Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
૧૧૪
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ છે એમ સિદ્ધ કરતાં કહે છે કે – ૩ત્ર સ્થિતા નીવી = આ નિગ્રંથ પ્રવચન (આગમ)માં - તેની આરાધનામાં રહેલા જીવો સિદ્ધચત્તિ = “અણિમા' આદિ લબ્ધિઓ રૂપ શ્રેષ્ઠફળને સિદ્ધ કરે છે. વૃષ્યન્ત = બોધ પામે છે, અર્થાત્ કેવલજ્ઞાન-કેવલદર્શનવાળા બને છે. મુખ્યત્વે = ભવોપગ્રાહી (અઘાતી) કર્મોથી પણ મુક્ત થાય છે. પરિનિર્વાન્તિ = સર્વ રીતે નિર્વાણને (શાન્તિને) પામે છે. એટલે શું? સર્વદુઃવાનીમાં ક્વન્તિ = શારીરિક-માનસિક વગેરે સર્વ દુઃખોનો વિનાશ કરે છે.
આ પ્રમાણે પ્રવચનના મહિમાને વર્ણવીને, તેમાં સ્વકર્મમળને ધોવાની સમર્થતાને બતાવતાં શ્રદ્ધાદિ પ્રગટ કરે છે કે - તૂ ધર્મ = જે નિગ્રંથ પ્રવચન સંબંધી ધર્મ કહ્યો, તે ધર્મમાં હું “તત્ત' (' તે તેવું જ છે એવી શ્રદ્ધા-પ્રતીતિ-વિશ્વાસ) કરું છું. પ્રત્યેક = એમાં વિશેષશ્રદ્ધા કરું છું. અથવા પ્રીતિપૂર્વક સ્વીકાર કરું છું. રોવાઈ = એ ધર્મને વધુ સેવવાની ભાવનાપૂર્વક તેની સેવાની રૂચિ કરું છું. મૃદયમ = તે ધર્મની સતત સેવા કરવારૂપે સ્પર્શના કરું . પર્યામિ = અતિચારોથી તેનું રક્ષણ કરું છું. અનુપાયમ = પુનઃ પુનઃ રક્ષા કરું છું. વળી તે ધર્મ શ્રદ્ધાન: પ્રતીય પ્રતિપદ્યમાનો) रोचयन् स्पृशन् पालयन् अनुपालयन् तस्य धर्मस्य (केवलिप्रज्ञप्तस्य) अभ्युत्थितोऽस्मि आराधनायाम વિરતોડક્ષિ વિરાધનાયમ્ - તે (કૃત) ધર્મની શ્રદ્ધા, પ્રતીતિ, રૂચિ, સ્પર્શના, પાલન અને અનુપાલન કરતો હું તે કેવલિકથિત ધર્મની આરાધનામાં ઉદ્યત થયો છું. અને વિરાધનામાંથી નિવૃત્ત થયો છું. . .
હવે એ જ આરાધનામાં ઉદ્યમને અને વિરાધનામાં નિવૃત્તિને વિભાગથી જણાવે છે કે
"असंजमं परिआणामि - संजमं उवसंपज्जामि, अबंभं परिआणामि-बंभं उवसंपज्जामि, अकप्पं परि० - कप्पं उव०, अन्नाणं परि० - नाणं उव०, अकिरिअं परि०-किरिअं उव०, मिच्छत्तं परि० - सम्मत्तं उव०, अबोहिं परि० - बोहिं उव० अमग्गं परि०-मग्गं उव०, जं संभरामि - जं च न संभरामि, जं पडिक्कामि - जं च न पडिक्कमामि, तस्स सव्वस्स देवसिअस्स अइआरस्स पडिक्कमामि समणोऽहं संजयविरयपडिहयपञ्चक्खायपावकम्मे अणिआणो दिट्ठिसंपन्नो मायामोसविवज्जिओ।"
વ્યાખ્યા : સંયમ = પ્રાણાતિપાતાદિરૂપ અસંયમને રિનાનામ = જ્ઞાનથી જાણીને તેનું પચ્ચકખાણ કરવાપૂર્વક તજું છું. તથા સંઘર્ષ = જેનું સ્વરૂપ ચરણ સિત્તરીમાં કહેવાશે, તે સંયમને ૩૫૫થે = અંગીકાર કરું છું. પરના નામ અને ૩૫૫ પદોનો અર્થ આગળ પણ સર્વત્ર સમજી લેવો. હવે સંયમનો આવો