________________
૮૬
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ વ્યાખ્યા : ચાર શરણાને હું સ્વીકારું છું. અર્થાત્ સાંસારિક દુઃખોથી મારી રક્ષા (અર્થાત્ મોક્ષસુખને) માટે હું આ ચારનું શરણું સ્વીકારું છું. (તે ચાર કોણ ?) (૧) અરિહંતોનું શરણું સ્વીકારું છું. (૨) સિદ્ધોનું શરણું સ્વીકારું છું. (૩) સાધુઓનું શરણું સ્વીકારું છું. અને (૪) કેવલિપ્રરૂપિત ધર્મનું શરણું સ્વીકારું છું.
આ રીતે માંગલિક વ્યવહાર કરીને (લઘુ) પ્રતિક્રમણ માટે “છામિ પડિક્ષમાં નો છે. ઇત્યાદિથી તરસ મિચ્છામિ દુઃ” સુધી કહેવું. તેની વ્યાખ્યા પ્રથમ ભાગમાં કહી છે. એમાં સાધુને અંગે જે જે પાઠ ભેદ છે તેની વ્યાખ્યા કરીએ છીએ.
‘સીવીપાડો' ને બદલે સાધુએ ‘મસમારો' કહેવું. તેનો અર્થ ‘શ્રમણને યોગ્ય નહિ,' અર્થાત્ “સાધુઓને નહિ આચરવા લાયક’ એમ સમજવો. વરિત્તારિત્તે' ને બદલે વરિત્તે' બોલવું. તેનો અર્થ “સર્વવિરતિ ચારિત્રમાં,' સમજવો. તથા વરણં વસીયા' પછીનો પાઠ
"पंचण्हं महव्वयाणं, छण्हं जीवनिकायाणं, सत्तऽहं पिण्डेसणाणं, अट्ठण्हं पवयणमाऊणं, નવણં વંમર ત્તીનું, રવિદે સમગધને, સમાઈ નો Hi” બોલવો.
વ્યાખ્યા : પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રતોમાં,” પૃથ્વીકાયાદિ “છ જીવનિકાયમાં , “અસંસૃષ્ટ-સંસૃષ્ટ' વગેરે જેનું વર્ણન ગોચરીના દોષોમાં જણાવી ગયા તે “સાત પ્રકારની પિંડેષણામાં,” કોઈ આનો અર્થ “સાત પાણષણામાં” એમ પણ કરે છે, પાંચ સમિતિ-ત્રણગુપ્તિરૂપ “આઠ પ્રવચનમાતાના પાલનમાં, વળી જેનું વર્ણન આગળ કરાશે તે “બ્રહ્મચર્યની નવ ગુપ્તિ (વાડો)માં' તથા આગળ કહેવાશે તે ક્ષમાદિ “દશ પ્રકારના શ્રમણ ધર્મમાં.'
ઉપર જણાવ્યાં તે ત્રણ ગુપ્તિ વગેરે “સમા નો ' = સાધુના જે યોગોમાં અર્થાત્ એ ગુપ્તિ વગેરેનું સમ્યફ પાલન-શ્રદ્ધા-પ્રરૂપણા વગેરે સાધુના આચારોમાં, “' = જે કંઈ “ઊંડ' = દેશથી ભાગ્યું હોય, ‘ન વિદિ જે વિરાધ્યું હોય એટલે બહુ રીતે ભાગ્યું હોય પરંતુ એકાંતે નાશ ન કર્યો હોય, એકાંતે નાશ કર્યા પછી ‘મિચ્છામિ દુક્કડ' આપવાં છતાં શુદ્ધિ થતી નથી માટે અહીં ઘણી રીતે ભાગ્યું હોય તેને વિરાધ્યું સમજવું.) “ત' = દિવસે લાગેલા તે અતિચારોનું, અહીં સુધીનો પાઠ ક્રિયાકાળનો સમજવો, અર્થાત્ તે તે સમયે કરેલા તે તે અતિચારોનું, ‘મિચ્છામિ દુક્કડું' આ વાક્યસમાપ્તિકાળનું વાચક છે, માટે એનો અર્થ ક્રિયાકાળે કરેલા તે તે અતિચારોનું વર્તમાનકાળે “મિચ્છામિ દુક્કડ' એટલે પ્રતિક્રમણ કરું છું એમ કરવો. અર્થાત્ “મારું તે તે સમયે થયેલું છે તે પાપ વર્તમાનમાં મિથ્યા થાઓ !” એમ ભાવ સમજવો.