Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
વસ્ત્રો ધોવાનો (કાપ કાઢવાનો) ક્રમ આ પ્રમાણે છે - પહેલાં ગુરુની, પછી પ્રત્યાખ્યાનીની (તેને સમાધિ રહે માટે ઉપવાસીની), પછી ગ્લાનની, પછી નવદીક્ષિતની (કે જેને મલપરિસહ સહેવાની ટેવ નથી) અને પછી પોતાની ઉપધિનું પ્રક્ષાલન કરે. તેમાં પણ સૌથી પ્રથમ યથાકૃત, પછી અલ્પપરિકર્મવાળા અને પછી બહુપરિકર્મવાળા લેવા. સાધુ વસ્ત્રોને પત્થરાદિ ઉપર ઝીકે નહિ ધોકાથી કૂટે નહિ, પણ ઓછા પાણીમાં હાથથી જયણાપૂર્વક મસળીને ધોવે. ધોએલાં વસ્ત્રો તાપમાં સુકવે નહિ.
८०
હવે સર્વ ઉપકરણોના પડિલેહણ પછી (ચોથા પ્રહરનું) શેષ કર્તવ્ય જણાવે છે. મૂળમ્ – તત: સ્વાધ્યાયરાં, મુહૂર્ત વાવવુંતિમમ્ । तत्रोच्चारप्रश्रवण - कालभूमिप्रमार्जनम् ।।९७ ।।
ગાથાર્થ : તે પછી છેલ્લું મુહૂર્ત (બે ઘડી દિવસ) બાકી રહે ત્યાં સુધી સ્વાધ્યાય, કરે અને છેલ્લા મુહૂર્તમાં સ્થંડિલ-માત્રુ અને કાલગ્રહણ માટેની ભૂમિઓનું પ્રમાર્જન - માંડલા કરે.
ટીકાનો સંક્ષેપ ભાવાર્થ : સર્વ ઉપધિની પ્રતિલેખના કર્યા બાદ દિવસના સોળમા ભાગરૂપ છેલ્લું અંતર્મુહૂર્ત દિવસ બાકી રહે ત્યાં સુધી સ્વાધ્યાય ક૨વો, એ સાપેક્ષ યતિધર્મ છે. તે સ્વાધ્યાયના સમયે (સવારની અપેક્ષાએ) બીજીવાર ઉપાધ્યાય સૂત્રગ્રાહી સાધુને સૂત્રની અને તેવી રીતે ગુરુ (આચાર્ય) અર્થગ્રાહીને અર્થની વાચના આપે. બે ઘડી સૂર્યાસ્તની બાકી રહે ત્યારે સ્વાધ્યાયમાંથી ઉઠીને સાધુ ૧૨ ભૂમિઓ રાત્રિએ સ્થંડિલને અને ૧૨ભૂમિઓ માત્રાને પરઠવવા માટે પડિલેહણ કરે. (જો કાલગ્રહણ લેવાનું હોય તો નોંતરાં દઈને ભૂમિઓનું પડિલેહણ કરે)
સ્થંડિલ માત્રાના વેગથી અતિ પીડિત ન હોય, સુખપૂર્વક દૂર જઈ શકે તેમ હોય, ત્યારે ઉપાશ્રયના આંગણામાં ત્રણ ભૂમિઓ મકાનની નજીક, મધ્યમાં અને દૂર પડિલેહવી. તથા સંજ્ઞાના વેગથી અતિબાધા થવાથી દૂર ન જઈ શકાય તેવા પ્રસંગે એક ઉપાશ્રયની અતિ નજીક, બીજી મધ્યમાં અને ત્રીજી કંઈક દૂર એમ ત્રણ ભૂમિઓ પડિલેહે, એમ આંગણામાં છ તથા આંગણાની બહાર છ મળી કુલ બાર ઉચ્ચાર (વડીનીતિ) માટે અને એ રીતે બાર પ્રશ્રવણ (માત્ર) માટે પડિલેહવાની કહી છે. કાળગ્રહણની ત્રણ ભૂમિઓ પડિલેહવાની હોય છે. આ સત્તાવીશ ભૂમિઓનું પડિલેહણ કરતાં સૂર્ય અસ્ત થાય તેવા સમયે પડિલેહવી.