Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
=
.
વ્યાખ્યા : પ્રતિક્રમણ કરુ છું. કયા હેતુઓથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ ? તે વિગતવાર કહે છે – ‘વિષે અસંયમે’ = અવિરતિરૂપ એક અસંયમ સેવવાથી જે અતિચાર સેવ્યો હોય ‘તે મારું પાપ મિથ્યા થાઓ’ એમ છેલ્લા ‘મિથ્યા મે દુષ્કૃતમ્' પદની સાથે ‘વાયાયરિયસ્ય ઞાસાયા' સુધીના દરેક પદોનો સંબંધ સમજવો. પ્રતિમામિ દ્વામ્યાં વન્યનામ્યાં - રાવિન્યનેન, દ્વેષવન્યનેન = રાગ અને દ્વેષ એ બે બંધનોથી સેવેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. જેનાથી આત્મા દંડાય અર્થાત્ જે જ્ઞાનાદિગુણોનું હરણ કરીને આત્માને ગુણહીન બનાવે તે દંડ કહેવાય. દુષ્ટ માર્ગે જોડાયેલા મનવચન અને કાયા એમ ત્રણ દંડો છે. તેથી કહે છે કે -પ્રતિમામિ ત્રિમિન્ટે:મનોવ્ન્ડેન, વષોર્બ્ડેન, નાયમ્પ્લેન = મનદંડ, વચનદંડ, કાયદંડ એ ત્રણ દંડથી જે અતિચાર સેવ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું. પ્રતિમાનિ તિસૃમિનુંસિમિઃ = મનોગુપ્તિ, વચનગુપ્તિ, અને કાયગુપ્તિ, આ ત્રણ ગુપ્તિઓનું સેવન નહીં કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. જેનાથી રક્ષણ થાય તે ગુપ્તિ કહેવાય છે. પ્રતિ ત્રિમિ: રાજ્યે: માયાશત્સ્યેન-નિવાનશત્યેન 'મિથ્યાત્વશત્યેન = માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાશલ્ય, આ ત્રણ શલ્યોથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. આરાધના કરતાં કપટનો આશરો લેવો તે માયાશલ્ય. દેવ કે મનુષ્યની ઋદ્ધિને જોઈને કે સાંભળીને, તે મેળવવા આરાધના કરાય તે નિદાનશલ્ય. ભગવાનના વચનો ઉપર અશ્રદ્ધારૂપ મિથ્યાત્વશલ્ય. આ ત્રણ શલ્યોથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરાય છે. તથા પ્રતિ ત્રિમિñરવેઃ - ૠદ્ધિ રવેળ, રસૌરવેળ, સાતાર વેળ = ઋદ્ધિ-રસ-શાતા ગારવથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. જેનાથી આત્મા ઋદ્ધિ - રસ - અને અનુકૂળતારૂપ શાતામાં ચારે તરફથી લેપાય છે. તે અનુક્રમે ઋદ્ધિગારવ, રસગારવ અને શાતાગારવ કહેવાય છે. પ્રતિ॰ તિસૃિિવરાધનામિ: જ્ઞાનવિરાધનયા, વર્શનવિરાધનયા, ચારિત્રવિરાધનયા = જ્ઞાન-દર્શન-ચારિત્રની વિરાધનાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું.
૯૨
જ્ઞાનની વિરાધના : પાંચ પ્રકારે છે. (૧) જ્ઞાનની નિંદા કરવી. (૨) ઉપકારી ગુર્વાદિકને છૂપાવવા. (૩) શાસ્ત્રોની નિંદા કરવી. શાસ્ત્રોમાં આવતા વર્ણનોમાં પુનરુક્તિ દોષ બતાવવો. જ્યોતિષ તથા યોનિપ્રાકૃત આદિના જ્ઞાનને નિરર્થક કહેવું. ઇત્યાદિ શાસ્ત્રોની નિંદા-આશાતના કરવી. (૪) સ્વાધ્યાય કરનારને અંતરાય કરવો. (૫) આઠ જ્ઞાનાચારોનું પાલન ન કરવું. દર્શનની વિરાધના પણ પાંચ પ્રકારની છે. (૧) જૈનદર્શનની નિંદા કરવી. (૨) જૈનધર્મના આરાધકોની નિંદા કરવી. (૩) જૈનદર્શનની સત્યતાના પ્રરૂપક ‘સન્મતિતર્ક’ વગેરે દર્શનશાસ્ત્રોની