Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
=
=
કહે છે કે વઝિમ્ કેવલ એક જ છે - અદ્વિતીય છે, જેની તુલ્ય બીજું કોઈ આગમ નથી. તથા પ્રતિપૂર્ણમ્ = સર્વ વિષયોનું પ્રરૂપક હોવાથી અથવા સર્વ નયો (અપેક્ષાઓ) રૂપ હોવાથી મોક્ષપ્રાપ્તિ કરાવનારા સર્વ ગુણોથી પરિપૂર્ણ. નૈયયિમ્ = મોક્ષમાં લઈ જનારું અર્થાત્ મુક્તિને પ્રાપ્તિ કરાવનારું, અથવા ન્યાય (યુક્તિ)થી યુક્ત છે. આવા આગમને પણ કોઈ અશુદ્ધ માને તો તેનું નિરાકરણ કરે છે કે સંસુદ્ધમ્ = કષ, છેદ અને તાપ, એ ત્રણ પરીક્ષાઓથી સર્વથા શુદ્ધ, એકાંતે કલંક (દોષ) વિનાનું. તથાપિ કોઈ માને કે એવું આગમ હોવા છતાં તથા સ્વભાવે જ કદાચ સંસારના કારણભૂત માયાદિ શલ્યોને દૂર કરવામાં અસમર્થ હશે, તેને માટે કહે છે કે રાજ્યવર્રાનમ્ = માયા વગેરે ત્રણ શલ્યોને કાપી નાખનારું (આગમ છે.) હવે બીજામતવાળા જેઓ સિદ્ધ આદિને માનતા નથી, તેઓના મતનું નિરાકરણ કરતાં કહે છે કે – સિદ્ધિમાń:-મુત્તિમાń: = સિદ્ધ થવું (કરવું) તે સિદ્ધિ, અર્થાત્ હિતકરભાવો (અવસ્થા)ની પ્રાપ્તિ તે સિદ્ધિ, તેના માર્ગભૂત અને મૂકાવું તે મુક્તિ અર્થાત્ અહિતકારી કર્માદિના બંધનથી છૂટવું તે મુક્તિ અને તેનો માર્ગ તે મુક્તિમાર્ગ, તાત્પર્ય એ છે કે કેવલજ્ઞાનાદિ આત્મહિતકર ભાવોને પ્રગટ કરાવવાપૂર્વક અહિતકર કર્મ-શરીર-સંસાર વગેરે બંધનોથી મુક્તિ કરાવનારું, (આનાથી ‘મુક્તાત્માઓને કેવલજ્ઞાનાદિ ગુણો હોતા નથી. કિંતુ તેઓ કર્મયુક્ત હોય છે’. આવા દુર્રયનું પણ ખંડન થયેલું જાણવુ. નિર્વાળમાń: = યાન = સ્થાન અર્થાત્ જીવો જ્યાં ગમન કરે તે સ્થાન. જીવનું સ્વભાવે ઉર્ધ્વગમન છે. માટે ‘ઇષત્-પ્રાગભારા' (સિદ્ધશિલા) નામનું મુક્તાત્માઓનું નિરૂપમ (અનુપમેય) સ્થાન તે નિર્મ્યાન, ત્યાં જવા માટે માર્ગ તે ‘નિર્માણમાર્ગ’ સમજવો. આ વિશેષણથી જેઓ મુક્તાત્માઓનું સ્થાન અનિયત માને છે તે ૫૨વાદિના મતનું ખંડન થાય છે. નિર્વાળમાń: = સકલ કર્મોના ક્ષયથી પ્રગટતું આત્માનું સંપૂર્ણ - અવિનાશી-શુદ્ધ-નિરુપાધિક એવા સુખના માર્ગને નિર્વાણમાર્ગ કહેવાય છે. આનાથી ‘મુક્તાત્માઓ સુખ-દુઃખ બંનેથી રહિત હોય છે' આવું માનનારાઓના કુવિકલ્પનો નિરાસ થયો. ઉપસંહાર કરતાં કહે છે કે... अवितथम् = સત્ય (અથવા અહીં સત્ય અર્થ કરવાથી, તેવો અર્થ પૂર્વે પણ કર્યો હોવાથી પુનરુક્તિ દોષ આવે છે, તે ટાળવા માટે પૂર્વે ‘સગ્ન’ નો અર્થ સત્ય કર્યો હતો તેના સ્થાને સર્જી નો ‘સાર્વમ્’ પર્યાય કરીને પૂજાસહિત-પૂજાયેલ અર્થ કરવો. કારણકે આ પ્રવચન (આગમ) જગતમાં પૂજ્ય છે જ.) વિસન્ધિ - અવ્યવચ્છિન્ન = અર્થાત્ પશ્ચિમ મહાવિદેહાદિ ક્ષેત્રોમાં સદૈવ વિદ્યમાન હોવાથી શાશ્વત. સર્વદુ:સ્વપ્રહીનમાર્ગ:
=
સર્વ દુ:ખો જ્યાં ક્ષીણ થયા છે તે મોક્ષનો માર્ગ છે. હવે આગમ ચિંતામણીતુલ્ય
૧૧૩