ્વયં કરવાના થયા, માટે તેમાં કરાવવા, અને અનુમોદવાના તેટલા-તેટલા મેળવતાં અઢાર હજાર થાય. ક્ષતાર વરિત્ર: = તેમાં આકાર એટલે સ્વરૂપ અને અક્ષત=અતિચારથી જેનું સ્વરૂપ દૂષિત નથી થયું એવા નિર્મલ ચારિત્રવાળા, તા સર્વાન્ = તે ગચ્છવાસી કે જિનકલ્પિકાદિ અગચ્છવાસી, સર્વને સિરસા = મસ્તકથી, મનસા = અંત:કરણથી અને મસ્તન વત્વે = હું મસ્તકથી વાંદું છું. એમ વચન દ્વારા ઉચ્ચાર કરીને, પુન: એ જ “વન્દ' પાઠથી (મન, વચન અને મસ્તક એટલે કાયાથી) ત્રિવિધ વંદન કરું છું. એમ અર્થ કરવો. એ રીતે સાધુઓને વાંદીને સામાન્યથી સર્વજીવોની ક્ષમાપના દ્વારા મૈત્રીભાવ દેખાડે છે કે- “વામિ.... IIT” = અર્થાત્ સર્વજીવોને હું નમાવું , સર્વ જીવો પણ મને ક્ષમા કરો, મારે સર્વ જીવોની સાથે મૈત્રી છે, કોઈની સાથે વૈર નથી.
હવે પોતાનું સ્વરૂપ (આરાધકપણું) બતાવવાપૂર્વક સૂત્રનું સમાપ્તિ મંગલ કરતાં કહે છે કે...
“વિમર્દ... li૨ || = અર્થાત્ ઉપર સૂત્રમાં કહ્યા પ્રમાણે માત્રોચ્ચ = ગુરુની સમક્ષ (અતિચારોને) પ્રગટ કરીને, નિત્વિા = આત્મસાક્ષીએ પોતાના પાપકારી તે તે પર્યાયની નિંદા કરીને, ર્હત્વ = ગુરુ સાક્ષીએ પોતાના પાપની નિંદા કરીને, ગુપ્તત્વ = “એ પોપ પ્રવૃત્તિ દુષ્ટ છે.” એમ તેની દુર્ગછા કરીને, સખ્ય ત્રિવિધેન પ્રતિબંન્તિ: = સમ્યગ્ (સારી રીતે) મન-વચન-કાયાથી નિવૃત્તિ થયેલો હું વન્દ્ર નિનાનું ચતુર્વિશતિમ્ = ચોવીસ જિનેશ્વરોને વંદન કરું છું.