________________
૯૮
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ (ડ) પારિતાપનિકી - તાડન-તર્જનાદિનું દુઃખ તે પરિતાપ અને તે દુઃખથી થાય તે ‘પારિતાપનિકી ક્રિયા.” તેના પણ (૧) પોતાના શરીરને તાડન-તર્જનાદિ કરવું અને (૨) બીજાના શરીરને તાડન-તર્જનાદિ કરવું, એમ બે ભેદો જાણવા.
(ઈ) પ્રાણાતિપાતિકી : પ્રાણોના નાશ કરવારૂપ ક્રિયા. તેના પણ પોતાના પ્રાણોનો નાશ અને પરપ્રાણોનો નાશ એમ બે ભેદો છે. ઉપર જણાવેલી પાંચક્રિયાઓથી જે કોઈ અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું.'
પ્રતિ પપ: માને- બ્રેન-પે--રસેન-સ્પર્શેન" = શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શ, એ પાંચ કામગુણોથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. તેમાં જેની ઇચ્છા થાય તે કામ શબ્દાદિ પાંચ ઇન્દ્રિયોના વિષયો, અને તે ભિન્ન-ભિન્ન દ્રવ્યને આશ્રયિને રહેલા તે તે દ્રવ્યના ગુણ હોવાથી તેને જ ગુણ કહેવાય. એ રીતે શબ્દાદિ પાંચ કામગુણ સમજવા.
"प्रति० पञ्चभिर्महाव्रतैः प्राणातिपाताद्विरमपं- मृषावादाद्विरमणं- अदत्तादानाद्विरमणं : मैथुनाद्विरमणं - પ્રદરમ્” = પ્રાણાતિપાત વિરમણાદિ પાંચ મહાવ્રતોમાં જે કોઈ અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું. અહીંતે તે વ્રતોને અંગે નહિ કરવા યોગ્ય કરવાથી, કરવા યોગ્ય નહિ કરવાથી, ઇત્યાદિ કારણે અતિચાર, અથવા સંઘર્યો પરિતાપ વગેરે કરવારૂપ તે તે પ્રાણાતિપાતાદિ વ્રતોમાં અતિચારો સ્વયં વિચારી લેવા.
प्रति. पञ्चभिः समितिभिः - इर्यासमित्या, भाषासमित्या, एषणा समित्या, आदानभाण्डमात्रनिक्षेपणासमित्या, उच्चारप्रश्रवणखेलजल्लसिङ्घाणपारिष्ठापनिकासमित्या = ઇર્યાસમિતિ આદિ પાંચ સમિતિઓનું યથાર્થપાલન વગેરે નહિ કરવાથી, તેમાં લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. (૧) ઇર્યાસમિતિ = અચિત્ત ભૂમિ ઉપર, જીવહિંસા ન થાય તે માટે યુગ પ્રમાણ ભૂમિને જોતાં ચાલવું તે. (૨) ભાષાસમિતિ = નિરવદ્ય (નિષ્પાપ), સર્વ જીવોને હિતકારી અને પ્રિય એવું મિત (અલ્પ) બોલવું તે ભાષાસમિતિ. (૩) એષણાસમિતિ પૂર્વે કહેલા એષણાના ૪૨ દોષોને ટાળીને આહાર-વસ્ત્ર-પાત્ર અને વસતિ લેવા તે. (૪) આદાનભાંડમાત્રનિક્ષેપણા સમિતિ પાત્ર-વસ્ત્રાદિ સંયમોપકારક સર્વ વસ્તુઓને લેવામાં મૂકવામાં પૂંજવા-પ્રમાર્જનાપૂર્વક સમ્યક પ્રવૃત્તિ કરવી તે. (૫) ઉચ્ચારપ્રશ્રવણખેલજલ્લસિઘ્રાણપારિષ્ઠાપનિકાસમિતિ: મળ-માતૃ-થેક-કફ-શરીરનો મેલ-નાકનો મેલ એ દરેકને નિર્જીવ ભૂમિમાં વિધિપૂર્વક પરઠવવું તે. આ પાંચ સમિતિથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું.
“पडि० छहिं जीवनिकाएहिं - पुढवीकारणं आउकाएणं तेउकाएणं वाउकाएणं वणस्सइकारणं तसकाएणं । पडि० छहिं लेसाहिं - किण्हलेसाए नीललेसाए काउलेसाए तेउलेसाए पम्हलेसाए સુક્ષઢેસાઈ ”