________________
૬૪
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
સાધુને રાગરૂપી અગ્નિથી સંયમરૂપ કાષ્ટના અંગારા થાય છે, માટે તેવો અંગાર દોષ ન સેવવો.
(૪) ધૂમ્ર: અનિષ્ટ અન્નની કે દાતારની નિંદા કરતો વાપરે તો સાધુ શ્વેષરૂપ અગ્નિથી ચારિત્રરૂપી ઇન્ધનને બાળતો ચારિત્રને ધૂમાડાથી મલિન કરે, માટે ધૂમ્ર દોષ પણ ન સેવે.
(૫) કારણભાવ નીચે કહેલા છ કારણો વિના ભોજન કરનારને કારણાભાવ દોષ લાગે. માટે કારણ વિના ભોજન ન કરવું.
ભોજનનાં કારણો. (૧) સુધાની વેદના સહન ન થાય. (૨) આહાર વિના અશક્ત શરીરે વૈયાવચ્ચાદિ કરી ન શકાય. (૩) નેત્રનું તેજ ઓછું થતાં ઇર્યાસમિતિના પાલનમાં અશુદ્ધિ થાય. (૪) પ્રતિલેખના-પ્રમાર્જના વગેરે સંયમનું પાલન ન થઈ શકે. (૫) સુધાની પીડા વધી જવાથી મરણનો સંભવ થાય. (૩) આર્તધ્યાનરૌદ્રધ્યાનથી બચીને ધર્મધ્યાનમાં સ્થિર થવાય, એ ભોજન કરવાનાં છ કારણો છે. આહાર-પાણી વાપરવાની વિશેષવિધિ યતિદિનચર્યા-પિંડનિર્યુક્તિ-ઓશનિયુક્તિથી જાણી લેવી. - ભોજન કરતાં આહાર વધે તો ગુરુ આજ્ઞાથી આયંબિલ કે ઉપવાસના તપવાળો સાધુ તે વધ્યો હોય તેટલો જ આહાર વાપરે અથવા નિરવદ્ય ભૂમિમાં પરઠવે.
ભોજન પછી “પાત્રશુદ્ધિ જયણાથી કરવી” તે પણ સાપેક્ષ યતિધર્મ છે. એકવાર પાત્રની ચિકાશ હાથની આંગળીથી લૂછી લેવી. પછી પાણીથી પહેલીવાર ધોઈને તે પાણી પી જવું અને પછી મુખશુદ્ધિ કરીને નિર્મળ (નીતારેલું) પાણી લઈ બીજીવાર પાત્રને મંડલીની બહાર લઈ જઈને ધુવે. તેમાં ધોવા માટે સર્વ સાધુઓ માંડલીના આકારે બેસે. અને નિર્મલ જળ લઈને વચ્ચે ઉભેલો સાધુ ત્રીજી વાર પાણી આપે તેનાથી ત્રીજીવાર ધુવે. ગુરુનું પાત્ર પ્રથમ ધોવું. ત્યારબાદ યથાજાતના ક્રમે ધોવા, છેલ્લે આચમન (સ્પંડિલ - શૌચ માટે બે-બે સાધુઓને તેઓનાં પાત્રામાં ભેગું પાણી) આપે.
આ વિધિ ગૃહસ્થના અભાવે જાણવો. ગૃહસ્થ દેખે તેવી જગ્યાએ તો આ કાર્ય, ભોજનમાંડલીમાં જ કરવું. પછીથી જાણવામાં આવે કે આહારાદિમાં આધાકર્મી હતું, તો પાત્રને વધારે વાર પણ ધુવે. આ વિષયમાં વિશેષ પંચવસ્તુ આદિ ગ્રંથોથી જાણી લેવું. ll૯૪ll
હવે તે પછીનું કર્તવ્ય જણાવે છે.