________________
શ્રમણ ધર્મ
પ૭
હવે વસ્ત્રની વિશુદ્ધિ કહેવાય છે.
કપાસ (રૂ), શણ વગેરેથી બનેલું સૂત્રાઉ કે શણીયું તે પ્રથમ પ્રકાર. કોશેટા વગેરેના અવયવોનું બનેલું રેશમી વસ્ત્ર તે બીજો પ્રકાર; ઊન-વાળ વગેરેથી બનેલું કામળી-આસન વગેરે ત્રીજો પ્રકાર. આ ત્રણેના પણ (૧) યથાકૃત, (૨) અલ્પપરિકર્મ અને (૩) બહુપરિકર્મ એમ ત્રણ-ત્રણ ભેદો થાય છે. જે સીવણ (સીવ્યા) વગેરે કંઈ પણ ક્રિયા કર્યા વિનાનું સળંગ એક પટ્ટરૂપ મળે તે યથાકૃત. એકવાર ફાટેલું-સીવેલું હોય તે અલ્પપરિકર્મ અને ઘણી ક્રિયાવાળું-અનેક કકડાથી સાંધેલું વગેરે બહુપરિક જાણવું.એ ત્રણેમાં ઉત્તરોત્તર બહુપરિકર્મથી અલ્પપરિકર્મ અને અલ્પપરિકર્મથી યથાકૃત શુદ્ધ છે. તેથી પૂર્વ પૂર્વનું ન મળે તો જ ઉત્તર.ઉત્તરનું લેવું, આવું પણ જે વસ્ત્ર સાધુને માટે ખરીદ કર્યું - કરાવ્યું ન હોય કે બનાવ્યું - બનાવરાવ્યું ન હોય, તેવું નિર્દોષ લેવું.
વસ્ત્રમાં પણ અવિશોધિકોટી અને વિશોધિકોટી એ બે કોટી જાણવી. તેમાં જે, મૂળથી સાધુ માટે વધ્યું હોય, ઇત્યાદિ અવિશોધિકોટી દોષવાળું ગણાય, માટે તેવું વસ્ત્ર અકથ્ય. સાધુને માટે ધોયેલું-રંગેલું વગેરે વિશોધિકોટી કહેવાય. (નિર્દોષ ન મળે તો તે લઈ શકાય.) આ વિષયમાં વિશેષ, પ્રવચન સારોદ્ધારથી જાણી લેવું. હવે પાત્રશુદ્ધિ કહેવાય છે. * *
યતિદિન ચર્યામાં કહ્યું છે કે “સાધુઓને શ્રી જિનેશ્વર પરમાત્માઓએ “આધાકર્મ' વગેરે દોષોથી રહિત તુંબડાનું, લાકડાનું અને માટીનું પાત્ર અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને જઘન્ય કહ્યું છે. માટે તે ગ્રહણ કરવા. કાંસાનું-તાંબાનું વગેરે અકથ્ય હોવાથી વર્જવું”. તે પાત્ર પણ સારા લક્ષણવાળું લેવું-લક્ષણ વિનાનું ન લેવું. ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે કે... “ચારે બાજુ સરખું ગોળ, તે પણ સ્થિર સારી બેઠક(પડઘી)વાળું, તે પણ કાયમી અર્થાત્ પારકું અમુક કાળ પછી પાછું આપવાનું ન હોય તેવું અને સ્નિગ્ધ (ટકાઉ) વર્ણવાળું, એવું પાત્ર સુલક્ષણ હોવાથી લેવું. જે અમુક ભાગમાં ઊંચું, અકાળે (કાચું) સુકાયેલું હોવાથી વળીયાં પડેલું અને ભાગેલું-રાજી (તરડ) વાળું કે છિદ્રોવાળું-કાણું હોય, એવું પાત્ર ગ્રહણ કરવું નહિ.” ૩% (૧) દૂમિતા (-ચૂના વડે સુવાસિત વસતિ (૨) ધૂપ વડે ઘુમિતા (૩) પુષ્પાદિથી વાસિતા (૪)
દીપક વડે ઉદ્યોતિતા (૫) બળી વિગેરે ઉતાર મૂક્યો હોય તેવી બલી કૃતા (ક) છાણ માટી વડે લીંપેલી તે “આવર્તા(૭) માત્ર પાણી વડે સિક્તા (૮) સાવરણીથી સંમાર્જન કરેલી ‘સમૃણા' આ બધુ જ્યાં સાધુ માટે થયું હોય તે ઉત્તર ઉત્તરગુણથી અશુદ્ધ વસતિ કહેવાય આ દોષો વિશોધિકોટીના છે.