________________
૯૪
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
રાગ-દ્વેષ થાય તેવી રીતે ભોજન સંબંધી વાતો કરવી તે “ભક્તકથા.” (૩) રાગવેષને વશ થઈ તે તે દેશનાં સુખ-સંપત્તિ વગેરેની પ્રશંસા-નિંદા વગેરે કરવારૂપ વાર્તા તે દશકથા. અને (૪) રાગ-દ્વેષાદિથી તે તે રાજાઓના ગુણ-દોષ વગેરે બોલવા તે “રાજ કથા' (શ્રી સ્થાનાંગસૂત્રમાં તો ઉપરની ચાર સહિત મૃદુકારૂણિકી, દર્શનભેદિની અને ચારિત્રભેદિની એ ત્રણ સહિત એમ સાત વિકાથાઓ કહી છે (૧) પુત્રાદિના વિયોગથી માતા-પિતાદિ અત્યંત કરૂણાજનક વિલાપાદિ કરે તે મૃદુકારૂણકી. (૨) સાંભળનારને જૈનદર્શનની શ્રદ્ધા તૂટે તે રીતે અન્ય કુતીર્થિકોનાં જ્ઞાન, આચાર વગેરેની પ્રશંસા કરવી તે દર્શનભેદિની. (૩) સાધુ-સાધ્વીઓ બહુ પ્રમાદી છે તેથી વર્તમાનમાં મહાવ્રતોનો સંભવ નથી, અતિચારોની શુદ્ધિ કરી શકાય તેવા આલોચનાચાર્ય નથી અને તેઓના આપેલા પ્રાયશ્ચિત્તથી વર્તમાનમાં આતિચરોની (પાપની) શુદ્ધિ પણ થતી નથી. ઇત્યાદિ ચારિત્રમાં અશ્રદ્ધા થાય તેવું બોલવું તે ચારિત્રભેદિની વિકથા. એ ત્રણેનો અપેક્ષાએ ઉપરોક્ત ચારમાં સમાવેશ થતો હોવાથી અહીં ચાર કહી છે. તે વિકથાઓથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું.
"प्रति० चतुर्भिानैः - आर्तेन ध्यानेन, रौद्रेण ध्यानेन, धर्मेण ध्यानेन, शुक्लेन ध्यानेन :" અહીં ધ્યાન એટલે મનનો સ્થિર અધ્યવસાય. અર્થાત્ મનની અંતર્મુહૂર્ત સુધી એક 'વિષયમાં એકાગ્રતા. તેના ચાર પ્રકારો છે. (૧) વિષયોના અનુરાગથી થતું ધ્યાન તે આર્તધ્યાન. (૨) હિંસાદિના અનુરાગથી થતું ધ્યાન તે રૌદ્રધ્યાન. (૩) ક્ષમાદિ દશ પ્રકારના ધર્મનું, જિનવચનના અર્થના નિર્ણયરૂપ ધ્યાન તે ધર્મધ્યાન. (૪) રાગ (રંગ) નું બળ ન હોય તેવું શુક્લ અર્થાત્ રાગવિનાનું ધ્યાન તે શુક્લધ્યાન. આ ચારેય ધ્યાનના ચાર ચાર પ્રકારો (પાયાઓ) નીચે પ્રમાણે છે. '
(૧) આર્તધ્યાન: તેના ચાર પ્રકાર છે. (૧) અનિષ્ટ વિયોગ : અનિષ્ટરૂપ, રસ, ગંધ સ્પર્શરૂપ ઇન્દ્રિયોના અમનોજ્ઞ વિષયોનો કે વિષયોના આધારભૂત સાધનોનો યોગ થયો હોય તો, તેના વિયોગની ચિંતા અને ભવિષ્યમાં એવો યોગ ન થાય તો સારું, એવી અભિલાષા કરવી તે અનિષ્ટ વિયોગ ચિતારૂપ આર્તધ્યાન છે.
(૨) રોગ ચિંતાઃ રોગ થતાં તેના વિયોગની સતત વિચારણા કરવી કે તે નાબૂદ થયા પછી પુન: ન થાય એવી ચિંતા કરવી, તે રોગચિંતા સ્વરૂપ આર્તધ્યાન છે. (૩) ઇષ્ટ સંયોગ મળેલા મનગમતા શબ્દાદિ વિષયો તથા ઉદયમાં આવેલા શાતાવેદનીય (સુખ)નો વિયોગ ન થવાની કે તે સુખ કે સુખના સાધનરૂપ શબ્દાદિ વિષયોનો યોગ કરવાની અભિલાષા-ચિંતા કરવી તે ઇષ્ટ સંયોગ સ્વરૂપ આર્તધ્યાન છે. (૪)