________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ આગમથી (૨) ઉપદેશ શ્રવણથી (૩) આજ્ઞાથી અને (૪) નૈસર્ગિક ભાવે (સ્વભાવથી), જીવ એમ માને કે શ્રી જિનેશ્વરોએ કહેલા ભાવો-પદાર્થો સત્ય છે, કહ્યા છે તેવા જ છે. ઇત્યાદિ જિનકથિત તત્ત્વોની શ્રદ્ધાથી સમજાય કે આ જીવમાં ધર્મધ્યાન છે, એમ ધર્મધ્યાનનાં ચાર લિંગો જાણવાં.
(૪) શુક્લધ્યાન : તેના ચાર ભેદો છે. (૧) પૃથકત્વવિતર્કસવિચાર : એક જ દ્રવ્યમાં તેની ઉત્પત્તિ-વિનાશ અને ધૈર્યાદિ પર્યાયોનો તે દ્રવ્યથી ભિન્ન જે વિર્તક (કલ્પના), તેનો વિચાર એટલે સંક્રમ, તેનાથી યુક્ત એવું જ ધ્યાન તે પૃથકત્વવિતર્કસવિચાર. આ સંક્રમ પરસ્પર અર્થમાં, વ્યંજનમાં તથા યોગોમાં સમજવો. તેમાં અર્થ એટલે પદાર્થ, તેમાંથી વ્યંજન એટલે શબ્દમાં અને શબ્દમાંથી દ્રવ્યમાં, એવી જ રીતે ત્રણ યોગોમાં (મન-વચન-કાયામાં) પણ પરસ્પર વિતર્કનું સંક્રમણ તે વિચાર અને તેવા વિચારવાળું ધ્યાન - માટે ‘સવિચાર અર્થાત્ એક જ દ્રવ્યમાં તેના પર્યાયોના ભેદની (પરસ્પર તે જુદાં છે એવી) કલ્પના કરતાં પરસ્પર શબ્દમાંથી અર્થમાં પર્યાયમાં અને મનમાંથી વચનમાં, તેમાંથી કાયામાં, એમ પરસ્પર સંક્રમણ કરવારૂપ ચિંતન જાણવું. (૨) એકત્વવિતર્કઅવિચાર : અહીં “એકત્વ' એટલે દ્રવ્ય-પર્યાય વગેરેની એકતા, તેનો વિતર્ક=પરસ્પર (તેના વાચ્ય-વાચક) શબ્દની અને અર્થની (શબ્દાર્થની) કલ્પના તેનો અવિચાર શબ્દ, અર્થ અને યોગના “સંક્રમણનો અભાવ.' અર્થાત્ કોઈ એક જ યોગનું આલંબન કરીને કોઈ શબ્દની, અર્થની કે પર્યાયની એક જ અપેક્ષાએ દ્રવ્ય અને પર્યાયોના અભેદનું ચિંતન કરવું તે એકત્વ વિતર્ક અવિચાર, શુક્લધ્યાનના આ બે ભેદો (મુખ્યતયા) પૂર્વધરોને હોય છે. પૂર્વના જ્ઞાન રહિત સાધુને શ્રુત વિના પણ હોઈ શકે છે.) (૩) સૂક્ષ્મક્રિયાઅનિવર્તિ ત્રણ યોગો પૈકી મનનો-વચનનો સંપૂર્ણ રોધ કર્યા પછી અર્ધા (બાદર) કાયયોગનો રોધ કરનારા કેવલજ્ઞાનીને યોગનિરોધ કરતી વેળા (માત્ર સૂક્ષ્મકાયયોગનો વ્યાપારી હોય તે સૂક્ષ્મક્રિયાઅનિવ િ(૪) વ્યચ્છિત્રક્રિયાપ્રતિપાતિ = ચૌદમે ગુણસ્થાનકે શૈલેશી અવસ્થામાં ત્રણે યોગોના વ્યાપારનો અભાવ (નિરોધ) હોય તેથી ‘સુચ્છિત્રક્રિયા અને અવિનાશી હોવાથી અપ્રતિપાતિ' (અર્થાત્ જડ-યૌગિકક્રિયાનો સર્વથા અભાવ.) તેમાં છઘસ્થની મનની નિશ્ચલતા જેવી કેવલીને કાયાની નિશ્ચલતા તે ત્રીજું અને સર્વયોગોનો નિરોધ થવા છતાં દ્રવ્યમનના (વ્યાપારના) અભાવે પણ પૂર્વપ્રયોગથી (કુંભારનું ચક્ર ચાલે તેમ) જીવનો ઉપયોગ વર્તે તે ભાવમન ચોથું ધ્યાન કહેવાય છે. આ શુક્લધ્યાનનાં ચાર લિંગો છે. (૧) - ઉપસર્ગ પ્રસંગે પણ ધ્યાનથી ન ચળે એવો