Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
માટે પ્રતિક્રમણ સૂત્ર બોલતાં મંગલ કરવું જોઈએ, માટે સૂત્રકાર સ્વયં મંગલને જણાવે છે.
૮૫
“વત્તારિ મંત્રં - અર (ર) દંતા મા ં, સિદ્ધા મા ં, સાર્દૂ મા ં, પિળતો ધમ્મો મારું "
વ્યાખ્યા : જે સંસારને ગાળે અર્થાત્ સંસારથી પાર ઉતારે તે મંગલ. જેનાથી હિત પ્રાપ્ત કરાય તે મંગલ અર્થાત્ ધર્મને આપે તે મંગલ. આમ જુદી-જુદી વ્યુત્પત્તિઓથી મંગલ શબ્દના ભિન્ન-ભિન્ન અર્થ થાય છે. (જગતમાં) મંગલ તરીકે ચાર પદાર્થો છે, તેને નામપૂર્વક કહે છે. (૧) અરિહંત મંગલરૂપ છે. (૨) સિદ્ધ મંગલરૂપ છે. (૩) સાધુ મંગલરૂપ છે. (૪) કેવલિપ્રરૂપિત ધર્મ મંગલરૂપ છે. આચાર્યો-ઉપાધ્યાયો વગેરે પણ સાધુપણાથી યુક્ત (સાધુ) હોવાથી તેઓને સાધુમાં જ ગ્રહણ કરેલા સમજવા. કેવલિપ્રરૂપિત ધર્મ ‘શ્રુતધર્મ’ અને ‘ચારિત્રધર્મ' એમ બે પ્રકારે છે. આ ચારની મંગલતા એ કા૨ણે છે કે એના દ્વારા હિત મંગાય (મેળવાય) છે. આ હેતુથી જ તેઓનું લોકમાં ઉત્તમપણું છે અથવા લોકમાં તે પદાર્થોનું જ ઉત્તમપણું છે, માટે જ તેઓમાં મંગલતા છે. એ અર્થને જણાવવા માટે કહે છે
“चत्तारि लोगुत्तमा - अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहू लोगुत्तमा ! केवलिपण्णत्तो ધમ્મો જોવુત્તમો ।।”
વ્યાખ્યા : પૂર્વે કહેલા અરિહંતાદિ લોકમાં ઉત્તમ હોવાથી લોકોત્તમ છે. તેમાં પણ ‘અરિહંતો’ ભાવલોકમાં પ્રધાન છે, કારણ કે તેઓને કર્મની સર્વ શુભ પ્રકૃતિઓનો ઉદય હોય છે. અર્થાત્ શુભ ઔદિયકભાવે તેઓ વર્તતા હોય છે. અરિહંતની તુલનામાં આવે તેવો લોકનો કોઈ આત્મા શુભ ઔયિકભાવવાળો હોતો નથી. ‘સિદ્ધો’ચૌદરાજલોકના છેડે-ઉ૫૨ અર્થાત્ ત્રણ લોકને મસ્તકે રહેલા હોવાથી ક્ષેત્રલોકમાં ઉત્તમ છે. સાધુઓ જ્ઞાન-દર્શન-ચારિત્રને આશ્રયિને ભાવલોકમાં ઉત્તમ છે. અર્થાત્ જ્ઞાનાદિ ગુણોરૂપ ભાવધર્મની પ્રાપ્તિવાળા હોવાથી ભાવલોકોત્તમ છે. બે પ્રકા૨ના ધર્મમાં ‘શ્રુતધર્મ’ ક્ષાયોપશમિક ભાવલોકની અપેક્ષાએ તથા ‘ચારિત્રધર્મ’ ક્ષાયિકભાવ અને મિશ્ર (સાન્નિપાતિક)ભાવની અપેક્ષાએ ભાવલોકોત્તમ છે. આમ તેઓનું લોકોત્તમપણું હોવાથી જ તે શરણ કરવા યોગ્ય પણ છે, અથવા તેઓ શરણ કરવા યોગ્ય હોવાથી તેઓમાં લોકોત્તમપણું છે. એ જણાવે છે
साहू सरणं
" चत्तारि सरणं पवज्जामि- अरिहंते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, पवज्जामि, केवलिपण्णत्तं धम्मं सरणं पवज्जामि ।। "