Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
૧૧૨
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ આમ તેત્રીસ સ્થાનોમાં લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ સૂત્રમાં કહ્યું અને તે ઉપરાંત આગળ પણ બીજી આશાતના અંગે પ્રતિક્રમણ સમજવું. જેમકે શ્રી જિનેશ્વરોના ચોત્રીસ અતિશયોમાં અશ્રદ્ધા-વિપરીત પ્રરૂપણા વગેરે કરવાથી કરેલી આશાતના દ્વારા, ઉત્તરાધ્યયનનાં છત્રીસ અધ્યયનોમાં અશ્રદ્ધાદિ કરવારૂપ આશાતના દ્વારા, એમ સાડત્રીસ-આડત્રીસ યાવત્ “સો તારાયુક્ત શતભિષા' નક્ષત્ર છે, ત્યાં સુધી સમવાયાંગ સૂત્રમાં કહેલા તે તે વિષયના તેટલા પ્રકારોની થયેલી આશાતનાનું પ્રતિક્રમણ કરું છું, એમ સમજી લેવું.
એ પ્રમાણે અતિચારોની વિશુદ્ધિ કરીને નીચેનો પાઠ બોલીને નમસ્કાર કરે અથવા પૂર્વે કરેલી અશુભ પ્રવૃત્તિનું (અતિચારોનું) પ્રતિક્રમણ કરીને પુનઃ તેવું નહિ કરવા માટે નમસ્કારપૂર્વક કહે કે - "नमो चउवीसाए तित्थयराणं उसभाइमहावीरपञ्जवसाणाणं"
વ્યાખ્યાનમથતુર્વિશાત તીર્થકરેણ્ય કમાજિકઢાવીર પર્યવસાનેપ્ય: = શ્રી ઋષભદેવ ભગવાનથી માંડીને શ્રી મહાવીર સ્વામી ભગવાન સુધીના ચોવીસ તીર્થકરોને મારો નમસ્કાર થાઓ. ! એમ નમસ્કાર કરીને પ્રસ્તુત જૈનપ્રવચનના આગમના) ગુણોનું વર્ણન (પ્રશંસા) કરતો કહે કે- .
"इणमेव निग्गंथं पावयणं सञ्चं अणुत्तरं केवलिअं पडिपुण्णं णेआउअं संसुद्धं सल्लगत्तणं सिद्धिमग्गं मुत्तिमग्गं निज्जाणमग्गं निव्वाणमग्गं अवितहमविसंधि सव्वदुक्खप्पहीणमग्गं, इत्यं ठिआ जीवा सिझंति बुज्झति मुञ्चंति परिनिव्वायंति सव्वदुक्खाणमंतं करेंति, तं धम्मं सद्दहामि पत्तिआमि रोएमि फासेमि पालेमि अणुपालेमि, तं धम्मं सद्दहंतो पत्तिअंतो रोअंतो फासंतो पालंतो अणुपालंतो तस्स धम्मस्स (केवलिपन्नतस्स) अब्भुट्ठिओमि आराहणाए विरओमि विराहणाए"
વ્યાખ્યાઃ મેવ = આ સામાયિક, ચઉવીસત્યો વગેરે પચ્ચકખાણ સુધીનાં છ આવશ્યકો અથવા બાર અંગોરૂપ આચાર્યની ઝવેરાતની પેટી સરખું ને ચંપ્રવચનમ્ = બાહ્ય અને અત્યંતર ગ્રંથિ (પરિગ્રહ)થી મુક્ત નિગ્રંથ-સાધુઓનું આગમ, કે જેમાં જીવાદિનું વિસ્તૃત વર્ણન છે. અને જે સાધુજીવનને ઉપકારી છે. હવે તે આગમનું વિશિષ્ટપણું કહે છે કે - સત્યમ્ = સજ્જનોને હિતકારી. વળી ન્યાય (ના) દર્શન પણ સ્વ-સ્વ વિષયોના નિરૂપણમાં તો સત્ય છે, માટે કહે છે કે - અનુત્તર - જેનાથી ઉત્તર (શ્રેષ્ઠ) બીજું કોઈ આગમ નથી, કારણ કે સમસ્ત પદાર્થોનું આ આગમમાં યથાર્થ પ્રતિપાદન છે. છતાં કોઈ એની તુલ્ય અન્ય શાસ્ત્રને પણ માને, તેને માટે