Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
(૩) અદ્ધરૂક : ઉરૂ (સાથળ)નો અડધો ભાગ ઢાંકે તે અદ્ધરૂક કહેવાય. તે આકારમાં મલ્લના ચોલણા જેવો અવગ્રહાનન્તકને તથા પટ્ટાને ઢાંકીને સઘળા કટિપ્રદેશને ઢાંકવા માટે હોય છે અને બંને સાથળોની અંદરના પ્રદેશમાં તે કસોથી બંધાય છે.
(૪) ચલનિકા : તે પણ અદ્ધરૂક જેવી હોય છે. પરંતુ તે નીચે ઢીંચણ સુધી લાંબી, સીવ્યા વિનાની અને વાંસ પર નાચતી નટડીના ચોલણા જેવી કાંસોથી બંધાય છે.
(૫) અન્તર્નિવસની ઉપર કટિ ભાગથી માંડીને નીચે અડધી સાથળ સુધી અને તે ખેંચીને (કઠિન) પહેરવાની હોય છે. કારણ કે કોઈ પ્રસંગે આકુળતાથી ચાલતાં ઉપરનાં વસ્ત્રો પવનાદિથી ખસી જાય તો પણ લોકહાંસી ન થાય.
() બહિર્નિવસની : કટિભાગથી ઉપર, નીચે પગની ઘૂંટી સુધી લાંબી અને કટિભાગમાં કંદોરાથી બાંધવાની હોય છે. *
(૭) કંચુકઃ અઢી હાથ લાંબો, એક હાથ પહોળો, સીવ્યા વિનાનો, કાપાલિકની કંથાની જેમ (બે ખભા ઉપરથી) નાખેલો, બે બાજુ પડખામાં સ્તનભાગને ઢાંકવા માટે ઢીલા બંધનથી કાંસોથી બાંધવાનો હોય છે.
(૮) ઉપકક્ષિકા : “કાખની સમીપ' તે ઉપકક્ષ. ઉપકક્ષને ઢાંકવાનું વસ્ત્ર તે ઉપકક્ષિકા જાણવી. તેને ઉત્કલિકા પણ કહે છે. તે પણ કંચુકની જેમ સીવ્યા વિનાની, સમચોરસ, દોઢ હાથ લાંબી-પહોળી હોય, તેનાથી હૃદયનો ભાગ, જમણું પડખું અને પીઠ ઢંકાય તે રીતે ડાબા ખભે અને ડાબા પડખે (કાખમાં) બીટક બંધથી છેડા ભરાવીને ?) પહેરાય.
(૯) વેકક્ષિકા : ઉપકક્ષિકાથી વિપરીત એક પાટો હોય છે, તે ડાબા પડખે કંચુક અને ઉપકક્ષિકાને ઢાંકીને ઉપર પહેરાય છે.
(૧૦) સંઘાડી સંઘાડીઓ ઉપર ઓઢવા માટે સંખ્યાથી ચાર રાખવાની હોય છે. એક, બે હાથ પહોળી, બે, ત્રણ હાથ પહોળી અને એક, ચાર હાથ પહોળી. તે પ્રત્યેક જુદા જુદા પ્રસંગે એક એક જ વાપરવાની હોવાથી સંખ્યાથી એક જ ગણી છે. લંબાઈમાં ચારેય સાડા ત્રણ હાથ કે ચાર હાથ લાંબી હોય છે. સાધ્વીજીએ સંઘાડી વિના ખુલ્લા શરીરે કદાપિ બેસવાનું હોતું નથી, માટે બે હાથ પહોળી ઉપાશ્રયમાં ઓઢવા માટે, ત્રણ હાથ પહોળી બે હોય તેમાંથી એક ગોચરી ફરતાં