________________
શ્રમણ ધર્મ
૮૯
पाणेसणाए पाणभोअणाए बीअभोअणाए हरिअभोअणाए पच्छेकम्मिआए पुरेकम्मिआए अदिठ्ठहडाए दगसंसट्ठहडाए रयसंसट्ठहडाए पारिसाडणिआए पारिठावणिआए ओहासणभिक्खाए जं उग्गमेणं उप्पायणेसणाए अपरिसुद्धं अपरिग्गहिअं परिभुत्तं वा, जं न परिट्ठविअं तस्स મિચ્છા મિ દુક્કડું II”
વ્યાખ્યા : “પ્રતિક્રમમ” પ્રતિક્રમણ કરું છું. શાનું ? ગોચરી ફરવામાં લાગેલા અતિચારોનું, એમ સર્વત્ર સંબંધ કરવો. જીવર પર્યાયામ્ = ગાયનું ચરવું તે “ોવર' એ ગોચરની જેમ વર્યા = ભ્રમણ કરવું તે = “જોવર' કહેવાય, તેમાં લાગેલાં અતિચારનું પ્રતિ કયા વિષયમાં ? મિલાવર્યાયા= આહારાદિ માટે ગોચરી ફરતાં લાગેલા અતિચારનું પ્રતિક્રમણ કરું છું. '
જરૂરી વસ્તુ મળે કે ન મળે પણ સાધુ તેની અપેક્ષા વિનાનો હોવાથી ચિત્તમાં દીનતા રહિત હોય. અર્થાત્ મળે તો સંયમવૃદ્ધિ અને ન મળે તો તપોવૃદ્ધિ, એમ ઉભયથા લાભને માને છે, માટે મળવા-ન મળવાની અપેક્ષાના અભાવે દીનતા વિનાનો, વળી ઉત્તમ-મધ્યમ-જઘન્ય લોકોના ઘરોમાં ઇષ્ટ-અનિષ્ટ કોઇપણ વસ્તુ મળે તો પણ રાગ-દ્વેષ વિના ગોચરી માટે ફરનારા સાધુને કેવી રીતે અતિચારો લાગે ? તો કહે છે કે – ૩૬ધીટપટિઉદ્ધાટન = માત્ર સાંકળ ચઢાવેલું કે અલ્પમાત્ર બંધ કરેલા કમાડ (બારણા) વગેરેને વિના પ્રમાર્જ સંપૂર્ણ ઉઘાડવાથી, લાગેલા અતિચાર, જાનવત્સારસંધનયા = કુતારાનો, વાછરડાનો કે નાના બાળકનો, ઉપલક્ષણથી બીજા પણ તિર્યંચ વગેરેનો સંઘટ્ટો (સ્પર્શ) થવાથી લાગેલા અતિચાર. મન્ડીઝમૃતિય = પ્રાભૃતિકા (આહાર)ને મંડીમાં અર્થાત્ ઢાંકણી-ઢાંકણ કે અન્ય કોઈ ભાજનમાં અગ્રક્ર તરીકે ઉપરથી જુદો કાઢી લઈને ભિક્ષા આપે તે “મંડીપ્રાભૃતિકા' કહેવાય. સાધુને આપવા એ રીતે કરવાથી પછી બીજાઓને દાન આપવારૂપ પ્રવૃત્તિદોષ થાય, તેમાં પ્રથમ લેનાર સાધુ નિમિત્ત બને માટે અતિચાર જાણવો. વપ્રિાકૃતિયા = સ્વધર્મ સમજીને અન્ય ધર્મીઓ મૂળભાજનમાંથી આહારને પ્રથમ ચારે દિશાઓમાં દિકપાલોને કે અગ્નિને બલિદાન આપીને પછી બીજાને ભિક્ષા આપે, ત્યારે આહાર ફેંકવાથી કે અગ્નિમાં નાખવાથી હિંસાદિ થાય, તેમાં પ્રથમ લેનાર તરીકે સાધુ નિમિત્ત બને, તેથી અતિચાર સમજવો.
થાપનાપ્રાકૃતિવંયા = અન્ય ભિક્ષુઓ વગેરેને માટે રાખી મૂકેલા ભાત (આહાર) તે “સ્થાપના પ્રાકૃતિકા' કહેવાય, તે લેવાથી અન્ય યાચકોને અંતરાય (- પ્રષ) થાય (અથવા નિગ્રંથ સાધુઓને આપવા માટે પણ રાખી મૂકેલી વસ્તુ “સ્થાપના” કહેવાય.) માટે તે લેવાથી સ્થાપનાપિંડ લેવારૂપ અતિચાર લાગે. શકૂિત્તે = આહારાદિ