________________
શ્રમણ ધર્મ
૧૦૧
ક્રિયા. અર્થાત્ દેવ-ગુરુ કે સંઘના શત્રુઓની અથવા “આણે સર્પ વગેરે હિંસક જીવોની હિંસા કરી, કરે છે કે ભવિષ્યમાં કરશે” એમ સમજી તેને ત્રણે કાળની હિંસા માટે દંડ કરવો; તેને મારવો તે હિંસા માટે ક્રિયા. (૪) અકસ્માત ક્રિયા: કોઈ બીજાને હણવા માટે બાણ વગેરે શસ્ત્ર ફેકવાં છતાં ઘાત બીજાનો થાય તે. (૫) દષ્ટિવિપર્યાસક્રિયા = મિત્ર છતાં શત્રુ જાણીને કે ચોર ન હોય તેને ચોર સમજીને હણે તે. (૩) મૃષાક્રિયા = (પોતાના કે જ્ઞાતિજન વગેરેના માટે) મૃષાવાદ (અસત્ય) બોલવારૂપ ક્રિયા. (૭) અદત્તાદાનક્રિયા = (પોતાના કે જ્ઞાતિજન વગેરેને માટે) સ્વામિ અદત્ત, જીવ અદત્ત, તીર્થકર અદત્ત અને ગુરુ અદત્ત એ ચાર પ્રકારનું અદત્ત૫ ગ્રહણ કરવાની ક્રિયા. (૮) અધ્યાત્મક્રિયા : શ્રી ઋષભદેવ ભગવાનના કોંકણ દેશના સાધુની (કાયોત્સર્ગની અંદર) જેમ “જો મારા પુત્રો વર્તમાનમાં ક્ષેત્રના વેલાઓ વગેરેને બાળી નાખે તો સારું, નહિ તો અનાજ નહિ પાકવાથી દુ:ખી થશે” વગેરે અનુચિત ચિંતવવું (અથવા કોઈ નિમિત્ત વિના સ્વપ્રકૃતિથી જ ક્રોધ, માન, માયા, લોભ, ક્લેશ વગેરે કરીને દુઃખી થવું) તે ક્રિયા પોતાના આત્મામાં થતી હોવાથી અધ્યાત્મક્રિયા જાણવી. (૯) માનક્રિયા = પોતાનાં “જાતિ, કુલ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ, જ્ઞાન, લાભ” વગેરેનો મદ (અભિમાન) કરીને, પોતાને મોટો માનીને બીજાને હલકા માનવા, ઇત્યાદિ અભિમાનિકી ક્રિયા. (૧૦) અમિત્રક્રિયા = માતા, પિતા કે સ્વજન સંબંધી અથવા જ્ઞાતિજન વગેરેને તેઓનો અલ્પ અપરાધ હોવા છતાં તાડન, તર્જન, દહન વગેરે સખત શિક્ષા કરવી. (આને “મિત્રદ્રષક્રિયા' પણ કહી છે.) (૧૧) માયા ક્રિયા = કપટથી મનમાં જુદું વિચારવું, વચનથી જુદું બોલવું તથા કાયાથી જુદું કરવું. (૧૨) લોભક્રિયા = લોભથી આહારાદિ અશુદ્ધ (દોષિત) લેવાં (વાપરવાં) વગેરે (અથવા પાપારંભમાં કે સ્ત્રીભોગ વગેરેમાં આસક્ત પોતાના ભોગાદિની રક્ષા કરતો બીજા જીવોને મારે, હણે, બાંધે, ઇત્યાદિ) ક્રિયા. (૧૩) ઇરિયાપથિકી ક્રિયા = મોહનો ઉપશમ કે ક્ષય થવાથી “વીતરાગ' થયેલા આત્માની કેવળ યૌગિક ક્રિયા, જેમાં માત્ર યોગના વ્યાપારથી ત્રિસામયિક કર્મબંધ થાય, પહેલે સમયે બંધાય, બીજે સમયે ભોગવાય, અને ત્રીજે સમયે નિર્જરા થઈ જાય. આ તેર ક્રિયા સ્થાનોથી જે કોઈ અતિચાર લાગ્યા હોય તેનું પ્રતિ. ૧૫. કોઈ વસ્તુ તેના માલિકની રજા વિના લેવી તે સ્વામિ અદત્ત. સજીવ વસ્તુ પોતાની હોવા છતાં
તેનો મૂળ માલિક તેમાં રહેલો જીવ છે તેની અનુમતિ નહિ હોવા છતાં તેને ભાંગવાથી, ખાવાથી તે વસ્તુ જે જીવના શરીરરૂપ હોય તે જીવની ચોરી ગણાય માટે તે જીવ અદત્ત. બીજાએ આપેલી અજીવ પણ વસ્તુ વાપરવાની જિનાજ્ઞા ન હોય તો તે વાપરવાથી તીર્થકર અદત્ત. બીજાએ આપેલી અચિત્ત વસ્તુ શાસ્ત્રનિષિદ્ધ ન હોય તે પણ ગુરુની અનુમતિ વિના કે તેઓને દેખાડ્યા વિના વાપરવા વગેરેથી ગુરુ અદત્ત લાગે.