________________
શ્રમણ ધર્મ
૯૯
વ્યાખ્યા પ્રતિ ક્વિÍવના - પૃથ્વીકાયન, માયેન, તૈનાવેન, વાયુ, વનસ્પતિ યેન, ત્રસાવેન = પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ કાયવાળા જીવોની વિરાધના (હિંસાદિ) કરવારૂપ જે કોઈ અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું.
प्रति० षड्भिर्लेश्याभिः - कृष्णलेश्यया, नीललेश्यया, कापोतलेश्यया, तेजोलेश्यया, पद्मलेश्यया, સુવર્ટાન્ડેયા - કૃષ્ણાદિ છ લેગ્યામાં પ્રથમ ત્રણમાં પ્રવૃત્તિ કરવાથી (સેવવાથી) અને છેલ્લી ત્રણમાં પ્રવૃત્તિ ન કરવાથી (નહિ સેવવાથી) જે અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું. જેમ નિર્મલ સ્ફટિકનો તેવા તેવા વર્ણવાળા દ્રવ્યના સંબંધથી તેવો તેવો વર્ણ થાય છે - દેખાય છે. તેમ નિર્મળ આત્માનો પણ સર્વ કર્મ પ્રકૃતિઓના રસ (ઝરણાં)ભૂત તે તે કષ્ણાદિ દ્રવ્યોના સંબંધથી તેવો તેવો પરિણામ થાય તેને વેશ્યા કહેવાય છે. તેના કૃષ્ણ, નીલ વગેરે છ પ્રકારો છે. તેનું સ્વરૂપ જાંબૂને ખાનારા છે પુરુષોના દૃષ્ટાંતથી સમજવું. (કોઈ છ માણસો અટવીમાં ભૂલા પડ્યા - ખૂબ ભૂખ લાગી હતી-આજુ-બાજુ નજર કરી-એક જાંબૂનું વૃક્ષ જોયું. તે જોઈને એક બોલ્યો ઝાડને મૂળથી જ કાપી નાખો. બીજો બોલ્યો આખા ઝાડને કાપવાની શી જરૂર છે ! માત્ર તેની મોટી મોટી શાખાને કાપો. ત્રીજો બોલ્યો શાખાની પણ શી જરૂર છે તેની નાની નાની પ્રશાખાને જ કાપો. ચોથો બોલ્યો પ્રશાખાને કાપવાની પણ શી જરૂર છે, માત્ર જાંબૂના ગુચ્છાને જ કાપો.પાંચમો બોલ્યો ગુચ્છામાં તો કાચા-પાકા બધા જાંબૂ છે. તેથી માત્ર પાકા જાંબૂ જ કાપો. છઠ્ઠો બોલ્યો જાંબૂ જ ખાવા છે ને ! તો ગુચ્છા કાપવાની જરૂર નથી, નીચે ઘણા જાંબૂ પડ્યા છે તેને જ ખાઈ લઈએ ! આ રીતે છ મનુષ્યોમાં જે પરિણામનું તારતમ્ય હતું, તે કૃષ્ણાદિ વેશ્યાના પરિણામરૂપ સમજવું. છ પૈકીની પ્રથમની ત્રણ વેશ્યાઓ ઉત્તરોત્તર ઓછી દુષ્ટ છે અને પછીની ત્રણ અધિકાધિક શુભ છે. એ પ્રત્યેકમાં પણ તારતમ્યની અપેક્ષાએ અસંખ્યાતા ભેદો પડે છે. આ વેશ્યાના પરિણામથી જીવને નવા બંધાતાં કર્મોમાં શુભાશુભ રસબંધ થાય છે. અશુભ લેશ્યાના પરિણામથી શુભ કર્મનો મંદ અને અશુભનો તીવ્રરસ બંધાય છે. તેમ શુભલેશ્યાના પરિણામથી અશુભ કર્મોનો મંદ અને શુભકર્મનો તીવ્રરસ બંધાય છે. માટે અશુભ હેય અને શુભ ઉપાદેય છે.) __ “पडि० सत्तहिं भयठाणेहिं, अट्ठहिं मयठाणेहिं, नवहिं बंभचेरगुत्तीहिं, दसविहे समणधम्मे, इगारसहिं उवासंगपडिमाहिं, बारसहिं भिक्खुपडिमाहिं, तेरसहिं करियाठाणेहिं, चउदसहिं भूअगामेहिं, पनरसहिं परमाहम्मिएहिं, सोलसहिं गाहासोलसएहिं, सत्तरसविहे असंजमे, अट्ठारसविहे अबंभे, एगुणवीसाए नायज्झयणेहिं, वीसाए असमाहिठाणेहिं ।