Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
પપ
(૪) અલ્પલેપા : જેનાથી પાત્રાદિને લેપ (ખરડ) ન લાગે તેવા નિરસ વાલ, ચણા વગેરે પદાર્થો લેવા તે ભિક્ષાને અથવા જેમાં “પશ્ચાત્ કર્મ' વગેરે આરંભજન્ય લેપ એટલે કર્મોનો બંધ અલ્પ હોય તે ભિક્ષા અલ્પલેપા સમજવી. વિશેષ આચારાંગ દ્વિતીયશ્રુતસ્કંધની પહેલી ચૂલાના સૂ-કરથી જાણી લેવું.
(૫) અવગૃહીતા : ભોજન વખતે થાળી, વાડકી, વાડકા વગેરેમાં કાઢીને ભોજન કરનારે આપેલા પિંડને વહોરનાર સાધુની ભિક્ષાને અવગૃહીતા કહી છે.
(૯) પ્રગૃહીતા : ભોજન વખતે જમવા બેઠેલાને પીરસવા માટે પીરસનારે મૂળભાજનમાંથી ચમચા વગેરેમાં ધર્યું હોય તે, ભોજન કરનારો ભોજનાર્થે ન લેતાં સાધુને વહોરાવરાવે અથવા જમનારે પોતે ખાવા માટે ભોજનના વાસણમાંથી પોતાના હાથમાં લીધું હોય તે સ્વયં વહોરાવે, તો તેવું અશનાદિ લેનારા સાધુની ભિક્ષા “પ્રગૃહીતા” કહેવાય. .
(૭) ઉક્ઝિર્તધર્મા: ગૃહસ્થને નિરૂપયોગી ત્યજી દેવા યોગ્ય હોય તેવા પિંડને લેનાર સાધુની ભિક્ષાને “ઉક્ઝિતધર્મા' કહેવાય.
અહીં પારૈષણા જુદી કહી હોવાથી પિંડ શબ્દનો અર્થ ભોજન જ સમજવો. સાત પાનૈષણાઓ પણ પિંડેષણાની તુલ્ય જ સમજવી. માત્ર ચોથીમાં એ ભેદ કે કાંજીનું પાણી, ઓસામણ, ગરમ (ઉકાળેલું) પાણી, ચોખાનું ધોવાણ વગેરે પાણી, તે અલેપતું અને બાકીનાં શેરડીનો રસ, દ્રાક્ષાનું પાણી, આમલીનું પાણી વગેરે લેપકૃત્ સમજવાં.
શયાતરનો શુદ્ધ પણ પિંડ સાધુને લેવો કલ્પતો નથી. કારણ કે તેનાથી અપ્રીતિ થવાનો સંભવ છે. શય્યાતરની (૧) અશન, (૨) પાન, (૩) ખાદિમ, (૪) સ્વાદિમ, (૫) રજોહરણ, (૬) વસ્ત્ર, (૭) પાત્ર, (૮) કંબલ, (૯) સોય, (૧૦) Qરિકા (મુંડન માટે અસ્ત્રો), (૧૧) કાન શોધવાની સળી અને (૧૨) નખરદની (નખ કાપવાનું સાધન), આ બાર વસ્તુ કહ્યું નહીં. તૃણ, ડગલ વગેરે વસ્તુ તો શય્યાતરની પણ કલ્પ.
શય્યાતર કોણ બને ? એક સ્થળે સુવે અને પ્રતિક્રમણ બીજે સ્થળે કરે તો બંને સ્થળના માલિક શય્યાતર બને. પરંતુ સમગ્ર રાત્રી જાગે અને પ્રતિક્રમણ બીજે સ્થળે કરે તો, પ્રતિક્રમણ જ્યાં કર્યું હોય તે સ્થળનો માલિક શય્યાતર બને. મકાનનો માલિક સાધુઓને વસતિ આપી દૂર દેશાન્તરે ગયો હોય તો પણ તે જ શય્યાતર ગણાય. વળી જ્યારે એક જ ગચ્છના સાધુઓ ઘણા હોવાથી અનેક મકાનમાં ઉતરે તો જે મકાનમાં ગચ્છાધિપતિ રહે તે મકાનનો માલિક શય્યાતર ગણાય, બીજા મકાનોવાળા નહિ. (પ્રવચન સારોદ્ધાર ગા. ૮૦૩)