SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ ધર્મ ૯૭ સ્થિર આત્મભાવ તે અવધ (૨) અત્યંત ગહન એવા સૂક્ષ્મભાવો ન સમજાય તો પણ સંમોહને (મૂઢતાને) વશ ન થાય, તથાવિધ દેવમાયામાં પણ ન મુંઝાય તે અસંમોહ. (૩) બીજા પણ સર્વ બાહ્ય સંયોગોને આત્માથી ભિન્ન અનુભવે, તેમાં મમત્વ ન કરે તે વિવેક. (૪) શરીર, આહાર તથા ઉપધિ, એ સર્વેનો સર્વ પ્રકારે ત્યાગ કરી નિસંગ બને તે વ્યુત્સર્ગ સમજવો. આ ચાર ધ્યાનો પૈકી પ્રથમનાં બેને સેવવાથી અને છેલ્લાં બેને (યોગ્યતા છતાં) નહિ સેવવાથી (અથવા ચારેયની અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા વગેરે કરવાથી) લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. _“पडि० पंचहि किरिआहिं - काइआए अहिगरणिआए पाउसिआए पारिआ (ता)वणिआए पाणाइवायकिरिआए । पडि० पंचहिं कामगुणेहिं - सद्देणं रुवेणं गंधेणं रसेणं फासेणं । पडि० पंचहिं महव्वएहि-पाणाइवायाओ वेरमणं मुसावायाओ वेरमणं अदिण्णादाणाओ वेरमणं मेहुणाओ वेरमणं परिग्गहाओ वेरमणं । पडि०. पंचहिं समिईहिं - ईरियासमिईए भासा समिईए एसणासमिईए आयाणभंडमत्तनिक्खेवणासमिईए उच्चारपासवणखेलजल्लसिंघाण -પરિફાવI(નિયા) સમ ! . અહીં ક્રિયા એટલે વ્યાપાર. તેમાં કાયાનો વ્યાપાર તે (અ) કાયિકી ક્રિયા ત્રણ પ્રકારે છે : (૧) અવિરત કાયિકી = આ ક્રિયામાં મિથ્યાદૃષ્ટિની અને અવિરત સમ્યક્દષ્ટિની (તથા દેશવિરતિ-પાંચમા ગુણસ્થાનક સુધીના જીવોની) “ફેકવું વગેરે કર્મબંધના કારણભૂત સર્વ ક્રિયાઓ સમજવી. (૨) દુષ્પરિહિત કાયિકી = આ ક્રિયામાં પ્રમત્તસંયત (છઠ્ઠા ગુણસ્થાનકવાળા)ની (પંચવિધ) પ્રમાદ યુક્ત ઇન્દ્રિયો અને મન દ્વારા થતી સઘળી પ્રવૃત્તિ સમજવી. (૩) ઉપરતકાયિકી = આમાં પ્રાય: પાપવ્યાપારથી નિવૃત્ત એવા અપ્રમત્ત સંયતની સર્વ ક્રિયાઓ સમજવી. કાયિકી ક્રિયાના આ ત્રણ ભેદો જાણવાં. (બ) આધિકરણિકી = જેનાથી આત્મા નરકાદિ દુર્ગતિનો અધિકારી થાય તે અધિકરણ કહેવાય. એવા અધિકરણો દ્વારા થતી ક્રિયાને આધિકરણિકી કહેવાય. તેનો બે ભેદો છે. (૧) ચક્ર-રથ વગેરેનો સાધનો ચલાવવાં, પશુઓનો બાંધવા, પક્ષિઓને પાંજરામાં પૂરવા તથા મંત્ર-તંત્ર વગેરેનો પ્રયોગ કરવો તે અધિકરણપ્રવર્તની. (૨) ખડ્ઝ વગેરે શસ્ત્રો બનાવવા તે અધિકરણનિવર્તિની. (ક) પ્રાષિકી ક્રિયા = મત્સર કરવારૂપ ક્રિયા. તેના પણ (૧) સજીવ ઉપર મત્સર કરવો અને (૨) કોઈ અજીવ ઉપર મત્સર કરવો, એમ બે ભેદ છે.
SR No.005846
Book TitleShraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorManvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy