________________
૯૦
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ જે વસ્તુ લેતાં “આધાકર્મ' વગેરે જે જે દોષની શંકા થાય તે આહારાદિ લેવાથી તે તે દોષરૂપ અતિચાર લાગે. સાસાિરે = (રભસવૃત્તિથી) ઉતાવળે અકથ્ય વસ્તુ લીધા પછી તેને ન પરઠવવાથી અથવા અવિધિએ પરઠવવાથી અતિચાર લાગે. એ રીતે અનેyયા = અનેષણા કરવાથી અર્થાત્ એષણાસમિતિના પાલનમાં પ્રસાદ કરવાથી અને પ્રાણાયા = સર્વથા અવિચારિતપણે અત્યંત અનેષણા કરવાથી દોષનો-સર્વથા વિચાર નહિ કરવાથી લાગેલા અતિચાર; તથા પ્રાઇમોનના = પ્રાણ' એટલે રસવગેરેમાં ઉત્પન્ન થતા જીવો, તેને ખાવાથી અર્થાત્ (કાલાતીત) દહીંમાં કે (વાસી) ભાત વગેરેમાં કે સડેલાં ફળોમાં અથવા જુની ખારેક વગેરેમાં ઉત્પન્ન થયેલા જીવોવાળી તે તે વસ્તુ ખાવાથી વિરાધના થાય તે પ્રાણના (જીવોવાળી વસ્તુના) ભોજનથી લાગેલા અતિચાર, એ પ્રમાણે વીનમોનનયા - રિતમોનના = તલસાંકળી વગેરે ખાવામાં કાચા તલ વગેરે બીજોની વિરાધના અને દાળ વગેરેને માટે ભીંજાવેલા કઠોળના દાણાની નખીમાં ઉગેલા અંકુરાનો (અનંતકાયનો) સંભવ હોવાથી તેવી વસ્તુ ખાવામાં હરિત (વનસ્પતિ)ની વિરાધના, આમ બીજ અને હરિતની વિરાધનાથી લાગેલા અતિચાર. તથા પશ્ચર્મિયાં - પુર: મિંયા = દાન દીધા પછી પાત્ર કે હાથ ધોવામાં પાણી વાપરવું તે “પશ્ચાતુકર્મ' જેમાં થાય તેવી, અને દાન આપતાં પહેલાં હાથ-પાત્ર ધોવા વગેરે પુર:કર્મ જમાં થયું હોય તેવી, ભિક્ષા લેવાથી લાગેલા અતિચાર, અહિયા=લેતાં મૂકતાં દેખાય નહિ તે રીતે લાવેલી ભિક્ષા લેવાથી, દેનારને ભિક્ષા લાવવા-મૂકવામાં જીવનો સંઘટ્ટો વગેરે થવાનો સંભવ હોવાથી જોયા વિના લેવું તે અતિચાર, સંસ્કૃણાહૂતયા = (સચિત્ત) પાણીથી સંસ્કૃષ્ટ (ભીંજાયેલા) સ્થાનેથી લાવેલી ભિક્ષા લેવાથી સચિત્ત સંઘટ્ટનરૂપ અતિચાર. નિ:સંસ્કૃણાહૂતિયા = સચિત્ત પૃથ્વી આદિ રજવાળા સ્થાનેથી લાવેલી ભિક્ષા લેતાં પણ સચિત્ત સંઘટ્ટનરૂપ અતિચાર. પરિણાનિયા = દાનમાં દેવાની વસ્તુને ભૂમિ ઉપર પાડતાં પાડતાં (છાંટા પાડતાં) વહોરાવે તે ‘પારિશાનિકા' કહેવાય, તે લેવાથી છ કાય જીવોની વિરાધનારૂપ અતિચાર. પરિઝનિયા = ભોજન આપવા માટેના ભાજનમાં રહેલા અન્ય દ્રવ્યને ખાલી કરીને તેનાથી દાન દેવું તેને ‘પરિષ્ઠાપન' કહેવાય. તેવી રીતે આપેલી ભિક્ષા લેવાથી પણ સચિત્તાદિના સંઘા વગેરેનો સંભવ હોવાથી અતિચાર. ‘વમાંsurfક્ષયા' = શ્રેષ્ઠ દ્રવ્યની માંગણી કરવી તેને સિદ્ધાંતની પરિભાષામાં અવભાષણ (ઓહાસણ) કહેવાય છે, એવી રીતે માગેલી ભિક્ષાથી લાગેલા અતિચાર. હવે ઉપસંહાર કરતાં કહે છે કે આ રીતે કેટલા દોષો કહેવા ? માટે સઘળા દોષો ઉદ્ગમ, ઉત્પાદન અને એષણા” એ ત્રણ પ્રકારમાં અંતર્ગત થતા હોવાથી કહે છે કે – ૦૬ ડમેન સત્યાનથી અળયા રે પરિશુદ્ધ પરિગૃહીતમ્' = જે “આધાકર્મ' વગેરે ઉદ્ગમદોષોથી, ધાત્રીદોષ' વગેરે