________________
પર
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ પિંડની વિશુદ્ધિ સંક્ષેપથી કહીએ તો તેના નવ પ્રકારો આ પ્રમાણે છે. (૧) સાધુ સ્વયં હણે (સચિત્તનું અચિત્ત કરે) નહિ, (૨) બીજા પાસે હણાવે નહિ. (૩) હણતાને અનુમોદે નહિ. (૪) ખરીદે નહિ. (૫) ખરીદાવે નહિ. (૬) ખરીદતાને અનુમોદે નહિ. (૭) સાધુ સ્વયં રસોઈ પકાવે નહિં (૮) પકાવડાવે નહિ. (૯) પકાવતાને અનુમોદે નહિ. આમ નવાકોટી વિશુદ્ધ આહાર સાધુ ગ્રહણ કરે.
ગ્રહણષણાનું પાલન અગીયાર ધારોથી કરવું જોઈએ, એમ ઓઘનિર્યુક્તિકાર જણાવે છે. તે દ્વારા આ પ્રમાણે છે.
(૧) સ્થાન: પિંડ વહોરવામાં ત્રણ સ્થાનો ત્યજવા જોઈએ, (૧) આત્મોપઘાતી: ગાય વગેરે પશુઓના સ્થાને ઉભા રહી ભિક્ષા ગ્રહણ ન કરવી. કારણ કે પશુઓથી ઉપદ્રવનો સંભવ રહે. (૨) સંયમોપઘાતી: સચિત્ત પૃથ્વી-પાણી વગેરે હોય તેવા સ્થાને ઊભા રહી વહોરવાથી તેની વિરાધના થાય. અથવા વહોરાવનાર સચિત્ત પૃથ્વી-પાણી વગેરે ઉપર ઊભા રહી વહોરાવે તો પણ તેની વિરાધના થાય.અથવા સચિત્તનો સંઘટ્ટો વાળી વ્યક્તિ વહોરાવે તો પણ વિરાધના થાય. આવું સંયમોપઘાતી સ્થાન ત્યજવું. (૩) પ્રવચનોપઘાતી બાળ વગેરે અશુચિ સ્થાન પાસે ઊભા રહીને વહોરવાથી શાસન (પ્રવચન) ની લઘુતા થાય, માટે પ્રવચનોપઘાતી સ્થાનને પણ વર્જવું.
(૨) દાયક : સાધુએ આહારાદિ ગ્રહણ કરતાં દાતારની પરીક્ષા કરવી. આગળ જણાવ્યા પ્રમાણે બાળક આદિ પાસેથી ગ્રહણ નહીં કરવું. આ વિષયમાં વિશેષ ઉત્સર્ગ-અપવાદ ઓઘનિર્યુક્તિથી જાણી લેવા.બાળક આદિ પાસેથી વહોરવાથી અપકાની વિરાધના આદિ દોષો છે. તે બાળક આદિ પાસેથી પણ ક્યારે ગ્રહણ કરાય તે ઓશનિયુક્તિથી જાણી લેવું. '
એકતાનવાળા વિશુદ્ધ ચારિત્રવંત ધર્મઘોષ નામના મુનિ ભિક્ષાર્થે ગયા, અમાત્યની પત્નીએ ભિક્ષા આપવા ઘી-ખાંડ મિશ્રિત ખીરથી ભરેલું પાત્ર ઉપાડ્યું, તેમાંથી ખાંડ મિશ્રિત ઘીનું બિંદુ જમીન ઉપર પડવાથી આ પિંડ છર્દિતદોષથી દૂષિત છે' એમ વિચારી સાધુ લીધા વિના પાછા ફર્યા, ઝરૂખે બેઠેલા અમાત્યે આ બધું જોયું અને વિચારવા લાગ્યો કે સાધુ મારા ઘરથી કંઈ લીધા વિના પાછા કેમ ફર્યા ? તેટલામાં તો પડેલા બિંદુ ઉપર માખીઓ બેસી ગઈ, તેને પકડવા ગરોળી, તેની ઉપર કાચિંડો, તેનું ભક્ષણ કરવા બીલાડી, તેના ઉપર મહેમાનોનો પાળેલો કુતરો કૂદી પડ્યો, ત્યારે મહોલ્લાના કુતરાએ તેના ઉપર ત્રાપ મારી. એમ બંનેનું યુદ્ધ થવાથી તેનો પરભાવ સહન નહિ સહી શકનારા તે તે કુતરાઓના માલિકો પ્રતિસ્પર્ધી કુતરાઓને દૂર કરવાં જતાં, તેઓમાં જ મારામારી શરૂ થઈ. આ બધું જોઈ અમાત્ય વિચાર્યું કે “ઘીનું માત્ર એક બિંદુ નીચે પડવાથી આવા અનર્થકારક પરિણામ આવે છે. આવું વિચારી દયા સાગર મુનિ પાછા ફર્યા. ધન્ય છે તે ધર્મને સર્વજ્ઞ વિના આવો ધર્મ કોણ બતાવે ? આ રીતે ધર્મી ઉપર બહુમાન કેળવી-પોતે પણ સંસાર છોડી દિક્ષાનું પાલન કરી મોક્ષે ગયા.