________________
શ્રમણ ધર્મ
૯૫
નિદાન : અન્યભવમાં ચક્રવર્તી આદિની ઋદ્ધિ (સુખોની પ્રાર્થના કરવી. તે નિદાન સ્વરૂપ આર્તધ્યાન. આ આર્તધ્યાનને ઓળખવાનાં ૪ લિંગો – (૧) દુ:ખીયાનો દુ:ખપૂર્ણ વિલાપ. (૨) અશ્નપૂર્ણનયને રૂદન. (૩) દીનતા કરવી. (૪) માથું કુટવું, છાતી પીટવી વગેરે છે. તેવું કરનાર આર્તધ્યાની છે એમ સમજવું. (૨) રૌદ્રધ્યાન : તેના ચાર પ્રકાર છે. (૧) હિંસાનુબંધી : (ભૌતિક સુખની લાલસાથી) જીવોને મારવા-વિધવા-બાંધવા-ડામ દેવા-અંગોપાંગ વગેરે છેદવા કે પ્રાણમુક્ત કરવા વગેરે વિચારવું તે હિંસાનુબંધી રૌદ્રધ્યાન. (૨) મૃષાનુબંધી રોદ્રધ્યાન - ચાડી, અસભ્ય, અસત્ય કે કોઈનો ઘાત વગેરે થાય તેવું વચન બોલવાનું વિચારવું તે મૃષાનુબંધી. (૩) તેયાનુબંધી : ક્રોધ, લોભ વગેરેથી બીજાનું ધન હરણ કરવાનું ચિંતવવું. (૪) વિષયસંરક્ષણાનુબંધી : પાંચ ઇન્દ્રિયોના શબ્દાદિ વિષયોના આધારભૂત દ્રવ્યોના રક્ષણ માટે “રખે, કોઈ લઈ ન લે” એવી સર્વ પ્રત્યે શંકા કરીને બીજાઓને મારી નાખવા સુધી ધ્યાન કરવું - વિચારવું તે વિષયસંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન.
રૌદ્રધ્યાનનાં ચાર લિંગો છે. ઉપર કહેલા ચાર પ્રકારોમાંથી કોઈ એકાદિ પ્રકારમાં ‘ઉત્સન્ન” એટલે સતત પ્રવૃત્તિ કરવી તે (૧) ઉત્સત્રદોષ. એ ચારેયમાં સતત પ્રવૃત્તિ કરાવારૂપ (૨) બહુલદોષ. બીજાની ચામડી ઉતારવી, નેત્રો ઉખેડવાં વગેરે હિંસાના ભિન્ન-ભિન્ન પ્રયોગો વારંવાર કરવા તે (૩) નાનાવિધ દોષ. પોતાના અકાર્યથી પોતે કે બીજો કોઈ (મનુષ્યાદિ) મટાં સંકટમાં પડે (મરવાનો પ્રસંગ આવે) તો પણ પોતાના કરેલા અકાર્યનો પસ્તાવો ન થાય (મરણ આવે તો પણ અકાર્યથી ન અટકે તે) (૪) આમરણદોષ જાણવો.
(૩) ધર્મધ્યાન તેના ચાર પ્રકાર છે. (૧) આજ્ઞાવિચય જ્ઞાન, દર્શન, ચારિત્ર વૈરાગ્ય (અને) ભાવનાઓનો અભ્યાસ કરી જેણે આત્માને તે તે ગુણોનો અભ્યાસી કર્યો હોય તેવો આત્મા નય, નિક્ષેપ, સપ્તભંગી વગેરે તે તે અપેક્ષાઓથી ગહનઅતિગહન એવા શ્રીજિનવચનોને તુચ્છ બુદ્ધિના કારણે ન સમજી શકે તો પણ તે “સત્ય જ છે' એમ માને - સમજે (વિચારે) તે આજ્ઞાવિચય. (૨) અપાયવિચય : રાગદ્વેષ-કષાયો તથા તેના યોગે હિંસા, અસત્ય, ચોરી વગેરે આશ્રવોને સેવનારા જીવો તેના ફળ તરીકે આલોક કે પરલોકમાં જે જે દુ:ખો પામે છે તેનું ચિંતન કરવું તે અપાયવિચર્ય. (૩) વિપાક વિચય: આઠ કર્મોનું સ્વરૂપ તેના પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશો, એ ચાર ભેદોથી વિચારવું તે વિપાકવિચય. (૪) સંસ્થાનવિચય : શ્રી જિનેશ્વરો એ કહેલા ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યોના લક્ષણો, આકાર, આધાર, ભેદો અને પ્રમાણ વગેરેનું ધ્યાન કરવું તે સંસ્થાનવિચય. ધર્મધ્યાનનાં ચાર લિંગો- (૧)