________________
શ્રમણ ધર્મ
૯૭
સ્થિર આત્મભાવ તે અવધ (૨) અત્યંત ગહન એવા સૂક્ષ્મભાવો ન સમજાય તો પણ સંમોહને (મૂઢતાને) વશ ન થાય, તથાવિધ દેવમાયામાં પણ ન મુંઝાય તે અસંમોહ. (૩) બીજા પણ સર્વ બાહ્ય સંયોગોને આત્માથી ભિન્ન અનુભવે, તેમાં મમત્વ ન કરે તે વિવેક. (૪) શરીર, આહાર તથા ઉપધિ, એ સર્વેનો સર્વ પ્રકારે ત્યાગ કરી નિસંગ બને તે વ્યુત્સર્ગ સમજવો.
આ ચાર ધ્યાનો પૈકી પ્રથમનાં બેને સેવવાથી અને છેલ્લાં બેને (યોગ્યતા છતાં) નહિ સેવવાથી (અથવા ચારેયની અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા વગેરે કરવાથી) લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. _“पडि० पंचहि किरिआहिं - काइआए अहिगरणिआए पाउसिआए पारिआ (ता)वणिआए पाणाइवायकिरिआए । पडि० पंचहिं कामगुणेहिं - सद्देणं रुवेणं गंधेणं रसेणं फासेणं । पडि० पंचहिं महव्वएहि-पाणाइवायाओ वेरमणं मुसावायाओ वेरमणं अदिण्णादाणाओ वेरमणं मेहुणाओ वेरमणं परिग्गहाओ वेरमणं । पडि०. पंचहिं समिईहिं - ईरियासमिईए भासा समिईए एसणासमिईए आयाणभंडमत्तनिक्खेवणासमिईए उच्चारपासवणखेलजल्लसिंघाण -પરિફાવI(નિયા) સમ ! . અહીં ક્રિયા એટલે વ્યાપાર. તેમાં કાયાનો વ્યાપાર તે (અ) કાયિકી ક્રિયા ત્રણ પ્રકારે છે : (૧) અવિરત કાયિકી = આ ક્રિયામાં મિથ્યાદૃષ્ટિની અને અવિરત સમ્યક્દષ્ટિની (તથા દેશવિરતિ-પાંચમા ગુણસ્થાનક સુધીના જીવોની) “ફેકવું વગેરે કર્મબંધના કારણભૂત સર્વ ક્રિયાઓ સમજવી. (૨) દુષ્પરિહિત કાયિકી = આ ક્રિયામાં પ્રમત્તસંયત (છઠ્ઠા ગુણસ્થાનકવાળા)ની (પંચવિધ) પ્રમાદ યુક્ત ઇન્દ્રિયો અને મન દ્વારા થતી સઘળી પ્રવૃત્તિ સમજવી. (૩) ઉપરતકાયિકી = આમાં પ્રાય: પાપવ્યાપારથી નિવૃત્ત એવા અપ્રમત્ત સંયતની સર્વ ક્રિયાઓ સમજવી. કાયિકી ક્રિયાના આ ત્રણ ભેદો જાણવાં.
(બ) આધિકરણિકી = જેનાથી આત્મા નરકાદિ દુર્ગતિનો અધિકારી થાય તે અધિકરણ કહેવાય. એવા અધિકરણો દ્વારા થતી ક્રિયાને આધિકરણિકી કહેવાય. તેનો બે ભેદો છે. (૧) ચક્ર-રથ વગેરેનો સાધનો ચલાવવાં, પશુઓનો બાંધવા, પક્ષિઓને પાંજરામાં પૂરવા તથા મંત્ર-તંત્ર વગેરેનો પ્રયોગ કરવો તે અધિકરણપ્રવર્તની. (૨) ખડ્ઝ વગેરે શસ્ત્રો બનાવવા તે અધિકરણનિવર્તિની.
(ક) પ્રાષિકી ક્રિયા = મત્સર કરવારૂપ ક્રિયા. તેના પણ (૧) સજીવ ઉપર મત્સર કરવો અને (૨) કોઈ અજીવ ઉપર મત્સર કરવો, એમ બે ભેદ છે.