________________
૭૮
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
પીંછાંને કે ઝાડની છાલને ગુંથીને બનાવેલો), (૪) દંડમય - (વાંસને દોરીથી ગુંથીને બનાવેલો) અને (૫) કટકમય (વાંસ વગેરેની બનાવેલી સાદડી). એ પાંચનું માપ નાના-મોટા ગચ્છાનુસાર કરવું. અર્થાત્ જેટલાથી ગૃહસ્થોથી ગુપ્ત રીતે ભોજન કરી શકાય તેટલા માપના રાખવા. બે સંથારા – એક તૃણ (ઘાસ) વગેરેનો પોલાણવાળો અને એક કાષ્ઠાદિનો પોલાણ વિનાનો સમજવો. પાંચ જાતનાં તૃણ (ઘાસ) (૧) કલમ, કમોદ વગેરે ડાંગરનાં, (૨) સાઠી વગેરે ડાંગરનાં, (૩) કોદ્રવાનાં, (૪) કાંગ (અનાજ વિશેષ), એ ચારનાં ફોતરાં અને (૫) જંગલમાં ઉગેલું ઘાસ. દંડપંચક (૧) શરીર પ્રમાણ લાંબી લાઠી, ભોજન કરતાં ગૃહસ્થ દેખે નહિ માટે દંડા સાથે પડદો બાંધવામાં ઉપયોગી છે. (૨) તેથી ચાર આગળ ટુંકી વિલક્કી, ગામના છેડે ઉપાશ્રય હોય તો અંદરથી બારણું ખખડાવવા માટે ઉપયોગી છે કે જેથી તેનો અવાજ સાંભળીને બહારથી ચોર-કુતરાં વગેરે ભાગી જાય. (૩) ખભા જેટલો લાંબો દંડ, શેષકાળમાં ભિક્ષા માટે જતાં લઈ જવાય છે. ગુસ્સે થયેલા મનુષ્ય-પશુઓ-શરભાદિ વિગેરેથી રક્ષણ માટે, ચોરવાઘથી રક્ષણ માટે, વૃદ્ધ સાધુને ટેકા માટે ઉપયોગી છે. (૪) બગલ-કક્ષા જેટલો ઊંચો વિદંડ, વર્ષાઋતુમાં ભિક્ષા માટે જતાં લઈ જવાય છે. કારણ કે તે ટુંકો હોવાથી કપડામાં ઢાંકીને લઈ જતાં તેને અપકાયનો સંઘટ્ટો ન થાય. (૫) સ્વશરીરથી પણ ચાર આંગળ વધારે લાંબી નાલિકા, નદી વગેરેને ઓળંગતાં પાણીની ઊંડાઇ માપવા માટે ઉપયોગી છે.
લાઠી એક પર્વવાળી પ્રશંસનીય, બે પ કલહકારી, ગણપર્વા લાભપ્રદ, ચારપર્વા મરણપ્રદ, પાંચપર્વા પન્થમાં કલહનાશક, છપર્વા પીડાકારી, સાતપર્ધા આરોગ્યપ્રદ આઠપર્વા સંપત્તિનાશક, નવપર્વવાળી યશકારક, દશાર્વવાળી સર્વસંપત્તિકારક જાણવી. એમ યતિદિનચર્યામાં કહ્યું છે. પછી માત્ર ત્રણ :- એક વડીનીતિ માટે, બીજું લઘુનીતિ માટે અને ત્રીજું શ્લેષમ માટે, એમ ત્રણ કુંડિઓ. પાદલેખનિકા = પગેથી કાદવ દૂર કરવાની કાષ્ઠની પટ્ટી. ચર્મપંચક : (૧) તલિકા : પગે બાંધવાનું ચામડાનું માત્ર તળીયું, તે કોઈ વિષમ પ્રસંગે રાત્રિના અંધકારમાં કે દિવસે પણ સાર્થની સાથે ચાલતાં ઉન્માર્ગે ચાલવું પડે ત્યારે પગના તળીયે બંધાય છે. (૨) ખલ્લગ : = પગરખાં. તે ખસથી - ખરજવા આદિથી કે પગ ફાટેલા હોય તે સાધુને પહેરવા માટે. (૩) વાધરી (ચર્મચ્છેદ) (૪) કોષ (ચર્મકોષ) અને (૫) કૃત્તિ (ચર્મકૃત્તિ)નું સ્વરૂપ અને ઉપયોગ પૂર્વે કહી ગયા પ્રમાણે જાણવું. બે પટ્ટગ: સંથારો-ઉત્તરપટ્ટો. આટલી મધ્યમ ઔપગ્રહિક ઉપધિ જાણવી.